Home /News /business /

Festive shopping: ક્રેડિટ કાર્ડ કે પછી બાય નાઉ પે લેટર! તહેવારોની ખરીદીમાં શેનો ઉપયોગ કરવો?

Festive shopping: ક્રેડિટ કાર્ડ કે પછી બાય નાઉ પે લેટર! તહેવારોની ખરીદીમાં શેનો ઉપયોગ કરવો?

પ્રતિકાત્મક તસવીર

business news: ખાસ કરીને ટીનેજર્સ અને યંગસ્ટર્સ જે વધારે પ્રમાણમાં શોપિંગ (shopping) કરતા હોય છે, તે પોતાની ઓકેઝનલ અને રેગ્યુલર શોપિંગ માટે સરળ માઈક્રો ક્રેડિટ સોલ્યુશનનો (Micro credit solution) વિકલ્પ શોધતા હોય છે.

  કોરોના (coronavirus) પછી દરેક વસ્તુમાં ઘણા બધા ફેરફર આવ્યા છે. શોપિંગ (shopping) હોય કે સેલિંગ (selling) તમામમાં ચેન્જ આવ્યો છે. કોરોનાની સ્થિતી બાદ ગ્રાહકની ખરીદી કરવાની રીત સાથે જ ખર્ચ કરવાની ક્ષમતામાં પણ મોટો ફેરફાર આવ્યો છે. ખાસ કરીને ટીનેજર્સ અને યંગસ્ટર્સ જે વધારે પ્રમાણમાં શોપિંગ કરતા હોય છે, તે પોતાની ઓકેઝનલ અને રેગ્યુલર શોપિંગ માટે સરળ માઈક્રો ક્રેડિટ સોલ્યુશનનો વિકલ્પ શોધતા હોય છે. તેમની આ પર્ચેસિંગ પેટર્નને કારણે છેલ્લા કેટલાક વર્ષોથી દેશમાં બાય નાઉ પે લેટર (Buy Now, Pay Later, BNPL) સ્કીમનો ઘણો વ્યાપ વધ્યો છે. એફઆઈએસ (FIS)ની વર્લ્ડ પે ગ્લોબલ પેમેન્ટ રિપોર્ટ અનુસાર BNPL ભારતમાં સૌથી વધુ ઝડપથી વિકસીત થતી રીત છે, જેનો ઈ-કોમર્સમાં વધુ ઉપયોગ જોવા મળે છે. 2020માં BNPLનો માર્કેટ શેર 3 ટકા હતો, જે 2024 સુધીમાં વધીને 9 ટકાએ પહોંચવાની શક્યતા છે.

  બેંક બજારનાં બીએનપીએલ- લેન્ડિંગ ગેમ ચેન્જર (BNPL: A lending game-changer) નામનાં એક રિપોર્ટ અનુસાર દેશમાં એવા 30 મહત્વના સ્ટાર્ટ અપ્સ, કેટલીક મોટી ઈ-કોમર્સ કંપનીઓ, બેંક અને એનબીએફસી (NBFCs) છે, જે BNPL દ્વારા જેમના ગ્રાહકોમાં વધારો કરી રહી છે. આમાં એમેઝોન પે લેટર, ફ્લિપકાર્ટ પે લેટર, HDFC બેંકનું ફ્લેક્સિપે (FlexiPay) , ICICI બેંક પે લેટર, લેઝીપે (Lazypay) પે લેટર અને ઝેસ્ટમની (ZestMoney)નો સમાવેશ થાય છે.

  કઈ રીતે કામ કરે છે BNPL સ્કીમ
  જેવી રીતે કોઈ અન્ય પેમેન્ટ મેથડ કામ કરે છે તેવી જ રીતે ઈ-કોમર્સ વેબસાઈટ જેવી કે એમેઝોન, બીગ બાસ્કેટ, ફુડ ડિલીવરી એપ જેવી કે ઝોમેટો અને સ્વિગી સાથે જ ગોઆઈબીબો(Goibibo) અને ક્લીયર ટ્રીપ (Cleartrip) વગેરે ગ્રાહકોને BNPL પેમેન્ટનું ઓપ્શન આપે છે. જે પ્રમાણે ગ્રાહકે ખરીદેલી તમામ વસ્તુઓ નિશ્ચિત સમય દરમ્યાનનાં બિલીંગ સાયકલમાં ઉમેરાતી જાય છે, જેની ચુકવણી ગ્રાહક દ્વારા પછીથી કરવામાં આવે છે. આ સ્કીમનો ઉપયોગ કરીને સ્મોલ વેલ્યુ ટ્રાન્ઝેક્શન પણ કરી પણ કરી શકાય છે.

  BNPL પેમેન્ટ ઓપ્શનની પસંદગી કરતી વખતે તમારી ક્રેડિટ પ્રોફાઈલને આધારે રુ. 400થી શરુ કરી રુ. 100,000 સુધીની ટુંકાગાળાની માઈક્રો ક્રેડિટ લોન મેળવી શકો છો. આ પ્રકારની પેમેન્ટ સિસ્ટમમાં 14થી 30 દિવસની અંદર અથવા તો 3થી 12 મહિનાના સમય ગાળામાં ઈએમઆઈ (EMI) દ્વારા રકમની ચુકવણી કરવાની હોય છે. કઈ રીતે ચુકવણી કરવી પસંદગીનો આધાર વેપારી, વસ્તુ અને તેની કિંમત વગેરે પર રહેલો છે. બેંકબજાર.કોમ (Bankbazaar.com)ના CBO પંકજ બંસલ કહે છે કે, મોટાભાગે જોવા મળે છે કે 14 થી 45 દિવસની અંદર ચુકવણી કરવાથી BNPL સ્કીમમાં કોઈ પણ વ્યાજ ચુકવવાનો રહેતો નથી, જ્યારે ઈએમઆઈ વિકલ્પ પસંદ કરવામાં આવે તો તેની પર વ્યાજની ચુકવણી કરવાની રહે છે.

  BNPL Vs Credit card, શું છે બેસ્ટ
  ક્રેડિટ કાર્ડ (Credit card) સાર્વત્રિક એટલે કે બધી જ જગ્યાઓ એ માન્ય છે, પણ જ્યારે BNPLની વાત આવે તો તે કેટલાક નિશ્ચિત વેપારીઓ દ્વારા જ સ્વિકૃત છે, જો કે સર્વિસ પ્રોવાઈડર્સ દ્વારા આવા વેપારી અને પાર્ટનરની સંખ્યામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. પંકજ બંસલ અનુસાર, ક્રેડિટ કાર્ડના ઉપયોગથી તમને કેશબેક, રિવોર્ડ પોઈન્ટ, એર માઈલ, સ્પેશિયલ ડિસ્કાઉંટ, એરપોર્ટ લોજ એક્સેસ વગેરે જેવા વધારાના લાભો મળવાની શક્યતા વધારે હોય છે.

  ક્રેડિટ કાર્ડની મદદથી તમે ઓનલાઈન શોપિંગ સાથે ઓફલાઈન શોપિંગ પણ કરી શકો છો પણ BNPLમાં તેવું શક્ય નથી. BNPLનો ઉપયોગ તમે માત્ર ઓનલાઈન શોપિંગ પૂરતો જ કરી શકો છો. BNPLની સરખામણીમાં ક્રેડિટ કાર્ડમાં ખર્ચની લિમીટ પણ વધુ હોય છે. બીજી બાજુ જો વાત કરીએ એક્ટ્રા ચાર્જિસની તો BNPLમાં કોઈ રિન્યુઅલ ફી, પ્રોસેસ ચાર્જ અને એન્યુઅલ ચાર્જ હોતા નથી, જે તમામ ક્રેડિટ કાર્ડમાં ચુકવવા પડે છે.

  પંકજ બંસલનું કહેવું છે કે જો તમે એક એવા સરળ પેમેન્ટ ઓપ્શનનો વિકલ્પ શઓધી રહ્યા છો, જે રિવોર્ડિંગ અને ફ્લેક્સિબલ બંને છે તો તમે ક્રેડિટ કાર્ડની પસંદગી કરી શકો છો. પણ જો તમે એવો કોઈ વિકલ્પ શોધી રહ્યાં છો જે સરળ હપ્તા કે ઈએમઆઈથી ચુકવણી કરવામાં ઉપયોગી હોય તો તમારે BNPLની પસંદગી કરવી જોઈએ.

  યોગ્યતાના માપદંડો
  ક્રેડિટ કાર્ડમાં બેંક તમારી વાર્ષિક આવક અને ક્રેડિટ સ્કોરને આધારે ક્રેડિટ કાર્ડ અંગેના નિર્ણયો કરતી હોય છે. જો તમારી આવક બેંક દ્વારા નક્કી કરેલી એક નિશ્ચિત મર્યાદામાં આવતી હોય તો જ તમે ક્રેડિટ કાર્ડ મેળવી શકો છો. જો તમારો ક્રેડિટ સ્કોર ઓછો છે અથવા તો તમારી ક્રેડિટ નથી તો તમને ક્રેડિટ કાર્ડ મેળવવામાં તકલીફ પડી શકે છે. જે લોકો નાના ટ્રાન્ઝેક્શન માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવા નથી માંગતા અથવા તો જે ક્રેડિટ કાર્ડ મેળવવા અસક્ષમ છે, તેવા લોકો માટે BNPL ઉપયોગી બને છે. બંસલ અનુસાર BNPL ક્રેડિટ કાર્ડની સરખામણીએ એક સરળ વિકલ્પ છે.

  આ પણ વાંચોઃ-OMG! પાળતું ડોગે ડોક્ટરની સામે જ કરી ઉલ્ટી, પેટમાંથી એવી વસ્તુએ માલકિન શમાઈ

  BNPL VS ક્રેડિટ કાર્ડના ચાર્જ
  આ બેંક અને ઈસ્યુઅર પર આધાર રાખતી બાબત છે. HDFB BANK FlexiPay- BNPL પર વ્યાજની વસુલાત કરે છે, જેમાં બેંક દ્વારા 30, 60 અને 90 દિવસની સમય મર્યાદા આપવામાં આવે છે. અહીં રુ. 3000ની ખરીદી પર મહિને રુ. 70નું વ્યાજ ચુકવવું પડે છે. જે 2.33 ટકા માસિક અને 27 ટકા વાર્ષિક વ્યાજ દર છે. Cashe અને Kissht લાંબાગાળાની લોન પર 30 ટકાની ચુકવણી કરે છે. રેક્ટિફાયક્રેડિટ.કોમ (rectifycredit.com)ના ફાઉંડર અપર્ણા રામચંદ્રા જણાવે છે કે બેંક દ્વારા લેવામાં આવેલી પર્સનલ લોન એ BNPL સ્કીમ કરતા ઘણી સસ્તી છે. બેક 10 થી 12 ટકાના વ્યાજની ચુકવણી કરે છે, જે BNPL સ્કીમ કરતા ઓછું છે.

  ઈએમઆઈ પર વ્યાજ દર સિવાય અહીં જો ગ્રાહક નક્કી તારીખ પછી ચુકવણી કરે તો લેટ ચુકવણીની ફી પણ ભરવી પડે છે તે સિવાય કન્વિનિયન્સ ફી પણ લાગુ કરવામાં આવે છે.

  ડિજીટલ લેંડિગ કંસલ્ટંટ પ્રાજિત ગર્ગ અનુસાર ફીનટેક ફર્મ અને બેંક BNPL સ્કીમ દ્વારા ક્રેડિટ કાર્ડ જેવી વર્ચ્યુલ ફિસેલિટી ઉભી કરી, જેમની પાસે ક્રેડિટ કાર્ડ નથી તેવાં યુવાનોને ટાર્ગેટ કરે છે અને સ્કીમ દ્વારા તેમને આકર્ષે છે.

  આ પણ વાંચોઃ-શિવાંશ કેસઃ શોરુમમાં સચિન અને મહેંદીની મુલાકાત બાદ પ્રેમ પાંગર્યો, પ્રેમથી લઈ 'પાપ' સુધીની કહાની

  ક્રેડિટ કાર્ડ પર ચુકવવામાં આવતાં વ્યાજનો દર એ સૌથી ઉંચો છે. અહીં તમારે માસિક 1.99થી 3.75 ટકા સુધી વ્યાજ ચુકવવું પડે છે. જે વાર્ષિક 24થી 45 ટકા છે. HDFC Bank Infinia ક્રેડિટ કાર્ડ પર 1.99 ટકા, SBI Elite પર 3.50 ટકા, સીટી કેશબેક પર 3.75 ટકા વ્યાજ ચુકવવું પડે છે. આ સિવાય તેના પર વાર્ષિક મેંબરશીપ ફી પણ ભરવાની હોય છે, જે રૂ. 500થી 10000 સુધીની હોય છે. આ ફી કાર્ડના પ્રકારને આધારે નક્કી થાય છે.

  શું પસંદ કરવું..
  તમને મળતા ડિસ્કાંઉટ, રિવોર્ડ, રીપેમેન્ટ મેથડ અને ખરીદીને આધારે કયો વિકલ્પ પસંદ કરવો તે નક્કી કરવું. જો તમે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છો તો ડ્યુ ડેટ પહેલા પૈસા તૈયાર રાખવા જરુરી છે. તમે ભલે કોઈ પણ વિકલ્પ પસંદ કરો પણ જે તમે ખર્ચ્યું છે તે તમારે ચુકવવાનું જ છે અને તે પણ પુરેપુરુ અને સમય પર. જો તેમ કરવામાં ના આવે તો વધારાના પેનલ્ટી ચાર્જ પણ ચુકવવા પડી શકે છે.

  આ પણ વાંચોઃ-વડોદરા મહેંદી હત્યા કેસઃ પોલીસે ફ્લેટમાં હીનાની લાશ કાઢી, સડેલી હાલતમાં પોટલો બાંધવો પડ્યો

  ચેતવણી આપતા પંકજ બંસલ કહે છે કે આ સુવિધામાંથી કોઈનો પણ બેદરકારીથી ઉપયોગ અને બાકી ચુકવણી તમારા ક્રેડિટ સ્કોરને ખરાબ કરે છે. જેનાં કારણે જો ભવિષ્યમાં તમે કોઈ લોન માટે એપ્લાય કરો છો તો કેટલીક શ્રેષ્ઠ ઓફરોનો લાભ તમે નહી મેળવી શકો. સલાહનીય છે કે આ પ્રકારની યોજનાઓ પર આધાર રાખવાને બદલે માસિક આવકને આધારે ખર્ચ કરવો. ફાઈનાન્સ ડિસીપ્લીનએ કોઈ પણ ફાઈનાન્શિયલ ઈન્સ્ટ્રુમેન્ટની વેલ્યુ વધારવામાં ઉપયોગી છે.
  Published by:ankit patel
  First published:

  Tags: Credit Cards, Festivals, Online Shopping, Shopping

  આગામી સમાચાર