અર્થતંત્રને પાટે ચડાવવા નાણા મંત્રી આજે કરી શકે છે મોટી જાહેરાત

News18 Gujarati
Updated: September 14, 2019, 11:32 AM IST
અર્થતંત્રને પાટે ચડાવવા નાણા મંત્રી આજે કરી શકે છે મોટી જાહેરાત
ન્યૂઝ18 ક્રિએટિવ

નાણા મંત્રી (Finance Minister) નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) ઑટોમોબાઇલ, એનબીએફસી, બેન્કિંગ, રિયલ એસ્ટેટ સહિત સેક્ટરો માટે મોટી જાહેરાત કરી શકે છે.

  • Share this:
મંદીને લઈને છેલ્લા કેટલાક દિવસોથી ટીકાનો સામનો કરી રહેલી કેન્દ્ર સરકાર હવે આ બાબતે કમર કસી રહી છે. અર્થતંત્રને પાટા પર લાવવા માટે આજે મોદી સરકાર (Modi Government) ફરી એકવાર અગત્યની જાહેરાત કરી શકે છે. નેશનલ મીડિયા સેન્ટરમાં આજે નાણા મંત્રી (Finance Minister) નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) અનેક મહત્વની જાહેરાત કરી શકે છે. આ વાતની માહિતી પીઆઈબીએ ટ્વિટ કરીને આપી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન નાણા મંત્રી ઓટોમોબાઇલ (Automobile), એનબીએફસી (NBFC), બેન્કિંગ (Banking), રિયલ એસ્ટેટ (Real Estate) અને અન્ય ક્ષેત્ર માટે મોટી જાહેરાત કરી શકે છે. આ ઉપરાંત નાણા મંત્રી CBDT દ્વારા નૉટિફાય ફેસલેસ અસેસમેન્ટની પણ જાહેરાત કરી શકે છે.

નોંધનીય છે કે છેલ્લા થોડા દિવસોમાં મંદ પડી ગયેલા ક્ષેત્રો વિશે નાણા મંત્રી અગત્યની જાહેરાતો કરી ચુક્યા છે. જેમાં જીએસટી રિફંડ (GST Refund), બેંકોને રૂ. 70 હજાર કરોડ રૂપિયાની આર્થિક મદદ, ઓટો ઇન્ડસ્ટ્રીઝ માટે રાહત જેવી જાહેરાતોનો સમાવેશ થાય છે. શેરબજારની સ્થિતિને વધારે મજબૂત કરવા માટે નાણા મંત્રીએ ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ (FPI) અને ઘરેલૂ સંસ્થાગત રોકાણકારો (Domestic institutional investors) પર સરચાર્જને પણ ખતમ કરી નાખ્યો છે.

નોંધનીય છે કે અર્થતંત્રની સુસ્તીને લઈને વિપક્ષ પણ સરકાર પર પ્રહારો કરી રહ્યું છે. પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે કહ્યું છે કે કેન્દ્ર સરકારે જે રીતે નોટબંધી અને જીએસટી જેવી નીતિઓ લાવવાનું કામ કર્યું છે તેનાથી જ અર્થતંત્ર પાટા પરથી ઉતરી ગયું છે. તેમણે કહ્યુ કે સરકાર એવું પણ સ્વીકારવા તૈયાર નથી કે દેશનું અર્થતંત્ર સંકટમાં છે. પૂર્વ વડાપ્રધાને મોદી સરકારને સલાહ આપી છે કે વર્તમાનપત્રોના સમાચારોમાંથી બહાર નીકળીને આર્થતંત્રના પડકારો સામે લડવા માટે જરૂરી પગલાં ભરવામાં આવે.
First published: September 14, 2019, 11:31 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading