કંપનીઓને ટૅક્સમાં મોટી છૂટ આપવાની નાણામંત્રીની જાહેરાત

News18 Gujarati
Updated: September 20, 2019, 12:29 PM IST
કંપનીઓને ટૅક્સમાં મોટી છૂટ આપવાની નાણામંત્રીની જાહેરાત
નિર્મલા સીતારમણ (ફાઇલ તસવીર)

નાણા મંત્રી નિર્મલા સીતારમણે કંપનીઓને મોટી રાહત આપતાં કૉર્પોરેટ ટૅક્સમાં ઘટાડવાનો પ્રસ્તાવ કર્યો છે

  • Share this:
નવી દિલ્હી : નાણા મંત્રી (Finance Minister) નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman)એ કંપનીઓને મોટી રાહત આપતાં કૉર્પોરેટ ટૅક્સ (Corporate Tax) ઘટાડવાનો પ્રસ્તાવ કર્યો છે. આ સ્થાનિક કંપનીઓ અને નવી કંપનીઓ માટે છે. તેને વટહુકમ બહાર પાડીને કરવામાં આવશે. નાણા મંત્રીએ કહ્યું છે કે કોઈ છૂટ વગર ઇનકમ ટૅક્સ 22 ટકા હશે. તેની સાથે જ મૅન્યુફેક્ચરિંગ કંપનીઓ માટે ટૅક્સ ઘટશે. GST કાઉન્સિલની ગોવામાં યોજાનારી બેઠક પહેલા નાણા મંત્રી નિર્મલા સીતારમણ (Finance Minister Nirmala Sitharaman Press Conference)એ મીડિયાને સંબોધિત કર્યું.

>> કૉર્પોરેટ ટૅક્સમાં ઘટાડો નવી મેન્યુફેક્ચરિંગ કંપનીઓ પર લાગુ થશે. કંપનીઓ હવે છૂટ વગર 22 ટકા કોર્પોરેટ ટૅક્સ આપવો પડશે. સરચાર્જની સાથે ટૅક્સનો પ્રભાવી દર 25.17 ટકા હશે.

>> નાણા મંત્રીએ કહ્યું કે, ઓક્ટોબર 2019 બાદ બનેલી કંપનીઓને 15 ટકા ટૅક્સ આપવો પડશે. તેની પર ટૅક્સનો પ્રભાવી દર 17.01 ટકા હશે. જે કંપનીઓ કોઈ છૂટનો ફાયદો નહીં લે તેના માટે મિનિમમ અલ્ટરનેટ ટૅક્સના દર ઘટાડવામાં આવ્યા છે. સરકારે નવી મૅન્યુફેક્ચરિંગ કંપનીઓને મેટ આપવાની પણ છૂટ આપવામાં આવી છે.

>> લિસ્ટેડ કંપનીઓ જેઓએ 5 જુલાઈ 2019 પહેલા બાયબેકની જાહેરાત કરી છે તેમના બાયબેક પર ટૅક્સ નહીં આપવો પડે. સીઆરઆરમાં થનારા 2 ટકા ખર્ચને ઇનક્યૂબેટર્સ પર ખર્ચ કરી શકાશે.

>> નાણા મંત્રીએ જણાવ્યું કે, કોર્પોરેટ ટૅક્સ ઘટાડાથી સરકારને દર વર્ષે 1.45 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થશે.

આ પણ વાંચો, બદલાયો ઝીરો બેલેન્સ બૅન્ક ખાતાનો નિયમ, મફતમાં મળશે આ સુવિધા

નોંધનીય છે કે, ગુરુવારે પણ નાણા મંત્રીએ સરકારી બેંકોના પ્રમુખો સાથે ક્રેડિટ ગ્રોથ વધારવા માટે બેઠક કરી હતી. ત્યારબાદ તેઓએ MSMEને કોઈ પણ લૉન માર્ચ 2020 સુધી NPA નહીં જાહેર કરવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત નાણા મંત્રીએ કહ્યું કે, NBFCsની સ્થિતિ સુધરી રહી છે. દેશમાં લૉન લેવા માટે લોકો વધુથી વધુ આગળ આવે. બેંક 400 જિલ્લાઓમાં લૉન મેળા યોજશે.

આ પણ વાંચો, આર્થિક સુસ્તીના સમયમાં આ સરકારી કંપની આપી રહી છે 9,000 લોકોને નોકરી
First published: September 20, 2019, 11:03 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading