નાણા મંત્રી 11 વાગ્યે કરશે પ્રેસ કોન્ફરન્સ! થઈ શકે છે અનેક મોટી જાહેરાત

News18 Gujarati
Updated: May 17, 2020, 12:56 PM IST
નાણા મંત્રી 11 વાગ્યે કરશે પ્રેસ કોન્ફરન્સ! થઈ શકે છે અનેક મોટી જાહેરાત
નાણા મંત્રી નિર્મલા સીતારમણ અત્યાર સુધી રાહત પેકેજના ચાર ચરણોની જાહેરાત કરી ચૂક્યા છે

નાણા મંત્રી નિર્મલા સીતારમણ અત્યાર સુધી રાહત પેકેજના ચાર ચરણોની જાહેરાત કરી ચૂક્યા છે

  • Share this:
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister of India Narendra Modi) દ્વારા 20 લાખ કરોડ રૂપિયાના પેકેજની વિસ્તૃત જાણકારી આપવા માટે નાણા મંત્રી નિર્મલા સીતારમણ (Finance Minister Nirmala Sitharaman) 11 વાગ્યે ફરી પ્રેસ કોન્ફરન્સ કરશે. નોંધનીય છે કે નાણા મંત્રી અત્યાર સુધી આ પેકેજના ચાર ચરણોની જાહેરાત કરી ચૂક્યા છે. શનિવારે જાહેર કરતાં ચોથા ચરણના રાહત પેકેજમાં એવિએશન સહિત અનેક સેક્ટર્સ માટે જાહેરાત કરવામાં આવી હતી.

શનિવારે જાહેર થયો ચોથો હપ્તો – સ્પેસના ક્ષેત્રમાં ભારતે છેલ્લા અનેક વર્ષમાં સારું કામ કર્યું છે. ખાનગી ક્ષેત્રને ભાગીદારીની તક આપવામાં અવશે. ખાનગી સેક્ટર ઇસરોની સુવિધાઓ લઈ શકશે. નવા ગ્રહોની શોધ કે અંતરિક્ષ યાત્રામાં ખાનગી ક્ષેત્ર વધીને આગળ આવશે, આ આપણો પ્રયાસ રહેશે. 30 ટકા કેન્દ્ર અને 30 ટકા રાજ્ય સરકારો વાયબિલિટી ગેપ ફન્ડિંગમાં આપશે. પરંતુ બાકી ક્ષેત્રમાં 20-20 ટકા જ રહેશે. તેના માટે લગભગ 8100 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવે છે.

આ પણ વાંચો, Airtelનો 100 રૂપિયાથી પણ સસ્તો પ્લાન! મળે છે અનલિમિટેડ કૉલિંગ અને ડેટા પણ

પાવર સેક્ટરમાં કેટલાક ફેરફાર થશે. વપરાશકર્તાઓને તેના અધિકાર, પર્યાપ્ત વીજળી હશે, વીજળી કંપનીઓનું નુકસાન વપરાશકર્તાઓને નહીં સહન કરવો પડે. વીજળી ઉત્પાદનને વધારવામાં આવશે. પાવર જનરેશન કંપનીઓમાં પ્રતિસ્પર્ધા વધશે. તેની પસંદગી પણ તે જ આધાર પર હશે, જેનાથી સારી સુવિધાઓ આપી શકે. યૂનિયન ટેરેટરીમાં પાવર ડિસ્કોમનું ખાનગીકરણ પહેલા થશે. જણાવ્યા વગર વીજળી કપાઈ જાય છે તો કંપની પર દંડ લાગશે.

આ પણ વાંચો, કોણ છે સુમન કુમાર જેમણે વિજય માલ્યાને ધૂળ ચટાડી? ભારતને અપાવી મોટી સફળતા
First published: May 17, 2020, 8:23 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading