કોરોનાને પગલે GST કલેક્શન ખરાબ રીતે પ્રભાવિત, 2.35 લાખ કરોડનું નુકસાન : કેન્દ્ર સરકાર

કોરોનાને પગલે GST કલેક્શન ખરાબ રીતે પ્રભાવિત, 2.35 લાખ કરોડનું નુકસાન : કેન્દ્ર સરકાર
નિર્મલા સીતારમણ

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં જીએસટી પરિષદની 41મી બેઠક વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી મળી હતી.

  • Share this:
    નવી દિલ્હી : આજે જીએસટી પરિષદ (Goods and Services Tax Council Meeting)ની એક બેઠક નવી દિલ્હી (New Delhi) ખાતે મળી હતી. બેઠક પૂર્ણ થયા બાદ સરકારે કહ્યું છે કે કોરોના મહામારી (Corona Pandemic)ને કારણે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ના કલેક્શનમાં ખૂબ મોટો ઘટાડો આવ્યો છે. નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન જીએસટી કલેક્શનમાં 2.35 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.

    જીએસટી પરિષદની બેઠક બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યુ કે સરકારે નાણાકીય વર્ષ 2019-2020 માટે રાજ્યોને જીએસટીની ક્ષતિપૂર્તિના રૂપમાં 1.65 લાખ કરોડ રૂપિયા જાહેર કર્યા છે. જેમાં માર્ચના 13,806 કરોડ રૂપિયા પણ સામેલ છે. તેમણે કહ્યુ કે જીએસટી ક્ષતિપૂર્વ માટે એકત્રિક ઉપકર (સેસ) 95,444 કરોડ રૂપિયા હતા, જ્યારે રાજ્યોનો 1.65 લાખ કરોડ રૂપિયાની ચૂકવણી કરવામાં આવી છે.



    સૂત્રોના જણાવ્યા પ્રમાણે કેન્દ્ર સરકારે રાજ્યોને આવકની કમી પૂરી કરવા માટે બજારમાંથી લોન લેવાનું કહ્યું છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં જીએસટી પરિષદની 41મી બેઠક વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી યોજવામાં આવી હતી. આ બેઠકમાં દરેક રાજ્યના પ્રતિનિધિ સામેલ હતા. બેઠકમાં રાજ્યને આવકની કમી પૂરી કરવા અંગે ચર્ચા થઈ હતી. કૉંગ્રેસ અને અન્ય નેશનલ ડેમોક્રેટિક એલાઇન્સ દળો એવી માગણી કરી રહ્યા છે કે નુકસાનની કમી પૂરી કરવાનો કેન્દ્ર સરકારની બંધારણીય જવાબદારી છે. જ્યારે કેન્દ્ર સરકારે કાયદાકીય સલાહનો હવાલો આપીને કહ્યું છે કે જો ટેક્સ કલેક્શનમાં જ ઘટાડો થાય તો આવી કોઈ શરતનું પાલન ન કરી શકાય.
    Published by:Vinod Zankhaliya
    First published:August 27, 2020, 17:46 pm