Home /News /business /Driving License: આ રાજ્યોએ ડ્રાઇવિંગ લાઇસન્સના નિયમો કર્યા હળવા, જાણો તમામ વિગત
Driving License: આ રાજ્યોએ ડ્રાઇવિંગ લાઇસન્સના નિયમો કર્યા હળવા, જાણો તમામ વિગત
પ્રતીકાત્મક તસવીર
How to make driving Licence: ડ્રાઇવિંગ લાઇસન્સ ન બનાવવા પર ભારે નુકસાન થઈ શકે છે. તો જાણીએ આ રાજ્યોમાં ડ્રાઇવિંગ લાઇસન્સ સાથે જોડાયેલા નિયમોમાં કેટલો ફેરફાર થયો.
નવી દિલ્હી: નવો મોટર વ્હિકલ એક્ટ (New motor vehicle act) લાગૂ થયા બાદ ડ્રાઇવિંગ લાઇસન્સ (Driving Licence) વગર વાહન ચલાવવા પર મોટો દંડ થઈ શકે છે. એવામાં તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ ગૂમ થઈ ગયું હોય, એક્સપાયર (મુદ્દત પૂર્ણ થઈ ગઈ હોય) કે પછી તમે ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવ્યું જ નથી તો આ કામ તમારે ફટાફટ કરી લેવું જોઈએ. કારણ કે અનેક રાજ્ય જેવા કે ઉત્તર પ્રદેશ (Uttar Pradesh), મધ્ય પ્રદેશ, બિહાર, ઝારખંડ, દિલ્હી-એનસીઆર (Delhi-NCR)માં ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવાના નિયમો હળવા કરવામાં આવ્યા છે. આમ છતાં તમે ડ્રાઇવિંગ લાઇસન્સ નથી બનાવતા તો તમને મોટો દંડ થઈ શકે છે. તો જાણીએ ડ્રાઇવિંગ લાઇસન્સના નિયમમમાં કેટલો ફેરફાર કરવામાં આવ્યો છે.
ઑફલાઇન અને ઑનલાઇન બનાવો ડ્રાઇવિંગ લાઇસન્સ: આ રાજ્યોમાં તમે ડ્રાઇવિંગ લાઇસન્સ ઑનલાઇન અને ઑફલાઈન બંને રીતે બનાવી શકો છો. જો તમે ઑફલાઇન ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવા માંગો છો તો તમારે શહેરમાં આવેલી આરટીઓ ઓફિસમાં જવું પડશે. ઑનલાઇન ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવા માટ તમારે રાજ્ય પરિવહન વિભાગ અથવા કેન્દ્ર પરિવહન મંત્રાલયની વેબસાઈટ પર જઈને ડ્રાઇવિંગ લાઇસન્સ માટે અરજી કરવાની રહેશે.
ડ્રાઇવિંગ લાઇસન્સ માટે ઑનલાઇન ટેસ્ટ: તમામ રાજ્યોમાં ડ્રાઇવિંગ લાઇસન્સ માટે ઑનલાઇન ટેસ્ટ ફરજિયાત કરી દેવામાં આવી છે. આ ટેસ્ટમાં તમને 10 પ્રશ્ન પૂછવામાં આવશે. જેનો જવાબ તમારે 10 મિનિટમાં આપવાનો રહેશે. જો તમે 10માંથી 6 પ્રશ્નનનો જવાબ યોગ્ય રીતે આપો છો તો તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ બની જશે.
" isDesktop="true" id="1071740" >
ઑનલાઇન ફી: ડ્રાઇવિંગ લાઇસન્સીની નવી પ્રક્રિયા પ્રમાણે ઑનલાઇન ટેસ્ટ માટે સ્લૉટ બુક હોય છે. આ માટે તમારે ઑનલાઇન ફી જમા કરાવવાની રહેશે. તો તમારે અનુકૂળતા પ્રમાણે ઑનલાઇન ટેસ્ટ માટે સમય પસંદ કરી શકો છો.
દિલ્હીમાં નવી RTO ખોલવામાં આવી: દિલ્હી અને એનસીઆરમાં ડ્રાઇવિંગ લાઇસન્સ માટે વધી રહેલી ભીડને જોતા કેજરીવાલ સરકારે ચાર નવી આરટીઓ ઑફિસ શરૂ કરી છે. અહીં તમે નવું ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવી શકો છો તેમજ તમારું જૂનું ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યૂ પણ કરાવી શકો છો.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર