સ્વતંત્રતા દિવસ પર ખેડૂતોને મળી ભેટ, આટલા રુપિયા સુધી સસ્તું થયું ખાતર

News18 Gujarati
Updated: August 15, 2019, 3:42 PM IST
સ્વતંત્રતા દિવસ પર ખેડૂતોને મળી ભેટ, આટલા રુપિયા સુધી સસ્તું થયું ખાતર
સસ્તા થયાં કેમિકલ ફર્ટિલાઇઝર

ભારત પોતાનો 73 મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. આ પ્રસંગે ખાતર કંપની ઈફકો (IFFCO) એ ખેડૂતોને ભેટ આપી છે.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: ભારત પોતાનો 73મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. આ પ્રસંગે ખાતર કંપની ઇફકોએ ખેડૂતોને ભેટ આપી છે. ઇફ્કોએ DAP અને NPK ખાતરના ભાવમાં બેગ દીઠ 50 રુપિયાનો ઘટાડો કર્યો છે. તાજેતરમાં કેન્દ્રની મોદી સરકારે બિન-યુરિયા ખાતરોના ભાવમાં સ્થિરતા કરવા સબસિડીમાં વધારો કર્યો છે. સરકારી તિજોરી પર 22 હજાર કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ થશે. પોષણયુક્ત સમૃદ્ધ ખાતરમાં રાહત, કૃષિ ખર્ચ ઘટાડવા અને ખેડૂતોની આવક વધારવા સરકારે આ પગલું ભર્યું છે.

સસ્તા થયાં કેમિકલ ફર્ટિલાઇઝર -કંપની ઇફ્કોએ DAP અને NPK ખાતરના ભાવમાં બેગ દીઠ 50 રુપિયાનો ઘટાડો કર્યો છે. કંપની આ કપાતને ખેડૂતો માટે ભેટ ગણાવી રહી છે.

નવી કિંમતો- ઇફકો તરફથી ઘટાડા બાદ હવે NPK I ખાતરની કિંમત 1250 રૂપિયાથી ઓછી થઇ.


>> જ્યારે NPK II ની કિંમત 1260 હતી, ઘટાડા બાદ 1210 રુપિયા થઈ ગઈ છે.
>> એ જ રીતે એનપીના ભાવ 1000 રૂપિયાથી ઘટીને 950 રૂપિયા આવી ગયા છે.>> આ ઉપરાંત ડીએપીની કિંમત પ્રતિ બેગ રૂપિયા 1300 થી ઘટીને 1250 રૂપિયા થઈ ગઈ છે.DAP શું છે- ડીએપીનું પૂરું નામ ડી એમોનિયમ ફોસ્ફેટ (Di ammonium phosphate) છે. આ ખાતરમાં ફોસ્ફરસની માત્રા અડધાથી વધુ છે. તેનો કેટલાક ભાગ પાણીમાં દ્રાવ્ય હોય છે જ્યારે કેટલાક ભાગ જમીનમાં ભળી જાય છે.>> DAP જમીનની ફળદ્રુપતા વધારવાની સાથે તેને બરડ પણ બનાવે છે જે મૂળને ફેલાવવામાં મદદ કરે છે. જેનાથી મૂળ મજબૂત હોય છે, ત્યારે પાકમાં વધુ ફળ ઉત્પન્ન થાય છે.

NPK શું છે- એનપીકે ખાતરમાં નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટેશિયમ સામેલ છે. આ ખાતરનું કામ છોડ અને ફળોને મજબૂત બનાવવાનું છે. આ ખાતરના ઉપયોગથી ફળોના પતનની સમસ્યા ઓછી થાય છે.

>> બંને ખાતરો દાણાદાર હોય છે, તેથી તેનો ઉપયોગ પાકની વાવણી સમયે જ થાય છે જેથી છોડની દાંડી મજબૂત થાય અને મૂળ જમીનમાં વધુને વધુ ફેલાય.
First published: August 15, 2019, 3:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading