નવી દિલ્હી: જો તમે પણ ઇન્કમ ટેક્સ રિટર્ન (Income tax return) ફાઇલ કરવા માંગો છો તો તમારા માટે ખૂબ સારા સમાચાર છે. આજે અમે તમને ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવા માટે અમુક એવી વેબસાઇટ અંગે જણાવીશું જેના દ્વારા તમે ફ્રીમાં રિટર્ન ફાઇલ (File ITR free) કરી શકશો. આ વેબસાઇટમાં તમારે તમારું ફોર્મ-16 (Form-16) જમા કરાવવું પડશે. આ ઉપરાંત તમારે પગાર તેમજ આવક સાથે જોડાયેલી જાણકારી આપવી પડશે. ઉલ્લેખનીય છે કે નાણાકીય વર્ષ 2021-22 (Financial year 2020-21)માટે આઈટીઆર ફાઇલ કરવાની અંતિમ તારીખ (Last date to file ITR) 30 સપ્ટેમ્બર, 2021 છે.
આવકવેરા વિભાગે ઇન્કમ ટેક્સના ઈ-ફાઇલિંગ માટે એક પોર્ટલ બનાવ્યું છે. જેના માધ્યમથી તમે ટેક્સ રિટર્ન ફાઈલ કરી શકો છો. આ ઉપરાંત અમુક ખાનગી સંસ્થાઓ પણ વેબસાઇટના માધ્યમથી ફ્રીમાં ઈ-ફાઇલિંગની સુવિધા આપે છે. અહીં કેટલાક એવા જ પ્લેટફૉર્મ અંગે જણાવવામાં આવ્યું છે, જેના દ્વારા તમે પણ ફ્રીમાં રિટર્ન ફાઈલ કરી શકો છો.
ClearTax:
ક્લિયરટેક્સ (Clear Tax) કરદાતાઓને આવકવેરાની વેબસાઇટમાં લૉગીન વગર જ સીધું આઈટીઆર ફાઇલ કરવાની પરવાનગી આપે છે. આ પ્લેટફોર્મ આવકના આધારે ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવા વિશે માહિતી આપી છે. ક્લિયરટેક્સ મારફતે ITR ફાઇલ કરવા માટે નીચેની વસ્તુઓને અનુસરો.
Step 1: ફોર્મ-16 અપલોડ કરો. Step 2: ક્લિયરટેક્સ પોતાની રીતે જ ITR તૈયાર કરી લે છે. Step 3: હવે તમારે ટેક્સની વિગત વેરિફાઈ કરવી પડશે. Step 4: રસીદ નંબર મેળવવા માટે ઈ-ફાઇલ ટેક્સ રિટર્ન મળશે. Step 5: હવે તમારે નેટ બેન્કિંગ દ્વારા તમારે ટેક્સ રિટર્નને ઇ-વેરિફાઇ કરવું પડશે.
MyITreturn આવકવેરા વિભાગ સાથે રજિસ્ટર વેબસાઇટ છે, જે ગ્રાહકોને ફ્રીમાં ટેક્સ ફાઇલ કરવાની સુવિધા આપે છે. myITreturn વેબસાઈટ પર ITR ફાઇલ કરવા માટે ગ્રાહકોએ બેઝિક સવાલોના જવાબ આપવા પડશે. આ સવાલ ટેક્સપેયરનો પગાર, રોકાણસાથે જોડાયેલા હશે. આ સવાલના આધારે ટેક્સની ગણતરી કરવામાં આવશે.
Eztax:
Eztax પણ ફ્રીમાં રિટર્ન ફાઇલ કરવાની સુવિધા આપે છે. કોઈ પણ ટેક્સ રિટર્ન તૈયાર કરવા માટે ફોર્મ-16 અપલોડ કરી શકે છે. આ ઉપરાંત ટેક્સ ઑપ્ટિમાઇઝર રિપોર્ટ તૈયાર કરી શકાય છે. આ ઉપરાંત ફ્રીમાં ઈ-ફાઇલ કરી શકે છે. વેબસાઈટ પર ઈ-ફાઇલિંગ માટે તમામ જાણકારી આપવામાં આવી છે.
Quicko:
ક્વિકો પણ 100 ટકા ફ્રીમાં ITR ફાઇલ કરવાનો દાવો કરે છે. આ વેબસાઇટ પર જણાવવામાં આવ્યું છે કે સેલેરી તેમજ આવક ધરાવતા વ્યક્તિઓ વેબસાઇટ મારફતે ફ્રીમાં આઈટીઆર ફાઇલ કરી શકે છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર