મોદી સરકારનો 100 દિવસનો એજન્ડા તૈયાર, જાણો શું છે ખાસ!

100 દિવસનો એજન્ડા બજારમાં માંગનો વધારો કરવા, ઇન્કમટેક્સના દરોમાં પરિવર્તન કરવા, જીએસટીના નિયમો હળવા કરવા પર કેન્દ્રીત છે.

News18 Gujarati
Updated: May 24, 2019, 2:19 PM IST
મોદી સરકારનો 100 દિવસનો એજન્ડા તૈયાર, જાણો શું છે ખાસ!
100 દિવસનો એજન્ડા બજારમાં માંગનો વધારો કરવા, ઇન્કમટેક્સના દરોમાં પરિવર્તન કરવા, જીએસટીના નિયમો હળવા કરવા પર કેન્દ્રીત છે.
News18 Gujarati
Updated: May 24, 2019, 2:19 PM IST
નવી દિલ્હી : પીએમ મોદીના નેતૃત્વમાં બીજેપીએ પ્રચંડ જીત મેળવી છે. આ વખતે બીજેપીએ ગત ચૂંટણી કરતા પણ મોટી જીત મેળવી છે. બીજી વખત સરકાર બનતા જ નાણા મંત્રાલયે મોદી સરકાર માટે 100 દિવસનો એજન્ડા તૈયાર કરી લીધો છે. આના પાછળનો ઉદેશ્ય અર્થવ્યવસ્થાને વેગવંતુ કરવાનો છે. 2018-19માં અર્થવ્યવસ્થાનો વૃદ્ધિનો દર ઘટીને 6.6 ટકા થઈ ગયો છે. 100 દિવસનો એજન્ડા બજારમાં માંગનો વધારો કરવા, ઇન્કમટેક્સના દરોમાં પરિવર્તન કરવા, જીએસટીના નિયમો હળવા કરવા પર કેન્દ્રિત છે. વચગાળાના બજેટમાં કરવામાં આવેલી જાહેરાતો પ્રમાણે આવકના સંદર્ભમાં સ્લેબ અથવા દરોમાં ફેરફાર કરવાનો નિર્ણય સંભવત: જુલાઇમાં 2019-20ના આખરી બજેટમાં લેવામાં આવશે.

સ્વાસ્થ્ય અને ફાર્મા મંત્રાલયે પણ 100 દિવસનો એજન્ડા તૈયાર કર્યો છે. મોદી સરકાર તમામ દવાઓને સસ્તી કરવા માટે નવી ફોર્મ્યુલા લાવશે. એજન્ડામાં ઇન્ડિયન હેલ્થ સેવાઓનું ગઠન, IAS, IPSની જેમ ઓલ ઇન્ડિયા સર્વિસ, મેડિકલ શિક્ષણમાં ભ્રષ્ટાચારને રોકવાની પહેલ અને નેશનલ મેડિકલ કમિશન બિલ લાવવાની યોજના છે.

નિષ્ણાતોનું માનવું છે કે એનડીએની આટલી સારી જીત એ વાતનો સંકેત છે કે દેશની માઇક્રો ઇકોનોમી પોલીસી આગળના પાંચ વર્ષ સુધી ચાલુ જ રહેશે. બ્રોકરેજ અને અર્થશાસ્ત્રીઓએ ગુરુવારે આવેલા નવા પરિણામોને જોઈને કહ્યુ કે આ ટર્મમાં જીડીપી (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ)ના વાર્ષિક દરની સરેરાશ જળવાય રહેશે. જોકે, નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે નવી સરકાર સમક્ષ મુખ્ય પડકાર આર્થિક સુધારાઓને ચાલુ રાખવાનો રહેશે.
First published: May 24, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...