નાણા મંત્રીએ આપ્યા સંકેત, 15% નક્કી થઈ શકે છે GSTનો સ્ટાન્ડર્ડ રેટ

પ્રતીકાત્મક તસવીર

હાલ અનેક સામાન પર જ્યાં 18 ટકા જીએસટી લાગે છે, તે ઘટીને 15 ટકા પર આવી જશે

 • Share this:
  (લક્ષ્મણ રોય)

  ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ના 18 મહિના પૂરા થતાં નાણા મંત્રી અરુણ જેટલીએ કહ્યું છે કે 28% GSTનો સમય ખતમ થઈ રહ્યો છે. ભવિષ્યમાં જીએસટીને સિંગલ સ્ટાન્ડર્ડ રેટ પર કામ થશે. નાણા મંત્રી મુજબ, આગળ જતાં જીએસટીમાં બેને બદલે એક સ્ટાન્ડર્ડ રેટ નક્કી થઈ શકે છે. હાલ બે સ્ટાન્ડર્ડ રેટ 12% અને 18% છે. નાણા મંત્રી તરીકે તેઓ જણાવ્યું કે, હવે સ્ટાન્ડર્ડ રેટ 12 ટકા અને 18 ટકાની વચ્ચે હશે. એટલે કે 15 ટકા જીએસટીનો સ્ટાન્ડર્ડ રેટ નક્કી થઈ શકે છે.

  હાલ અનેક સામાન પર જ્યાં 18 ટકા જીએસટી લાગે છે, તે ઘટીને 15 ટકા પર આવી જશે. કેટલાક સામાન જેની પર 12 ટકા જીએસટી લાગે છે તે વધીને 15 ટકા થઈ જશે. હાલ કુલ મળીને 178 આઇટમ્સ છે જેની પર 12 ટકા જીએસટી લાગે વે અને 517 આઇટમ્સ એવી છે જેની પર 18 ટકા જીએસટી લાગે છે.

  આ પણ વાંચો, ખુશખબર! જરૂરિયાતની 33 વસ્તુ થઈ સસ્તી, સરકારે GST દરમાં કર્યો ઘટાડો, શું થયું સસ્તુ?

  નાણા મંત્રીએ કહ્યું કે આગળ જતાં ઝીરો ટકા, પ ટકા, સ્ટાન્ડર્ડ રેટ અને લક્ઝરી ગુડ્સ રહેશે. મતલબ જે જીએસટીના દરના સ્લેબ છે તે ઘણાં ઓછા થઈ જશે. જોકે, વિપક્ષની સિંગલ રેટની માંગને નાણા મંત્રીએ ફગાવી દીધી છે.
  Published by:Mrunal Bhojak
  First published: