નવી દિલ્હીઃ નાણા મંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) આજે એટલે કે પહેલી ફેબ્રુઆરીએ નાણાકીય વર્ષ 2021-22 માટે દેશનું જનરલ બજેટ (Union Budget 2021) રજૂ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ના નેતૃત્વવાળી NDA સરકાર હેઠળ ભારતના નાણા મંત્રીના રૂપમાં નિર્મલા સીતારમણનું આ ત્રીજું બજેટ હશે. શુક્રવારે નાણા મંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં આર્થિક સર્વે 2021 (Economic Survey 2021) રજૂ કર્યો હતો. આવો આપને જણાવીએ કે તમે આ વખતે બજેટની કેવી રીતે લાઇવ જોઈ શકો છો અને કેટલા વાગ્યાથી ભાષણ શરૂ થશે...
મંત્રાલયે ટ્વીટ કરીને આપી જાણકારી
>> નાણા મંત્રાલયે એક ટ્વીટમાં કહ્યું કે, કેન્દ્રીય બજેટ 1 ફેબ્રુઆરીએ સવારે 11 વાગ્યે રજૂ કરવામાં આવશે. Youtube પર બજેટ ભાષણ માટે આ લિંક https://www.youtube.com/watch?v=Q9wNIyLdZLo&feature=youtu.be પર ક્લિક કરો.
>> આ ઉપરાંત ટ્વીટપર પર અપડેટ માટે આ લિંક https://twitter.com/FinMinIndia પર ક્લિક કરો.
>> ફેસબુક પર અપડેટ માટે આ લિંક https://www.facebook.com/finmin.goi/ પર ક્લિક કરો.
સરકારે બજેટ માટે લૉન્ચ કરી એપ
કોરોનાને જોતાં સરકારે આ વખતે બજેટને સમગ્ર પણે પેપરલેસ રાખ્યું છે અને સામાન્ય જનતા સુધી તેને પહોંચાડવા માટે એક એપ લૉન્ચ કરી છે, જેની મદદથી તમે બજેટથી જોડાયેલી તમામ અપડેટ મેળવી શકો છો. આ એપનું નામ “Union Budget Mobile App” રાખવામાં આવ્યું છે. Union Budget Mobile App હિન્દી અને અંગ્રેજી બંને ભાષામાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
એન્ડ્રોઇડ યૂઝર તેને ગૂગલ પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરી શકે છે. બીજી તરફ iOS ડિવાઇસ જેમ કે iPhone અને iPadનો ઉપયોગ કરનારા યૂઝર તેને એપ સ્ટોરથી ડાઉનલોડ કરી શકો છો. આ ઉપરાંત એપને યૂનિયન બજેટ વેબ પોર્ટલ www.indiabudget.gov.in થી પણ ડાઉનલોડ કરી શકાય છે.
જો તમે બજેટ ભાષણને લાઇવ જોવા માંગો છો તો તમે તેને ટીવીની સાથે પોતાના મોબાઇલ પર લાઇવ પણ જોઈ શકો છો. તેના માટે આપને લોકસભાની વેબસાઇટ https://loksabhatv.nic.in/ પર જવાનું રહેશે. જાણકારી માટે જણાવી દઈએ કે નાણા મંત્રી દ્વારા યૂનિયન બજેટના ભાષણની શરૂઆત 11 વાગ્યાથી થશે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર