નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું, 'ઓટો સેક્ટરની મંદી માટે Ola, Uber જવાબદાર'

News18 Gujarati
Updated: September 11, 2019, 7:36 AM IST
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું, 'ઓટો સેક્ટરની મંદી માટે  Ola, Uber જવાબદાર'
નાણામંત્રી નિર્મલા સિતારમણ

સીતારમણે કહ્યું કે, ઓટો ઈન્ડસ્ટ્રીઝ પર BS6 અને મિલેનિયલ્સ માઈન્ડસેટના કારણે મંદી નડી છે. નવા જમાનાના લોકો ગાડીઓ ખરીદવાને બદલે ઓલા-ઉબેરનો ઉપયોગ કરી રહ્યા છે

  • Share this:
નાણામંત્રી નિર્મલા સીતારમણે ઓટો સેક્ટરમાં ચાલી રહેલી મંદીને લઈ મોટું નિવેદન આપ્યું છે. તેમણે ગાડીઓના વેચાણના ઘટાડા માટે Ola, Uberને જવાબદાર ગણાવ્યું છે. નાણામંત્રીએ કહ્યું કે, ઓટો ઈન્ડસ્ટ્રીઝ પર BS6નો પ્રભાવ પડી રહ્યો છે. તેમણે કહ્યું કે, BS6 ટેક્નોલોજી અને ઓલા-ઉબેરનો ઉપયોગ વધવાના કારણે નવા વાહન નથી ખરીદવામાં આવી રહ્યા. આ ઓટો સેક્ટરમાં મંદી માટેનું સૌથી મોટુ કારણ છે.

ન્યૂઝ એજન્સી એએનઆઈ અનુસાર, સીતારમણે કહ્યું કે, ઓટો ઈન્ડસ્ટ્રીઝ પર BS6 અને મિલેનિયલ્સ માઈન્ડસેટના કારણે મંદી નડી છે. નવા જમાનાના લોકો ગાડીઓ ખરીદવાને બદલે ઓલા-ઉબેરનો ઉપયોગ કરી રહ્યા છે. વ્હીકલ મેન્યુફેક્ચરિંગ કંપનીઓના સંગઠન SIAM અનુસાર, ઓટો સેક્ટરનું સેલ્સ ઓગસ્ટમાં 41.09 ટકા નીચુ ગયું છે. નરેન્દ્ર મોદી સરકારના 100 દિવસોમાં લેવામાં આવેલા નિર્ણય અને તેની એસરના અવસર પર ફાયનાન્સ મિનિસ્ટરે ઓટો સેક્ટરમાં મંદીના કારણ પર ચર્ચા કરી. ગત વર્ષે સુપ્રીમ કોર્ટે ચૂકાદો આપ્યો હતો કે, 1 એપ્રિલ 2020થી ભારત ગેસ (BS)IVવાળી ગાડીઓનું વેચાણ નહીં થાય.

સાથે જ નિર્મલા સિતારમણે એ વાતના પણ સંકેત આપ્યા કે, અગામી દિવસોમાં ઓટો સેક્ટરને વધુ રાહત મળી શકે છે. તેમણે કહ્યું કે, ઓટો કમ્પોનેટ્સ માટે ઈન્ડસ્ટ્રીઝથી મળેલી ભલામણો પર કામ ચાલુ છે. ઓટો ઈન્ડસ્ટ્રી GST દરોમાં પણ કટોતીની માંગ કરી રહ્યું છે. પરંતુ જીએસટી મુદ્દે જીએસટી કાઉન્સીલ નિર્ણય લેશે. ઓટો અને ઓટો કમ્પોનેન્ટ માટે કેટલીક ભલામણો પર કામ ચાલુ છે. અમે જાણીએ છીએ કે અમારે પગલા ભરવા પડશે.

22 વર્ષનું સૌથી નીચું વેચાણ
દેશમાં સળંગ 10મા મહિને પેસેન્જર વ્હીકલના વેચાણમાં ઘટાડો નોંધાયો છે. SIAM તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, ઓગસ્ટમાં પેસેન્જર વ્હીકલનું વેચાણ ઓગસ્ટ, 2019માં ગત વર્ષ આ મહિનાની તુનામાં 31.57 ટકા ઘટીને 1, 96, 524 વાહન રહ્યું. ઓગસ્ટ 2018માં 2,87,198 વાહનોનું વેચાણ થયું હતું. ઓટો સેલ્સમાં આવેલી 22 વર્ષની આ સૌથી મોટી ગીરાવટ છે. દેશના ઓટો સેક્ટરની હાલત સળંગ બગડી રહી છે. સિયામ તરફથી જાહેર થયેલા આંકડા અનુસાર, વર્ષ 1997-98 બાદ ઓટો સેલ્સમાં કોઈ પણ મહિનામાં આવેલી અત્યાર સુધીની સૌથી મોટી ગીરાવટ છે. આ દરમિયાન બાઈક વેચાણ પણ 3 વર્ષના નીચલા સ્તર પર આવી ગયું છે.
First published: September 10, 2019, 9:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading