RBIના ફંડનું શું કરશે સરકાર? વિત્ત મંત્રી બોલ્યા - હાલ જણાવી ન શકીએ

RBIના ફંડનું શું કરશે સરકાર? વિત્ત મંત્રી બોલ્યા - હાલ જણાવી ન શકીએ

નિર્મલા સીતારમણે કહ્યું- રિઝર્વ બેન્કના નિર્ણય ઉપર સવાલ ઉભો કરવો દુર્ભાગ્યની વાત

 • Share this:
  ભારતીય રિઝર્વ બેન્કે પોતોના ખજાનામાંથી કેન્દ્રની મોદી સરકારને 1.76 લાખ કરોડ રુપિયા આપવાની જાહેરાત કરી છે. રિઝર્વ બેન્કે બિમલ જાલાન કમિટીની ભલામણો માનતા સોમવારે તેની મંજૂરી આપી હતી. રિઝર્વ બેન્કના આ નિર્ણય ઉપર કોંગ્રેસ સવાલ ઉઠાવી રહી છે. જેના ઉપર પ્રતિક્રીયા આપતા કેન્દ્રીય વિત્ત મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે આ રીતે રિઝર્વ બેન્કના નિર્ણય ઉપર સવાલ ઉભો કરવો દુર્ભાગ્યની વાત છે. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ રિઝર્વ બેન્કને દાગદાર બનાવવાનો પ્રયત્ન ના કરે. વિત્ત મંત્રીએ કહ્યું હતું કે સરકાર ઉપર રિઝર્વ બેન્કનું ધન ચોરવાનો આરોપ લગાવતા પહેલા કોંગ્રેસ પાર્ટીએ પોતાના સમયના વિત્ત મંત્રીઓ સાથે વાત કરી લેવી જોઈએ.

  રિઝર્વ બેન્ક તરફથી મળેલી મદદ પર નિર્મલા સીતારમણે કહ્યું હતું કે વિમલ જાલાન સમિતિ RBI દ્વારા નિયુક્ત કરવામાં આવી છે. જેમની પાસે વિશેષજ્ઞ છે. તેમણે એક ફોર્મ્યુલા આપી છે જેના આધારે સરકારને આ રકમ આપવામાં આવી છે. હવે જો આરબીઆઈની વિશ્વસનીયતા ઉપર સવાલ ઉઠે તો તે અલગ મામલો છે.

  આ પણ વાંચો - RBI મોદી સરકારને 1.76 લાખ કરોડ રુપિયાની મદદ આપશે


  આરબીઆઈ તરફથી મળેલી મદદના ઉપયોગ પર જોડાયેલ એક સવાલ પર વિત્ત મંત્રીએ કહ્યું હતું કે તેનો ઉપયોગ કેવી રીતે થશે તેની ઉપર હાલ કશું કહી શકું નહીં. અમે નિર્ણય કરીશું આ પછી તમને જાણકારી મળશે.

  રાહુલ ગાંધીએ ઉઠાવ્યા હતા સવાલ
  રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે પ્રધાનમંત્રી અને વિત્તી મંત્રી એને લઈને બે ખબર છે કે તેમના પોતાના દ્વારા ઉભી કરેલી આર્થિક ત્રાસદીને કેવી રીતે દૂર કરવામાં આવે. આગળ કહ્યું હતું કે આરબીઆઈથી ચોરી કરીને કામ ચાલવાનું નથી. આ કોઈ દવાખાનાથી બેંડ-એડ ચોરીને ગોળીથી લાગેલા ઘા ઉપર લગાવવા જેવું છે.
  Published by:Ashish Goyal
  First published: