અર્થતંત્રને પાટા પર લાવવા સાંજે 5 વાગ્યે નાણા મંત્રી કરી શકે છે મોટી જાહેરાત

નાણા મંત્રી નિર્મલા સીતારમણ (ફાઇલ તસવીર)

CNBC અવાજના સૂત્રોથી મળેલી જાણકારી મુજબ, દેશના 4 મોટા સેક્ટર્સ માટે રાહત પેકેજની જાહેરાત થઈ શકે છે

 • Share this:
  દેશની અર્થવ્યવસ્થાને પાટા પર લઈ જવા માટે નાણા મંત્રી નિર્મલા સીતારમણ આજે મોટી જાહેરાત કરી શકે છે. ન્યૂઝ એજન્સી રોયટર્સ મુજબ, સાંજે 5 વાગ્યે યોજાનારી પ્રેસ કોન્ફરન્સમાં નાણા મંત્રી રાહત પેકેજને લઈને અનેક જાહેરાતો કરી શકે છે. તેમાં ખાસ કરીને ઓટો અને રિયલ્ટી સેક્ટરને પાટા પર લાવવા માટે જાહેરાત કરવામાં આવી શકે છે.

  CNBC અવાજના સૂત્રોથી મળેલી જાણકારી મુજબ, દેશના 4 મોટા સેક્ટર્સ માટે રાહત પેકેજની જાહેરાત થઈ શકે છે. ખાસ કરીને ફાઇનાન્સિયલ સેક્ટર, એમએસએમઈ, રિયલ એસ્ટેટ, બેંક અને એનબીએફસીને લઈને જાહેરાતની આશા છે.

  આ પણ વાંચો, નીતિ આયોગના ઉપાધ્યક્ષની ચેતવણી! દેશનું અર્થતંત્ર 70 વર્ષમાં સૌથી ખરાબ સમયમાં

  વિદેશી રોકાણકારો માટે શરતો સરળ કરવામાં આવશે

  >> સૂત્રો મુજબ, ફાઇનાન્સિયલ માર્કેટ માટે પણ સરકાર પગલાં ઉઠાવશે અને ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ (FPIs)ને સરચાર્જથી રાહત આપશે.
  >> આપને જણાવી દઈએ કે બજેટમાં નાણા મંત્રી નિર્મલા સીતારમણે વાર્ષિક 2 કરોડ રૂપિયાથી વધુ કમાણી કરનારા લોકો પર સરચાર્જ વધારી દીધો હતો. વિદેશી રોકાણકારો માટે શરતો સરળ કરવામાં આવશે.

  આ પણ વાંચો, મંદીનો માર : પારલે પછી બ્રિટાનિયાએ પણ કહ્યું મંદી છે, ભાવ વધારીશું
  Published by:Mrunal Bhojak
  First published: