Yes Bankમાં જમા રૂપિયા પૂરી રીતે સુરક્ષિત, કોઈને પણ નુકસાન નહીં થાય : નાણા મંત્રી

News18 Gujarati
Updated: March 6, 2020, 2:35 PM IST
Yes Bankમાં જમા રૂપિયા પૂરી રીતે સુરક્ષિત, કોઈને પણ નુકસાન નહીં થાય : નાણા મંત્રી
ફાઇલ તસવીર

નાણા મંત્રીએ કહ્યું કે, જો કોઈને ઇમરજન્સી હશે તો તેઓ નિયમો હેઠળ વધુ રકમ પણ ઉપાડી શકે છે, જાણો શું છે નિયમ

  • Share this:
નવી દિલ્હી : યસ બેંક સંકટ (Yes Bank Crisis) પર નાણા મંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman)એ કહ્યું કે, તમામ ગ્રાહકોના તમામ રૂપિયા પૂરી રીતે સુરક્ષિત છે. કોઈને પણ કોઈ નુકસાન નહીં થાય. હું સતત રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર સાથે વાતચીત કરી રહી છું. બેંકના ગ્રાહકોને ગભરાવવાની બિલકુલ જરૂર નથી.

આ પહેલા RBI ગવર્નર (RBI Governor) શક્તિકાંત દાસ (Shaktikanta Das)એ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે અમે 30 દિવસ માટે આ મર્યાદા લગાવી છે. ટૂંક સમયમાં આરબીઆઈ યસ બેંકને સંકટમાંથી બહાર લાવવા માટે ઝડપથી કાર્યવાહી કરશે. આરબીઆઈ ગવર્નરે કહ્યું કે, આપને બેંકને સમય આપવો પડશે, પ્રબંધન દ્વારા જરુરી પગલાં ઉઠાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને તેઓએ પ્રયાસ કર્યો. જ્યારે અમને લાગ્યું કે આ પ્રયાસ કામ નથી કરી રહ્યા તો આરબીઆઈએ હસ્તક્ષેપ કર્યો.

'વિશેષ પરિસ્થિતિઓમાં વધુ રકમ ઉપાડવાનો વિકલ્પ'

નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, જો કોઈને ઇમરજન્સી હશે તો તેઓ નિયમો હેઠળ વધુ રકમ પણ ઉપાડી શકે છે. નોટિફિકેશનમાં આપવામાં આવેલી જાણકારી મુજબ કેટલીક વિશેષ પરિસ્થિતિઓમાં એકાઉન્ટ હોલ્ડર્સ ખાતામાંથી 50 હજારથી વધુ રકમ ઉપાડી શકે છે.



કઈ વિશેષ પરિસ્થિતિઓમાં 50 હજારથી વધુ રકમ ઉપાડી શકાય?

- જો ડિપોઝિટર કે વાસ્તવિક રીતે તેની પર આશ્રિત કોઈ વ્યક્તિ માટે મેડિકલ ખર્ચ કરવાનો છે તો વધુ રકમ ઉપાડી શકાય છે.
- ડિપોઝિટર કે વાસ્તવિક રીતે તેની પર આશ્રિત કોઈ વ્યક્તિનો ભારત કે ભારત બહાર ભણતરનો ખર્ચ કરવાનો હોય તો 50 હજારથી વધુ રકમ ઉપાડી શકાય છે.
- ડિપોઝિટર કે વાસ્તવિક રીતે તેની પર આશ્રિત કોઈ અન્ય વ્યક્તિના લગ્ન સમારોહને ધ્યાનમાં રાખી 50 હજારથી વધુ રકમ ઉપાડી શકાય છે.

આ પણ વાંચો, નાણાકીય સંકટનો સામનો કરી રહેલી Yes Bankમાં રોકાણ કરશે SBI, બોર્ડે આપી સૈદ્ધાંતિક મંજૂરી

યસ બેંકના એટીએમ બહાર લાંબી લાઇનો લાગી છે?

આ સવાલના જવાબમાં નાણા મંત્રીએ કહ્યું કે તે અંગે RBI ગવર્નર સાથે વાતચીત કરશે અને ટૂંક સમયમાં રોકડની મુશ્કેલીની દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવશે.

આ પણ વાંચો, જો Yes Bank ડૂબી તો આપના ખાતામાં જમા કેટલા પૈસા સુરિક્ષત રહેશે? જાણો RBIનો નિયમ

 
First published: March 6, 2020, 2:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading