Home /News /business /

નવા વર્ષની ભેટ: 5 વર્ષમાં 102 લાખ કરોડના ઇન્ફા પ્રોજેક્ટ્સ પુરા કરશે સરકાર

નવા વર્ષની ભેટ: 5 વર્ષમાં 102 લાખ કરોડના ઇન્ફા પ્રોજેક્ટ્સ પુરા કરશે સરકાર

વિત્ત મંત્રી નિર્મલા સીતારમણ

છેલ્લા 6 વર્ષમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર 51 લાખ કરોડ રુપિયા ખર્ચ થયા - નિર્મલા સીતારમણ

    નવી દિલ્હી : વિત્ત મંત્રી (Finance Minister)નિર્મલા સીતારમણે આ વર્ષની અંતિમ પ્રેસ કોન્ફરન્સમાં 102 લાખ કરોડ રુપિયાના નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ (NIP)ની જાહેરાત કરી છે. વિત્ત મંત્રીએ કહ્યું હતું કે સરકારનો 5 વર્ષમાં 5 લાખ કરોડ રુપિયા નિવેશનો લક્ષ્યાંક છે. જેનાથી 2025 સુધી ભારતને 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનવામાં મદદ મળશે.

    વિત્ત મંત્રીએ કહ્યું હતું કે પરિણામ પર પહોંચતા પહેલા લગભગ 70 સ્ટેકહોલ્ડર્સ સાથે ચર્ચા કરવામાં આવી અને પ્રોજેક્ટ્સને ફાઇનલ કરવામાં આવ્યા છે. છેલ્લા 4 મહિનામાં 70 બેઠક થઈ છે. જેમાં 102 લાખ કરોડ રુપિયાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ પર ચર્ચા થઈ છે.

    6 વર્ષમાં 51 લાખ કરોડ રુપિયા ખર્ચ થયા
    નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે છેલ્લા 6 વર્ષમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર 51 લાખ કરોડ રુપિયા ખર્ચ થયા છે. જે જીડીપીના 5-6 ટકા છે. જેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનું યોગદાન છે.

    વિત્ત મંત્રીના મતે NIP પ્રમાણે 25 લાખ કરોડ રુપિયા એનર્જી પ્રોજેક્ટ પર 20 લાખ કરોડ રુપિયા રસ્તા અને લગભગ 14 લાખ કરોડ રુપિયા રેલવે પ્રોજેક્ટ માટે નક્કી કરાયા છે. જેમાં પ્રોજેક્ટ સેક્ટરનું નિવેશ 25-25 ટકા હશે. બાકી નિવેશ એનઆઈપી ઇન્વેસ્ટમેન્ટ, કેન્દ્ર અને રાજ્ય સરકાર કરશે. વિત્ત મંત્રીએ કહ્યું હતું કે પાવર, રેલવે, શહેરી સિંચાઇ, મોબિલિટી, શિક્ષા અને સ્વાસ્થ્ય પર ખર્ચ થશે.

    2020ના મધ્યમાં સરકાર ગ્લોબલ ઇન્વેસ્ટર્સ મીટનું આયોજન કરશે. જેમાં વેપારીઓને વૈશ્વિક માહોલમાં વેપાર કરવાની સુવિધા મળશે.

    કયા પ્રોજેક્ટ પર કેટલો ખર્ચ થશે
    સીતારમણે કહ્યું હતું કે 2.5 લાખ કરોડ રુપિયા પોર્ટ અને એરપોર્ટ પ્રોજેક્ટ્સ પર 3.2 લાખ કરોડ રુપિયા આઈટેંડિફાઇડ ડિજિટલ ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ પર 16 લાખ કરોડ રુપિયા સિંચાઇ, ગ્રામીણ, એગ્રી અને ફુડ પ્રોસેસિંગ પ્રોજેક્ટ્સ અને 16 લાખ કરોડ રુપિયાથી વધારે ઇન્ફા પ્રોજેક્ટ (જેમાં મોબિલિટી પ્રોજેક્ટ સામેલ છે) પર ખર્ચ થશે.
    Published by:Ashish Goyal
    First published:

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन