Car Loan: તહેવારની સિઝનમાં ઑટો લોન લેતા પહેલા આ 5 વાતોનું રાખો ધ્યાન, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન

કાર લોન લેતી વખતે આ વાતોનું રાખો ધ્યાન.

Car Loan: તહેવારો દરમિયાન વાહનોનું વેચાણ વધે છે. આ દરમિયાન કાર કે ઑટો લોન પર પણ વાહનો ખરીદવામાં આવતા હોય છે. ઑટો લોન લેતા પહેલા અમુક વાતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે.

  • Share this:
    નવી દિલ્હી: લૉકડાઉન (Lockdown) હટતા જ માર્કેટે ફરીથી ઝડપ પકડી છે. લોકો પબ્લિક વાહનોમાં મુસાફરી ટાળી રહ્યા છે. મહામારી બાદ કારનું વેચાણ (Car Sale) વધવા લાગ્યું છે. બેંકોના લોન પોર્ટફોલિયો પણ સુધરી રહ્યા છે. જો તમે પણ લોન પર કાર કે અન્ય કોઈ વાહન ખરીદવા માંગો છો તો લોન લેતા પહેલા અમુક વસ્તુઓ જાણી લેવી જરૂરી (Auto Loan: Things You Never Miss Out) છે. આવું કરીને તમે નુકસાનથી બચી શકો છો. લોન લેતા પહેલા કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ તેના અંગે વિસ્તારથી માહિતી મેળવીએ.

    1) લોન લેતા પહેલા બજેટ બનાવો

    કાર ખરીદતા પહેલા બજેટ બનાવી લો. એ નક્કી કરો કે તમારે કઈ કાર લેવી છે. માર્કેટ નિષ્ણાતોનું કહેવું છે કે કાર ખરીદતા પહેલા લોકો સેકન્ડરી ખર્ચાઓનો હિસાબ નથી કરતા. જેમ કે કારનો ઇન્શ્યોરન્સ, પેટ્રોલ-ડીઝલ પર ખર્ચ, રિપેરિંગ ખર્ચ વગેરે. આ કારણે તેમનો ખર્ચ વધી જાય છે. આથી કારની ખરીદી સાથે આ તમામ વાતોનું પણ ધ્યાન રાખો.

    2) સારો ક્રેડિટ સ્કૉર જાળવી રાખવો જરૂરી

    કાર લોન જ નહીં, પરંતુ કોઈ પણ પ્રકારની લોન લેવા માટે સારો ક્રેડિટ સ્કોર જ રૂરી છે. સારો ક્રેડિટ સ્કોર તમારું કામ વધારે સરળ કરી દે છે. ક્રેડિટ કાર્ડ પર બાકીની ચૂકવણી અને અન્ય લોનની સમયસર ચૂકવણી કરવાથી તમારો સ્કોર વધે છે. આથી મજબૂત સ્કોર બનાવી રાખવો જોઈએ.

    3) કારની પસંદગી પહેલા જ કરી લો

    કારની ખરીદી ઉતાવળમાં ન કરવી જોઈએ. આથી ખરીદી પહેલા જ નક્કી કરી લો કે તમને સારી ડીલ ક્યાંથી મળશે. નિષ્ણાતોનું માનવું છે કે ગ્રાહકોએ પોતાની જરૂરિયાત પ્રમાણે કારની પસંદગી કરવી જોઈએ. ખૂબ મોંઘી કે પ્રસિદ્ધ કારને બદલે પોતાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કારની પસંદગી કરો. જેનાથી તમે ઓછી લોનમાં કારની ખરીદી કરી શકશો. જેનાથી તમારા પર ઈએમઆઈનો ભાર પણ ઓછો આવશે.

    આ પણ વાંચો: LPG સિલિન્ડરની કિંમતમાં 266 રૂપિયાનો વધારો; દેશમાં પેટ્રોલની કિંમત 122 રૂપિયાને પાર

    4) ડાઉન્ટ પેમેન્ટ જેટલું વધારે એટલું સારું

    કારની ખરીદી વખતે જેટલું વધારે ડાઉનપેમેન્ટ કરશો એટલો તમારા પર ઈએમઆઈનો ભાર ઓછો આવશે. મોટા ડાઉનપેમેન્ટથી કારનો પ્રિન્સિપાલ અને વ્યાજ બંને ઓછા થઈ જાય છે. પ્રિન્સિપાલ અમાઉન્ટ જેટલી ઓછી હશે એટલો જ દર મહિને હપ્તો ઓછો આવશે.

    5) લોનનો સમયગાળો

    મોટાભાગની બેંકો ગ્રાહકો લોન માટે વધારે સમયગાળો રાખે તેવો પ્રયાસ કરે છે. આ માટે બેંકો એવો તર્ક આપે છે કે તેનાથી તમારો માસિક હપ્તો ઓછો આવે છે. પરંતુ એક વાત યાદ રાખો કે લોનનો સમયગાળો જેટલો લાંબો રાખશે એટલું તમારે વધારે વ્યાજ ચૂકવવું પડશે. લોનનો સમયગાળો જેટલો ઓછો રહેશે એટલું તમારે ઓછું વ્યાજ ચૂકવવું પડશે.

    આ પણ વાંચો: પોલિસી બજારનો IPO ખુલ્યો: તમારે રોકાણ કરવું જોઈએ કે નહીં? 

    6) સમયસર EMIની ચૂકવણી કરો

    લોન લીધા બાદ ઈએમઆઈની ચૂકવણીની જવાદારી તમારી છે. જો તમે સમયસર ઈએમઆઈ ચૂકવશો તો તમારે ક્રેડિટ સ્કોર સારો રહેશે અને બેંક સાથે સારા સંબંધ બની રહેશે. નિષ્ણાતોનું કહેવું છે કે લોન મામલે ગ્રાહકોએ એક વાત યાદ રાખવી જોઈએ કે દેવું જેટલું ઝડપથી પૂર્ણ થાય એટલું સારું છે.
    Published by:Vinod Zankhaliya
    First published: