નાણા મંત્રીની જાહેરાત, બીજી બેંકના ATMમાંથી પૈસા કાઢવા પર કોઈ ચાર્જ નહીં લાગે

News18 Gujarati
Updated: March 24, 2020, 3:56 PM IST
નાણા મંત્રીની જાહેરાત, બીજી બેંકના ATMમાંથી પૈસા કાઢવા પર કોઈ ચાર્જ નહીં લાગે
નાણાં મંત્રીએ પ્રેસ કોન્ફરન્સ કરી આ જાહેરાત કરી

GST રિટર્ન ફાઇલ કરવાની તારીખ વધારીને 30 જૂન 2020 કરી

  • Share this:
નવી દિલ્હી : કોરોના વાયરસની (Coronavirus)અસરથી નિપટવા માટે વિત્ત મંત્રી (Finance Minister)નિર્મલા સીતારમણે નાણાંકીય વર્ષ 2018-19 માટે ઇન્કમ ટેક્સ રિટર્નની ડેડલાઇન વધારીને 30 જૂન 2020 કરી દીધી છે. આ સાથે 30 જૂન સુધી ડિલેડ પેમેન્ટનો વ્યાજ દર 12 ટકાથી ઘટાડીને 9 ટકા કરી દીધો છે. આ સાથે ટીડીએસનો ડિપોઝિટ માટે વ્યાજ દર 18 ટકાથી ઘટાડીને 9 ટકા કરી દીધો છે. ટીડીએસ ફાઇલિંગની અંતિમ તારીખ 30 જૂન 2020 જ રહેશે. નાણાં મંત્રીએ પ્રેસ કોન્ફરન્સ કરી આ જાહેરાત કરી હતી.

વિત્ત મંત્રીએ પ્રેસ કોન્ફરન્સમાં આધાર-પાન કાર્ડ લિંક કરવાની ડેડલાઇન પણ વધારીને 30 જૂન 202 કરવાનો નિર્ણય કર્યો છે. આ પહેલા આધારને પાન કાર્ડથી લિંક કરવાની અંતિમ તારીખ 31 માર્ચ 2020 હતી. આ ઉપરાંત વિવાદથી વિશ્વાસ સ્કીમની સમયસીમા વધારીને 30 જૂન 2020 કરવાનો નિર્ણય કર્યો છે. સાથે સબકા વિશ્વાસ સ્કીમની તારીખ પણ વધારીને 30 જૂન 2020 કરી દીધી છે.

આ પણ વાંચો - દેશને મળી પ્રથમ COVID-19 ડેડિકેટેડ હોસ્પિટલ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે કરી મદદ

નિર્મલા સીતારમણે કહ્યું હતું કે 3 મહિના સુધી ડેબિટ કાર્ડથી અન્ય બેન્કોના ATMથી પૈસા કાઢવા પર કોઈ ચાર્જ લાગશે નહીં. આ સિવાય બેંક ખાતામાં મિનિમમ બેલેન્સ મેન્ટેઈન કરવાનું ફરજીયાત રહેશે નહીં. મિનિમમ બેલેન્સ મેન્ટેઇન કરવા પર લાગતો ચાર્જ ખતમ કરી દીધો છે.

GST રિટર્નની તારીખ વધી
વિત્ત મંત્રીએ GST રિટર્ન ફાઇલ કરવાની તારીખ વધારીને 30 જૂન 2020 કરી દીધી છે. સરકારે માર્ચ, એપ્રિલ મે મહિનાની જીએસટી રિટર્ન ફાઇલ કરવાની તારીખ વધારી છે. આ સાથે નાના વેપારીઓને રાહત આપવામાં આવી છે. 5 કરોડ રુપિયા સુધીના ટર્નઓવરવાળા વેપારીઓ પાસે લેટ ફી લેવામાં આવશે નહીં. જોકે 5 કરોડથી વધારે ટર્નઓવર પર 9 ટકા લેટ ફી લેવામાં આવશે.કંપનીઓને બોર્ડ મિટિંગ પર રાહત
સરકારે કોરોના વાયરસના કારણે કંપનીઓની બોર્ડ મિટિંગ પર મોટી રાહત આપી છે. વિત્ત રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે કંપનીઓને બોર્ડ મિટિંગ માટે 60 દિવસની રાહત આપવામાં આવી છે. કોરાનાના કારણે કંપનીઓ બોર્ડ મિટિંગ કરી શકતી નથી.
First published: March 24, 2020, 3:47 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading