સમગ્ર વિશ્વમાં રેલ્વેનું વિશાળ નેટવર્ક છે. ભારત સહિત અન્ય દેશોમાં દરરોજ કરોડો લોકો ટ્રેન મારફતે એક જગ્યાએ થી બીજી જગ્યાએ પહોંચે છે. બદલાતા સમયની સાથે રેલવેમાં સુવિધાઓ ઝડપથી વિસ્તરી રહી છે. ક્યાંક ટ્રેન ટનલની અંદર દોડી રહી છે તો ક્યાંક દરિયાની સપાટીથી ઊંચાઈ પર બનેલા પુલ પરથી પસાર થઈ રહી છે. અહીં દુનિયાની સૌથી લાંબી રેલવે ટનલ બનાવવામાં આવી રહી છે. ખાસ વાત એ છે કે આ ટનલ દરિયાની અંદર બનાવવામાં આવી રહી છે.
આ ટનલના નિર્માણથી 2 શહેર નહીં પરંતુ 2 દેશ જોડાઈ જશે. આ 'અંડરવોટર ટનલ' 2029 સુધીમાં તૈયાર થઈ જશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ટનલની લંબાઈ 18 કિલોમીટર હશે. આ મહત્વપૂર્ણ રેલવે પ્રોજેક્ટ પર લગભગ 62,000 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આ ટનલ માટે તૈયાર કરાયેલા 89 મોટા કોંક્રીટ સેક્શનને ક્રેનની મદદથી બાલ્ટિક સમુદ્રમાં 40 મીટર નીચે એકસાથે મૂકવામાં આવશે.
બાલ્ટિક સમુદ્રની અંદર 40 મીટર અંદર બનાવવામાં આવી રહેલી આ ટનલ જર્મનીના ફેહમર્ન અને ડેનમાર્કના લૌલેન્ડ આઇલેન્ડને જોડશે. તે યુરોપનો સૌથી મોટો ઇન્ફ્રા પ્રોજેક્ટ છે. વાસ્તવમાં, હાલમાં, કરોડો લોકો બોટ દ્વારા બંને દેશો વચ્ચે મુસાફરી કરે છે, જેમાં 45 મિનિટનો સમય લાગે છે, પરંતુ હવે આ ટનલના નિર્માણ અને તેના પર ટ્રેન દોડવાથી, આ અંતર 7 મિનિટમાં કાપવામાં આવશે.
આ ટનલનું સત્તાવાર નામ ફેહમર્ન બેલ્ટ ફિક્સ્ડ લિંક છે. તે વિશ્વની સૌથી લાંબી રેલ અને રોડ ટનલ હશે. તેમાં બે ડબલ રોડ લેન હશે, જ્યારે સર્વિસ લેન અલગ હશે. ત્યાં, 2 ઇલેક્ટ્રિક રેલ ટ્રેક હશે. આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટને 2008માં મંજૂરી આપવામાં આવી હતી.
આ ટનલના નિર્માણ પછી, ડેનમાર્ક ટનલથી આવા-જવા માટે હાઇ-સ્પીડ ઇલેક્ટ્રિક રેલ લાઇન બનાવવાનો હેતુ છે. તેમજ ફેહમર્ન બેલ્ટ ટનલ વ્યૂહાત્મક દૃષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેના નિર્માણને કારણે મધ્ય યુરોપમાં કનેક્ટિવિટી વધુ સારી બનશે. આ ટનલ દ્વારા રેલવે અને રોડ માર્ગે માલસામાનની હેરફેર કરવામાં આવશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર