દેશની અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા સરકારે બતાવ્યો નવો પ્લાન

અર્થવ્યવસ્થાની ખરાબ હાલત જોવા વિત્ત મંત્રી નિર્મલા સીતારમણે શુક્રવારે પ્રેસ કોન્ફરન્સ કરી

અર્થવ્યવસ્થાની ખરાબ હાલત જોવા વિત્ત મંત્રી નિર્મલા સીતારમણે શુક્રવારે પ્રેસ કોન્ફરન્સ કરી

 • Share this:
  નવી દિલ્હી : અર્થવ્યવસ્થાની ખરાબ હાલત જોવા વિત્ત મંત્રી નિર્મલા સીતારમણે શુક્રવારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન સૌથી પહેલા મુખ્ય આર્થિક સલાહકાર કે.વી. સુબ્રમણ્યમે ખપત અને રોકાણને લઈને સરકાર દ્વારા ઉઠાવેલા કામ વિશે જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે છેલ્લા કેટલાક સમયમાં સરકારના આર્થિક રિફોર્મની શું અસર રહી છે.

  કે.વી.સુબ્રમણ્યમે કહ્યું હતું કે અર્થવ્યવસ્થાને બૂસ્ટ કરવા માટે સરકાર વિનિવેશ પર ફોક્સ કરી રહી છે. ગેર બેન્કિંગ વિત્તિય કંપનીઓ (NBFC) અને હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ (HFC)ને સપોર્ટ કરવા માટે સરકારે 4.47 લાખ કરોડ રુપિયાની મદદ કરી છે.

  તેમણે કહ્યું હતું કે RBI ગાઇડલાઇન્સ જાહેર થયા પછી પબ્લિક સેક્ટર બેન્કોને રેપો લિંક્ડ પ્રોડક્ટ્સ (Repo Linked Products)જારી કર્યા છે. નવેમ્બર મહિના સુધી 70 હજાર કરોડ રુપિયાના 8 લાખ લોન જારી કરવામાં આવ્યા છે.

  આ પણ વાંચો - 1 ફેબ્રુઆરી, 2020ના રોજ રજૂ થઈ શકે છે બજેટ, ઇનકમ ટેક્સમાં ઘટાડાની શક્યતા

  બે મહિનામાં સરકારે 7657 કરોડ રુપિયાના 17 પ્રસ્તાવોને મંજૂરી આપી છે. સાથે સરકારી કંપનીઓના 61,000 કરોડ રુપિયા બારી રકમનને સરકારે ક્લિયર કરી દીધી છે. તેમણે જણાવ્યું હતું કે કોર્પોરેટ ટેક્સ રેટમાં ઘટાડા પછી ભારત વૈશ્વિક સ્તર પર વધારે પ્રતિસ્પર્ધી છે. સરકાર દ્વારા કરેલા રિફોર્મ્સના કારણે 2019ના પ્રથમ ક્વાર્ટરમાં એફડીઆઈ ઇનફ્લો વધીને 35 અબજ ડોલરને પાર કરી ચૂક્યું છે.

  સુબ્રમણ્યમે કહ્યું હતું કે ક્રેડિટ રેટિંગ એજન્સીઓના નિયમ સખત કરી દેવામાં આવ્યા છે. માર્કેટ રેગ્યુલેટર SEBIએ 5 નવેમ્બરે FPI માટે KYC નોર્મ્સમાં ઘણા ફેરફાર કર્યા છે. RBIએ GIFT-IIFSCમાં ડોલર-રુપિયામાં ડેરિવેટિવ ટ્રેડિંગની મંજૂરી આપી છે. વર્લ્ડ બેન્કની ઇજ ઓફ ડૂઈંગ બિઝનેસમાં ભારત 63માં સ્થાને પહોંચી ગયું છે.
  Published by:Ashish Goyal
  First published: