આખરે ભારતમાં આર્થિક મંદી આવી કેમ? જાણો તેના મુખ્ય કારણો

આ વસ્તુઓ આ ગ્રોથના રસ્તામાં મુશ્કેલી પેદા કરી શકે છે આ પ્રગતિના પથ પર ઓટોમેસન, ડિજીટાઈજેશન, જલવાયું પરિવર્તન, સંરક્ષણવાદ અને લોકપ્રિયતા માટે કરવામાં આવતા કામ મુશ્કેલી ઉભી કરી શકે છે. બ્લૂમબર્ગે ન્યૂ ઈકોનોમિ ડ્રાઈવર્સ એન્ડ ડિસરપર્ટસ ઈન્ડેક્સ નામના એક રિપોર્ટમાં આ વાત કરી છે.

આ મંદીની અસર છે કે જેનાથી સોના અને ચાંદીની આયાતમાં એપ્રિલથી જૂન 2019ના ત્રિમાસિક ગાળામાં 5.3 ટકાનો ઘટાડો થયો છે. પાછલા વર્ષમાં 6.3 ટકા વૃદ્ધિ નોંધાવી હતી. રોકાણ અને ઔદ્યોગિક ઉત્પાદનમાં આવેલી મંદી ભારતીય શેરબજારમાં આવેલી મંદીની અસર દર્શાવે છે.

 • Share this:
  નાણાપ્રધાન નિર્મલા સીતારામણે બજારમાં રહેલ સુસ્તી દૂર કરવા અને અર્થવ્યવસ્થાને યોગ્ય બનાવવા માટે અનેક પ્રકારના વિવિધ ક્ષેત્ર, ઉદ્યોગ અને સામાન્ય માણસને રાહત આપવા માટે અનેક જાહેરાતો કરી હતી. મંદીના વાદળ વધુને વધુ કાળા બની રહ્યાં છે અને તેની અસર ઓટો, રિયલ એસ્ટેટ, ટેલિકોમ અને બેન્કિંગથી લઈને સ્ટીલ અને કાપડ જેવા ક્ષેત્રો પર દેખાવા લાગી છે.

  આ ચાર કારણોથી મુખ્યત્વે આર્થિક મંદીની અસર.

  -પ્રથમ કારણ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડતેલની વધતી કિંમતો છે, જેની અસર મોંઘવારી પર પડી છે.

  - બીજું કારણ ડોલર સામે રૂપિયાનું ઘટતુ મૂલ્ય છે, એક અમેરિકન ડોલરની કિંમત 72 રૂપિયાના આંકડાને સ્પર્શી રહી છે.

  - આયાત કરતા નિકાસમાં ઘટાડાથી દેશની નાણાંકીય ખાધ અને વિદેશી વિનિમય ભંડારમાં ઘટાડો થયો.

  આ ઉપરાંત અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા વેપાર યુદ્ધને કારણે વિશ્વમાં આર્થિક મંદીનું જોખમ ઝડપથી વધી રહ્યું છે, જેનાથી ભારતને પણ અસર થઇ છે.

  મંદી પાછળ આંતરિક કારણો ઘણા મોટા છે. જેમા અર્થવ્યવસ્થાના મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં ઘટાડો, માંગ અને પુરવઠા વચ્ચે સતત ઘટતું અંતર અને રોકાણમાં થોડો ઘટાડો જેવી બાબતો મંદી તરફ દોરી રહી છે. જેની અસર હવે દેખાઈ રહી છે.

  જાણો એવી વાતો જે આર્થિક મંદીને લાવી રહી છે.

  દેશના ઓટો સેક્ટર રિવર્સ ગિયરમાં ગયું છે. ઓટો ઉદ્યોગમાં સતત નવ મહિનાથી વેચાણમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જુલાઈમાં કાર અને મોટર સાયકલના વેચાણમાં 31 ટકાનો ઘટાડો થયો છે. જેના કારણે ઓટો ક્ષેત્ર સાથે સંકળાયેલા સાડા ત્રણ લાખથી વધુ કર્મચારીઓ તેમની નોકરી ગુમાવી ચૂક્યાં છે અને આશરે 1 લાખ નોકરીઓ જોખમમાં છે.  કૃષિ ક્ષેત્ર પછી 10 કરોડ લોકોને રોજગારી આપતું ટેક્સટાઇલ ક્ષેત્ર પણ ખરાબ હાલતમાં છે. નોર્ધન ઈન્ડિયા ટેક્સટાઇલ મિલ્સ એસોસિએશને અખબારોમાં જાહેરાત કરીને જાહેર કર્યું છે કે દેશના કાપડ ઉદ્યોગમાં 34.6 ટકાનો ઘટાડો થયો છે. જેના કારણે 25 થી 30 લાખ નોકરીઓ ગુમાવવાની સંભાવના છે.

  આ પ્રકારની સ્થિતિ રિયલ એસ્ટેટ ક્ષેત્રની છે, જ્યાં માર્ચ 2019 સુધી ભારતના 30 મોટા શહેરોમાં 12 લાખ 80 હજાર મકાનો તૈયાર છે પરંતુ તેમના ખરીદદારો ઉપલબ્ધ નથી.

  આરબીઆઈ દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, ઉદ્યોગોને બેંકો દ્વારા આપવામાં આવતી લોનમાં ઘટાડો થયો છે.

  આ મંદીની અસર છે કે જેનાથી સોના અને ચાંદીની આયાતમાં એપ્રિલથી જૂન 2019ના ત્રિમાસિક ગાળામાં 5.3 ટકાનો ઘટાડો થયો છે. પાછલા વર્ષમાં 6.3 ટકા વૃદ્ધિ નોંધાવી હતી. રોકાણ અને ઔદ્યોગિક ઉત્પાદનમાં આવેલી મંદી ભારતીય શેરબજારમાં આવેલી મંદીની અસર દર્શાવે છે.

  સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ, વર્ષ 2018-19માં દેશનો જીડીપી ગ્રોથ રેટ 6.8 ટકા હતો, જે છેલ્લા 5 વર્ષમાં સૌથી નીચો છે.

  આ તે આંકડા છે જે દેશને આર્થિક મંદીથી ચેતવે છે. જે અંગે નીતિ આયોગના વાઇસ ચેરમેન રાજીવ કુમારે પણ દેશને ચેતવણી આપી છે અને સરકારની નીતિઓ અને નિર્ણયોને આર્થિક મંદી પર પણ મૂકી દીધા છે.
  Published by:Bhoomi Koyani
  First published: