નાણા મંત્રી આજે 4 વાગ્યે કરશે અનેક મોટી જાહેરાતો, ખેડૂતોને મળી શકે છે આ સૌગાત

નાણા મંત્રી આજે 4 વાગ્યે કરશે અનેક મોટી જાહેરાતો, ખેડૂતોને મળી શકે છે આ સૌગાત
નાણા મંત્રી નિર્મલા સીતારમણ (Photo PTI)

અન્નદાતા માટે શું ખાસ જાહેરાતો થઈ શકે છે? ખેડૂતોની આવક વધારવાને લઈ જાહેરાતની અપેક્ષા

 • Share this:
  નવી દિલ્હીઃ ભારતીય અર્થવ્યવસ્થાને કોરોના વાયરસ (Coronavirus)ના મારથી બહાર કાઢવા માટે અર્થિક પેકેજની વડાપ્રધાનની જાહેરાત પર નાણા મંત્રી નિર્મલા સીતારમણ (Finance Minister Nirmala Sitharaman) આજે 4 વાગ્યે પ્રેસ ફરી પ્રેસ કોન્ફરન્સ કરશે.

  નાણા મંત્રી આજે કૃષિ સેક્ટર અને તેની સાથે જોડાયેલા પ્રવૃત્તિઓને લઈને જાહેરાત કરી શકે છે. નાણા મંત્રીએ બુધાવરે પહેલા ચરણમાં સૂક્ષ્મ, લઘુ તથા મધ્યમ ઉદ્યોગો (MSME)ને મજબૂતી આપવા માટે લગભગ 6 લાખ કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરી.

  ખેડૂતો માટે શું ખાસ જાહેરાતો થઈ શકે છે?

  PM કિસાન સન્માન યોજનાના વિસ્તાર પર નિર્ણય થઈ શકે છે. આ ઉપરાંત ખેડૂતોની આવક વધારવાને લઈ પણ જાહેરાતની અપેક્ષા છે. છેલ્લા 6 વર્ષમાં જે રિફોર્મ થયા, તેના કારણે આજે ભારતની અર્થવ્યવસ્થા વધુ સક્ષમ તથા સમર્થ બની છે. રિફોર્મ્સને વધુ વ્યાપક બનાવવા માટે નવી ઊંચાઈએ લઈ જવાના છે. આ રિફોર્મ ખેતી સાથે પણ જોડાયેલા હશે જેથી ખેડૂત સશક્તા થાય અને ભવિષ્યમાં કોરોના સંકટ જેવી કોઈ અન્ય મુશ્કેલ સમયમાં ખેતીના કામકાજ પર ઓછી અસર થાય. સમયની માંગ છે કે ભારત દરેક સ્પર્ધામાં જીતે, ગ્લોબલ સપ્લાય ચેનમાં મોટી ભૂમિકા નિભાવે. તેને જોતાં આર્થિક પેકેજમાં અનેક જોગવાઈઓ છે.

  આ પણ વાંચો, WHOએ આપી ચેતવણી, શક્ય છે કે કોરોના વાયરસ ક્યારેય ખતમ જ નહીં થાય!

  નોંધનીય છે કે, આત્મનિર્ભર ભારત બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે 20 લાખ કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરી હતી. બુધવારે તેનો પહેલો હપ્તાની વિગત નાણા મંત્રી નિર્મલા સીતારમણે આપી. તેમાં નાના ઉદ્યોયોમાં કાક કરનારાઓને રાહત આપવામાં આવી છે.

  આ પણ વાંચો, આમિર ખાનના 25 વર્ષથી ‘પડછાયો’ રહેલા અમોસનું નિધન, બોલિવૂડમાં શોકનો માહોલ
  Published by:News18 Gujarati
  First published:May 14, 2020, 09:28 am

  ટૉપ ન્યૂઝ