સરકારે કંપનીને આપી દિવાળી ગિફ્ટ! ઘટ્યો કોર્પોરેટ ટેક્સ, સરકારની 6 મોટી જાહેરાત

News18 Gujarati
Updated: September 20, 2019, 4:34 PM IST
સરકારે કંપનીને આપી દિવાળી ગિફ્ટ! ઘટ્યો કોર્પોરેટ ટેક્સ, સરકારની 6 મોટી જાહેરાત
કેન્દ્ર સરકારની 6 મોટી જાહેરાત

એક્સપર્ટનું કહેવું છે કે, અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે અને GDP વિકાસ દરની રફ્તારને વધારવા માટે સરકાર તરફથી અત્યાર સુધીમાં ઉઠાવવામાં આવેલુ આ સૌથી મોટુ પગલું છે.

  • Share this:
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે દિવાળી પહેલા કોર્પોરેટ ઈન્ડિયાને મોટી ગિફ્ટ આપી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે ઈન્ડસ્ટ્રી માટે કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. સાથે જ, MAT એટલે કે, મિનિમમ અલ્ટરનેટ ટેક્સ ખતમ કરવાનો નિર્ણય લીધો છે. આ સિવાય કેપિટલ માર્કેટ માટે કેપિટલ ગન ટેક્સ પર વધારવામાં આવેલો સરચાર્જ ઘટાડી દીધો છે. આ નિર્ણયથી મોટાભાગના કોર્પોરેટ્સમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. એક્સપર્ટનું કહેવું છે કે, અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે અને GDP વિકાસ દરની રફ્તારને વધારવા માટે સરકાર તરફથી અત્યાર સુધીમાં ઉઠાવવામાં આવેલુ આ સૌથી મોટુ પગલું છે.

સરકાર તરફથી થઈ 6 મોટી જાહેરાત

1 - કેર્પોરેટ ટેક્સમાં કટોતી - નાણામંત્રી નિર્મલા સિતારમણે મોટી જાહેરાત કરતા કહ્યું કે, કોર્પોરેટ ટેક્સમાં કટોતીનો પ્રસ્તાવ કર્યો છે. આ નાણાકીય વર્ષ 2019-20થી લાગુ થશે. નવા નિર્ણય હેઠળ ઘરેલુ કંપનીઓને 22 ટકાના દરથી ટેક્સની ચૂકવણી કરવી પડશે. તેમાં શરત એ હશે કે, તે કંપનીને કોઈ છૂટ અથવા ઈન્સેટિવનો ફાયદો નહીં મળે. સાથે, હવે ઘરેલુ કંપનીઓ પર પ્રભાવી ટેક્સ રેટ તમામ સરચાર્જ અને સેસ મળીને 25.17 ટકા થશે. હાલનો કોર્પોરેટ ટેક્સ રેટ 30 ટકા છે જે હવે 22 ટકા થઈ જશે. નાણામંત્રીએ કહ્યું કે, કોર્પોરેટ ટેક્સ ઘટાડવા અને અન્ય સુવિધા આપવાથી સરકારના ખજાના પર 1.45 લાખ કરોડનો બોઝો પડશે.

શું થશે અસર - એક્સપર્ટનું કહેવું છે કે, કોર્પોરેટ ટેક્સમાં કટોતીથી કંપનીઓ પર ટેક્સ બોઝ ઘટશે. તેનાથી કંપનીના નફામાં વધારો થશે. સાથે, કંપનીઓ પોતાનું ઈન્વેસ્ટમેન્ટ વધારી શકે છે.

2 - મેન્યુફેક્ચરિંગને બૂસ્ટ - નાણામંત્રીએ મેન્યુફેક્ચરિંગમાં નવા રોકાણને વધારવા માટે અને મેક ઈન ઈન્ડિયાને બૂસ્ટ કરવા માટે નવી જાહેરાત કરી છે. 1 ઓક્ટોબર 2019 બાદ મેન્યુફેક્ચરિંગ કંપની સ્થાપિત કરનારાને 15 ટકાના દરે ટ્ક્સ આપવો પડશે. નવી મેન્યુફેક્ચરિંગ કપંનીઓ પર સેસ અને સરચાર્જ મિલાવી ટેક્સ રેટ 17.01 ટકા થશે. પરંતુ, આ કંપનીઓનું પ્રોડક્શન 31 માર્ચ 2023 પહેલા લાગુ થવું જોઈએ. આ કંપનીઓને પણ મેટમાં રાહત મળશે. આ રીતે નવી મેન્યુફેક્ચરિંગ કંપનીઓ માટે ટેક્સ રેટ 25 ટકાથી ઘટાડી 15 ટકા રહી ગયો છે.

શું થશે અસર - એક્સપર્ટનું કહેવું છે કે, આ નિર્ણયથી ખાસકરીને ચીનની કંપનીઓ પોતાનો પ્લાન્ટ ભારતમાં લગાવી શકે છે. કેમ કે, આ ટેક્સ છૂટ ગણી મોટી છે. મેન્યુફેક્ચરિંગમાં રોકાણ વધવાથી દેશમાં વધારે પૈસો આવશે અને લોકોને રોજગાર મળશે.3 - સરકારે ખતમ કર્યો MAT - નાણામંત્રીએ ઈન્સેટિવ અથવા છૂટનો લાભ આપતી કંપનીઓને રાહત આપવા માટે મિનિમમ અલ્ટરનેટ ટેક્સમાં રાહત આપી છે. તેમણે હવે હાલના 18.5 ટકાના બદલે 15 ટકાના દરે MAT આપવો પડશે. આ સિવાય 22 ટકા ઈનકમ ટેક્સ આપવાવાળી કંપનીઓ અને નવી મેન્યુફેક્ચચિંગ યૂનિટ લગાવનારી કંપનીઓને મેટથી રાહત મળશે. સાથે કેટલીક કંપનીઓ માટે MATને ખતમ કરી દેવામાં આવી છે.

હવે શું થશે - એક્સકોર્ટ સિક્યોરિટીના રિસર્ચ હેડ આસિફ ઈકબાલે News18 Hindiને જણાવ્યું કે, આ ટેક્સ હેઠળ કંપનીને ન્યૂનત્તમ ટેક્સ આપવો પડશે. હવે આ ટેક્સ હટતા કંપનીના નુકશાન વખતે ટેક્સ નહી આપવો પડે.

4 - લોગ ટર્મ કેપિટલ ગેંસ પર સરચાર્જ ખતમ - નાણામંત્રીએ મોટો નિર્ણય લેતા એફપીઆઈથી સરચાર્જ ખતમ કરી દીધો છે. નાણામંત્રીએ કહ્યું કે, ફોરેન પોર્ટફોલિયો ઈનવેસ્ટમેન્ટના કેપિટલ ગેન ટેક્સ પર વધેલો સરચાર્જ લાગુ નહી થાય.

હવે શું થશે - આ નિર્ણયના તુરંત બાદ શેર બજારમાં મોટો ઉછાળો આવ્યો. સેન્સેક્સ-નિફ્ટી રેકોર્ડ સ્તર પર પહોંચી ગયા છે. એક્સપર્ટનું કહેવું છે કે, અગામી સમયમાં પણ તેજી ચાલુ રહેશે.

5 - શેર બાયબેક પર ટેક્સમાં છૂટ - 5 જુલાઈ 2019થી પહેલા શેર બાયબેકની જાહેરાત કરનારી લિસ્ટેડ કંપનીઓને બાયબેક ટેક્સમાંથી છૂટની પણ જાહેરાત કરવામાં આવી છે.

6 - 2 ટકા CSR ખર્ચમાં છૂટ - નાણામંત્રીએ જણાવ્યું કે, કંપનીઓના 2 ટકા સીએસઆર (કોર્પોરેટ સોશિયલ રિસ્પોસિબિલિટી) ખર્ચમાં હવે સરકાર, પીએસયૂ ઈન્ક્યૂબેટર્સ અને સરકારી ખર્ચથી ચાલનારી સંસ્થા, આઈઆઈટી પણ શામેલ હશે. તેનો મતલબ એ છે કે, કંપનીઓ હવે ઈન્ક્યૂબેશરન, આઈઆઈટી, એનઆઈટી અને નેશનલ લેબોરેટ્રીઝ પર પણ પોતાનો 2 ટકા સીએસઆર ખર્ચ કરે શકશે. સીતારમણે ભરોસો આપ્યો છે કે, ટેક્સ છૂટથી મેક ઈન ઈન્ડીયામાં રોકાણ આવશે, રોજગાર અને આર્થિક ગતિવિધિઓને પ્રોત્સાહન મળશે.
First published: September 20, 2019, 4:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading