Home /News /business /Investment Tips: આર્થિક મંદી પહેલા સામાન્ય માણસ રૂપિયાને લઈને વારંવાર કરે છે આ 3 ભૂલો, ધ્યાન રાખો

Investment Tips: આર્થિક મંદી પહેલા સામાન્ય માણસ રૂપિયાને લઈને વારંવાર કરે છે આ 3 ભૂલો, ધ્યાન રાખો

આર્થિક મંદી વચ્ચે, રોકાણકારોએ થોડી ધીરજ રાખવી જોઈએ, કારણ કે ભૂતકાળમાં પણ શેરબજારે સમયાંતરે સારું પ્રદર્શન કર્યું છે.

Investment Tips: આર્થિક મંદી કોઈપણ દેશના લોકો માટે દુઃસ્વપ્નથી ઓછી નથી. આ સમય દરમિયાન, બેરોજગારી વધવાથી આવકમાં ઘટાડો થાય છે, જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં રૂપિયાનુ યોગ્ય સંચાલન કરવું ખૂબ જ જરૂરી છે.

વધુ જુઓ ...
  Investment Tips: છેલ્લા કેટલાક સમયથી શેરબજારમાં અસ્થિરતા, વધતી જતી મોંઘવારી અને વ્યાજદરના કારણે દેશ અને દુનિયામાં આર્થિક મંદીનો અવાજ સંભળાઈ રહ્યો છે. ઘણા નિષ્ણાતો માને છે કે ટૂંક સમયમાં વિશ્વ આર્થિક મંદીની પકડમાં આવી શકે છે. તેણે અંગે સામાન્ય માણસને ચેતવણી પણ આપવાનું શરૂ કર્યું. વાસ્તવમાં, આર્થિક મંદી કોઈપણ દેશના લોકો માટે દુઃસ્વપ્નથી ઓછી નથી. સમય દરમિયાન, બેરોજગારી વધવાથી આવકમાં ઘટાડો થાય છે, જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં પૈસાનું યોગ્ય સંચાલન કરવું ખૂબ જરૂરી છે. પરંતુ લોકો આર્થિક મંદી પહેલા પૈસાને લઈને ઘણી ભૂલો કરે છે.

  તેથી, લેખમાં, અમે તમને એવી ભૂલો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેથી કરીને તમે મંદીની અટકળો વચ્ચે તેનાથી સાવધ રહી શકો.

  આ પણ વાંચોઃ આ ખેતી છે સોનાની ખાણ, ગુજ્જુ ખેડૂતને 7 વીઘા જમીનમાં 18 લાખની કમાણી

  ગભરાટમા સંપત્તિ વેચાણ


  જ્યારે બજારમાં ઘટાડો થાય છે, ત્યારે રોકાણકારો ઉતાવળમાં તેમની સંપત્તિ વેચે છે, ઉતાવળમાં નુકસાન કરે છે. નિષ્ણાતોના મતે રોકાણકારોએ આવું કરવાનું ટાળવું જોઈએ. શેરબજાર સમયને આધીન છે, જેમાં સમયાંતરે વધઘટ થતી રહે છે.

  તેથી, આર્થિક મંદી વચ્ચે, રોકાણકારોએ થોડી ધીરજ રાખવી જોઈએ, કારણ કે ભૂતકાળમાં પણ શેરબજારે સમયાંતરે સારું પ્રદર્શન કર્યું છે.

  કેલિફોર્નિયાના કોસ્ટા મેસામાં ચેક કેપિટલ મેનેજમેન્ટના પ્રમુખ સ્ટીવન ચેકે જણાવ્યું હતું કે, "રોકાણકારોની સૌથી મોટી ભૂલ છે કે રોકાણકાર ઓછા ભાવની ખરીદીનો આગ્રહ રાખે અને જો ભાવ વધુ ઘટે એટલે તરત વેચાણ કરી દે. જયારે બજાર ઘટે અને થોડો સમય જો વેઇટ કરવામાં આવે તો ઉંચા ભાવ મળવાની પૂર્ણતઃ આશા છે.

  આ પણ વાંચો: બીજા જ દિવસે પૂરો સબ્સ્ક્રાઈબ થયો IPO, રિટેલ રોકાણકારોએ લગાવી 1.75 ગણી વધારે બોલી

  અસ્થિરતા વચ્ચે રોકાણમાં ઘટાડો


  એક તરફ, જ્યારે બજાર ઘટે છે ત્યારે લોકો તેમની સંપત્તિ વેચે છે, જ્યારે બીજી તરફ કેટલાક લોકો શેરબજારમાં રોકાણ કરવાનું ટાળે છે. એલિયાન્ઝ લાઇફના તાજેતરના સર્વે અનુસાર, 65% રોકાણકારોએ તેમના રોકાણમાં ઘટાડો કર્યો છે કારણ કે તેઓ નુકસાનથી ડરતા હોય છે, પરંતુ શેરબજારમાં રોકાણમાં ઘટાડો તમને ભવિષ્યના લાભોથી દૂર લઈ જઈ શકે છે. ઘણા સંશોધનો દર્શાવે છે કે શેરબજારમાં સૌથી મોટા ઘટાડા પછી કેટલાક શ્રેષ્ઠ વળતર આવ્યા છે.

  મંદીના સમયે થોડી ધીરજ રાખવી જોઈએ.


  આ પણ વાંચોઃ પહેલા દિવસે રોકાણકારોનો રહ્યો સુસ્ત પ્રતિભાવ, રોકાણ કરતાં પહેલા જાણો GMP સહિતની ડિટેઇલ્સ

  પોર્ટફોલિયો બેલેન્સ કરવાનું ટાળવું


  જ્યારે તમે મંદી અથવા વૃદ્ધિ દરમિયાન શેરબજારમાં રોકાણ કરો છો, ત્યારે ક્યારેક તે સમય જતાં તમારા દ્વારા નિર્ધારિત લક્ષ્ય સુધી પહોંચી શકતું નથી. સમય દરમિયાન તમારે તમારા પોર્ટફોલિયોને સંતુલિત કરવાની જરૂર છે.  સંતુલનનો અર્થ થાય છે જ્યારે તમે એક જગ્યાએ હારી રહ્યા હોવ, ત્યારે તમે તેને સંતુલિત કરવા માટે અન્ય કોઈપણ સુરક્ષિત ક્ષેત્રે નાણાંનું રોકાણ કરી શકો છો. પરંતુ મંદી દરમિયાન રોકાણકારોએ તે ટાળવુ જોઈએ. વેવર્લી એડવાઇઝર્સના સીઈઓ જોશ રીડિંગરે પૂર્વ નિર્ધારિત પરિમાણોના આધારે પુનઃસંતુલનનાં મહત્વ પર ભાર મુક્યો છે. તે કહે છે કે, પુનઃ સંતુલન વગર તમારી સંપત્તિ તમારા લક્ષ્ય સામે તાલમેલ બેસાડી શકશે નહિ.
  Published by:Darshit Gangadia
  First published:

  Tags: Business news, Investment રોકાણ, Recession, Save Money

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन