એપ્રિલ નહીં જાન્યુઆરીથી શરૂ થઈ શકે છે નવું નાણાકીય વર્ષ સામાન્ય માણસ પર થઈ શકે છે, આ અસર

નાણા મંત્રી અરૂણ જેટલીન ફાઇલ તસવીર

દેશમાં નાણાકીય વર્ષની શરૂઆત એપ્રિલના સ્થાને જાન્યુઆરીથી થઈ શકે છે. સરકારે નવું નાણાકીય વર્ષ બદલાવની તૈયારીઓ કરી લીધી છે. સીએનબીસી આવાઝને મળેલી એક્સક્લૂઝિવ જાણકારી મુજબ, આ બજેટમાં સરકાર જાહેરાત કરી શકે છે.

  • Share this:
    ન્યૂઝ 18 ગુજરાતી: દેશમાં નાણાકીય વર્ષ એપ્રિલના સ્થાને જાન્યુઆરીથી શરૂ થઈ શકે છે. સરકારે નાણાકીય વર્ષ બદલાવની તૈયારીઓ શરૂ કરી દીધી છે. સીએનબીસી આવાઝને મળેલી એક્સક્લૂઝિવ માહિતી મુજબ, સરકાર નવા નાણાકીય વર્ષ અંગેની જાહેરાત આ બજેટમાં કરી શકે છે. જો આવું થાય તો દેશમાં 152 વર્ષથી ચાલી રહેલી એપ્રિલ- માર્ચની નાણાકીય વર્ષની પરંપરા બદલાઈ જશે. આ સ્થિતિમાં કેન્દ્ર સરકારે નવેમ્બરમાં બજેટ પ્રસ્તુત કરવાનું રહેશે.

    એક્સપર્ટના મતે જો નાણાકીય વર્ષની તારીખમાં બદલાવ આવે તો સામાન્ય માણસ પર તેની ખાસ અસર નહીં થાય. ફક્ત ટેક્સ પ્લાનિંગ, ટેક્સ ફાઇલિંગ અને કંપનીઓના ત્રિમાસિક પરિણામો વગેરેને અસર પહોંચે તેવી શક્યતાઓ છે.

    નાણાકીય વર્ષ એટલે શું - નાણાકીય વર્ષ નાણાકીય બાબતો લગતો વિષય છે. દર વર્ષે 1 એપ્રિલથી આગામી વર્ષ 31 માર્ચ સુધી ચાલનાર 12 મહિનાની અવધિને નાણાકીય વર્ષ કહેવામાં આવે છે.

    પીએમ મોદીએ નાણાકીય વર્ષમાં પરિવર્તનની વકીલાત કરતા જણાવ્યું હતું કે આક્રમક અર્થવ્યવસ્થા વિકસિત કરવા માટે નાણાકીય વર્ષ બદલાવની જરૂરિયાત છે. તેમણે જણાવ્યું હતું કે સમયના અયોગ્ય મેનેજમેન્ટના કારણે કેટલીક યોજનાઓ ઇચ્છીત પરિણામો મેળવવામાં નિષ્ફળ રહે છે.
    નાણાકીય વર્ષને જાન્યુઆરીથી ડિસેમ્બર તરીકે જાહેર કરનાર પ્રથમ રાજ્ય મધ્યપ્રદેશ છે.

    152 વર્ષ જની પરંપરા બદલાઈ જશે- સુત્રોના મતે બજેટની પ્રક્રિયા સમાપ્ત કરવા માટે બે મહિનાનો સમય લાગે છે. આ સ્થિતિમાં નવા બજેટ સત્રની તારીખ નવેમ્બરમાં આવી શકે છે. ભારતમાં નાણાકીય વર્ષ એક એપ્રિલથી 31 માર્ચ સુધીનું છે. આ વ્યવસ્થાની શરૂઆત 1867માં થઈ હતી.બ્રિટિશ નાણાકીય વર્ષ સાથે ભારતના નાણાકીય વર્ષનો તાલમેલ સાધવા માટે આ પ્રયોગ કરવામાં આવ્યો હતો. એ વખતે દેશમાં નાણાકીય વર્ષની શરૂઆત 30મી એપ્રિલે થતી હતી.

    નીતિ આયોગે એક નોંધમાં જણાવ્યું હતું કે નાણાકીય વર્ષમાં પરિવર્તન જરૂરી છે, કારણ કે વર્તમાન પ્રણાલીમાં કામકાજના સત્રનો ઉપયોગ થઈ શકતો નથી. સસંદની નાણાકીય સમિતિએ પણ નાણાકીય બદલાવની વકીલાત કરી હતી.
    Published by:Jay Mishra
    First published: