20 લાખ કરોડના પેકેજના પાંચમા હપ્તામાં મજૂર, કંપની અને શિક્ષણ માટે લીધા 7 પગલા

20 લાખ કરોડના પેકેજના પાંચમા હપ્તામાં મજૂર, કંપની અને શિક્ષણ માટે લીધા 7 પગલા
20 લાખ કરોડ રૂપિયાનાં આર્થિક પેકેજનાં પાંચમા અને અંતિમ ચરણમાં આત્મનિર્ભર ભારત અંગેનો સરકારનો રોડ મેપ રજૂ કરાયો છે.

20 લાખ કરોડ રૂપિયાનાં આર્થિક પેકેજનાં પાંચમા અને અંતિમ ચરણમાં આત્મનિર્ભર ભારત અંગેનો સરકારનો રોડ મેપ રજૂ કરાયો છે.

 • Share this:
  નવી દિલ્હી : નાણા મંત્રી નિર્મલા સીતારમણ (FM Nirmala Sitharaman)એ 20 લાખ કરોડ રૂપિયાનાં આર્થિક પેકેજનાં પાંચમા અને અંતિમ ચરણમાં આત્મનિર્ભર ભારત અંગેનો સરકારનો રોડ મેપ રજૂ કર્યો. તેમણે આ હપ્તામાં મજૂરો સાથે કંપનીઓને પણ ઘણી રાહત આપી છે. તો જાણીએ આ 7 મહત્વનાં પગલાઓ અંગે.

  1. તમામ સેક્ટરમાં નિવેશ કરી શકશે પ્રાઇવેટ કંપની, આવશે નવી પોલીસી- પીએસઇ માટે નવી પોલીસી લાવાવમાં આવશે. આમાં સ્ટ્રેટેજિક સેકટર્સની લિસ્ટમાં પબ્લિક ઇન્ટરેસ્ટ માટે પીએસઈની હાજરીને નોટિફઆઇ કરવામાં આવશે. સ્ટ્રેટેજિક સેકટર્સમાં ઓછામાં ઓછી એક એન્ટરપ્રાઇઝ પબ્લિક સેક્ટરમાં હોવી જોઇએ. સાથે જ પ્રાઇવેટ સેક્ટરને પણ મંજૂરી આપવામાં આવશે. અન્ય સેક્ટરમાં પીએસઇ પ્રાઇવેટાઇઝડ હશે. વેસ્ટફૂલ એડમિન કોસ્ટને ઓછો કરવા માટે સ્ટ્રેટેજિક સેકટર્સમાં સાર્વજનિક એન્ટરપ્રાઇઝની સંખ્યા સામાન્ય રીતે 1થી 4 રહેશે.  2. એનસીડીને લિસ્ટ કરાવનારી કંપનીઓને લિસ્ટેડ કંપનીઓ માનવામાં નહીં આવે. નાના ટેકનીકલ અને પ્રક્રિયાત્મક ચૂકોને અપરાધીકરણની યાદીમાંથી નીકળવામાં આવી રહ્યાં છે. કમ્પાઉન્ડેબલ ઓફિન્સેઝનાં અંતર્ગત 18 સેક્શનની મર્યાદા વધારીને 58 કરી દીધી છે. 7ને સંપૂર્ણ રીતે ડ્રોપ કરાયા છે જ્યારે 5ને ઓલ્ટરનેટિવ ફ્રેમ વર્ક અંતર્ગત લેવામાં આવશે.

  3. કોરનાને કારણે ડૂબનારી કંપનીઓ પર IBC માં કાર્યવાહી નહીં થાય. MSMEsનાં ઇનસોલ્વેન્સી નિયમોમાં ઢીલ આપવામાં આવી છે. આની મર્યાદા 1 લાખથી 1 કરોડ કરી દેવામાં આવી છે. એક વર્ષ માટે દેવાળીયા પ્રક્રિયાને રોકવામાં આવી છે. કંપની એક્ટમાં બદલાવ કરવામાં આવ્યાં છે. કેન્દ્ર સરકારને કોવિડ 19 સંબંધી દેવાને ડિફોલ્ટની શ્રેણીથી બહાર રાખવાનો અધિકાર આપવામાં આવ્યો છે.

  4. પીએમ-ઇ વિદ્યાને તરત આધાર પર લોન્ચ કરવામાં આવશે. જેમાં રાજ્ય તથા કેન્દ્રશાસિત પ્રદેશોમાં સ્કૂલ માટે દીક્ષા પોગ્રામ હશે. આ વન નેશન, વન ડિજિટલ પ્લેટફોર્મ હશે. 1થી 12મા ધોરણ સુધી પ્રતિ ક્લાસ એક ટીવી ચેનલ હશે. રેડિયો, પોડકાસ્ટ, કોમ્યુનિટી રેડિયોનો આમાં ઉપયોદ કરાશે. દિવ્યાંગો માટે પણ એક ખાસ પ્રોગ્રામ તૈયાર કરવામાં આવશે. ટોપ 100 વિશ્વવિદ્યાલયોને ઓનલાઇન કોર્સની શરૂઆત માટે 30 મે સુધી મંજૂરી આપવામાં આવશે. સાઇક્લોજી સપોર્ટ માટે પણ પોગ્રામ હશે.

  5. રોજગાર માટે આપ્યા 40 હજાર કરોડ રૂપિયા - મનરેગા અંતર્ગત સરકાર 40 હજા કરોડ રૂપિયા આપશે. આનાથી આશરે 300 કરોડ પર્સન ડેઝ જનરેટ કરવામાં મદદ મળશે.

  આ પણ વાંચો - મનરેગા માટે 40 હજાર કરોડ રૂપિયાની જાહેરાત, ગામોમાં પ્રવાસી શ્રમિકોને મળી શકશે કામ

  6. સ્વાસ્થ્ય કર્મીઓ માટે 50 લાખ રૂપિયાનો વીમો- છેલ્લા બે મહિનામાં હેલ્થ સંબંધી કદમોમાં રાજ્યોમાં 4113 કરોડ રૂપિયા આપ્યા છે.

  7. રાજ્યો માટે મોટી જાહેરાત - 2020-21 માટે રાજ્યોની નેટ બોરોઇંગ સીલીંગ 6.41 લાખ કરોડ રૂપિયા છે. જેમાં 75 ટકા માર્ચ 2020માં કેન્દ્ર દ્વારા ઓથોરાઇઝ્ડ કરવામાં આવ્યા છે. હાલનો સમય જોતા રાજ્યોની અપીલને ધ્યાનમાં રાખીને આ લિમિટને 5 ટકા કરવાનો નિર્ણય કર્યો છે.

  આ પણ જુઓ - 
  First published:May 17, 2020, 13:16 pm

  ટૉપ ન્યૂઝ