પૈસાની જરૂર છે? સસ્તા દરે લોનના આ ચાર વિકલ્પ પર નજર દોડાવો

પ્રતિકાત્મક તસવીર

પર્સનલ લોન કે ક્રેડિટ કાર્ડ કરતાં આ પ્રકારની લોન લેવાનો આગ્રહ રાખવો જોઈએ

  • Share this:
નવી દિલ્હી : આર્થિક જરૂરિયાત સંતોષવા માટે ઘણી વખત લોન લેવી પડે છે. જેમાં ખાસ કરીને સિક્યોર લોન તરફ લોકો વધુ ધ્યાન આપે છે. આવી લોનમાં અનસિક્યોર લોન કરતા વ્યાજ દર ઓછા હોય છે. આ ઉપરાંત સિક્યોર લોન વધુ સરળતાથી મળી જાય છે. લોન આપનાર સંસ્થા પાસે સિક્યુરિટી તરીકે કોઈ વસ્તુ રહેતી હોવાથી બંને તરફ અનુકૂળતા રહે છે. પર્સનલ લોન કે ક્રેડિટ કાર્ડ કરતાં આ પ્રકારની લોન લેવાનો આગ્રહ રાખવો જોઈએ. અહીં ચાર પ્રકારની સિક્યોર લોન અંગે વિગત આપવામાં આવી છે.

સિક્યુરિટીઝ પર લોન

સિક્યુરિટીઝ પર લોન લેવી સરળ છે. બોન્ડ, શેર ઈટીએફ, મ્યુચ્યુઅલ ફંડ, કેવીપી, જેવી સિક્યુરિટીઝ પર લોન ઝડપથી મળે છે. જે સિક્યુરિટીઝ ગીરવે મૂકી છે, તેમા મળતું વ્યાજ, ડિવિડન્ડ અને બોનસ સહિતના લાભ તો સતત ચાલુ જ રહેશે. લોનની રકમ લોન લેનાર દ્વારા કોલેટરલ તરીકે ગીરવે મૂકાયેલી સિક્યોરિટીઝના જોખમની આકારણી પર આધારીત છે. સિક્યોરિટીઝ પર લોન સામાન્ય રીતે ક્રેડિટ મર્યાદા સાથે ઓવરડ્રાફ્ટ સુવિધાના રૂપમાં આપવામાં આવે છે. લોન લેનાર તેની જરૂરિયાત મુજબ તેમાંથી ઉપયોગ કરી શકે છે.

જ્યારે લોન લેનારાને દર મહિને વ્યાજ ચૂકવવુ પડે છે. આ પ્રકારની લોનમાં રીપેમેન્ટ ચાર્જ લેવાતો નથી. ઓવરડ્રાફ્ટમાં લૉન લેનાર ઈચ્છે ત્યારે પ્રિન્સિપલ અમાઉન્ટ ચૂકવી શકે છે. આમ, ચુકવણીની રાહત અને રીપેમેન્ટ ફી ભરવાની ન હોવાથી લોકો માટે સિક્યોરિટીઝ સામે લોન એક ઉત્તમ વિકલ્પ છે. બીજી તરફ એલટીવી રેશિયોનો પ્રશ્ન પણ ઉભો રહે છે.

આ પણ વાંચો - અમદાવાદ : એક્સપર્ટ ઓપિનિયન, કારણ વગર રેમડેસિવીર ઈન્જેક્શન લેવાથી કિડની-લીવર પર થઈ શકે છે અસર

ગોલ્ડ લોન

ગોલ્ડ લોનને સૌથી સરળ લોન માનવામાં આવે છે. ધિરાણકર્તા સામાન્ય રીતે અરજી કર્યાના દિવસે જ ગોલ્ડ લોન મેળવી લે છે. સોનાની લોનની ચુકવણીની મુદત સામાન્ય રીતે ત્રણ વર્ષ સુધીની હોય છે. લોનની રકમ વેલ્યુએશન પર આધાર રાખે છે. જેમાં એલટીવી રેશિયો ધ્યાનમાં રાખવામાં આવે છે.

ગોલ્ડ લોન મેળવવાનો મોટો ફાયદો એ છે કે, તેની ચુકવણીમાં રાહત મળે છે. સામાન્ય ઇએમઆઈ મોડ સિવાય ધિરાણ આપનારાઓ બુલેટ ચુકવણીની ઓફર થાય છે. લોનની સમયમર્યાદા આ લોનનું મુખ્ય ઘટક છે. સાનુકૂળ ચુકવણીના વિકલ્પના કારણે જરૂરિયાતવાળા લોકો તેનો ખાસ ઉપયોગ કરે છે.

મિલકત સામે લોન

પ્રોપર્ટી સામે લોન પણ ખૂબ સરળ વિકલ્પ છે. માર્કેટ વેલ્યુના 50થી 70 ટકા રકમ પ્રોપર્ટી સામે લોનના વિકલ્પમાં મળે છે. આ લોનમાં હપ્તા નાનાં હોય છે. જોકે, તે લાંબા સમય સુધી ચાલે છે. પ્રોપર્ટી સામેની લોનમાં એકંદરે 15થી 25 વર્ષ સુધીના હપ્તા હોય છે. આ લોન પાસ થવામાં ઘણી વખત સમય વધુ લાગે છે. તુરંત પૈસાની જરૂર હોય તો આ પ્રકારની લોનનો વિકલ્પ યોગ્ય નથી.

હોમ લોનમાં ટોપ અપ

આ લોનનો લાભ ફક્ત એવા લોકો જ લઈ શકે છે જેઓની હોમ લોન અત્યારે ચાલુ હોય. લોનના હપ્તા ભર્યા હોય તેમના માટે આ લોન લેવામાં અનુકૂળતા રહે છે. ટોપ અપ લોનનો કાર્યકાળ સામાન્ય રીતે 15 વર્ષ સુધીનો હોય છે. આ લોનમાં વ્યાજ દર સામાન્ય રીતે હોમલોન જેટલો જ હોય છે. લોનની ભરેલી રકમ અને બાકી રકમ વચ્ચેનો ડીફરન્સ લૉન તરીકે મળે છે. લોનની પ્રક્રિયામાં લગભગ 15 દિવસ લાગે છે. કેટલાક ધીરનારાઓએ તે જ દિવસના લોન આપી દેવાય છે. ઘણા લેન્ડર પ્રિ-અપ્રુવ્ડ લોન પણ ઓફર કરે છે.

નિષ્કર્ષ શું?

લાંબા સમયની લોન, નીચા વ્યાજદર, ખર્ચ સહિતના મામલે ટોપ-અપ હોમ લોન લેવી શ્રેષ્ઠ પસંદગી છે. બાકીની લોન મુખ્યત્વે કોલેટરલની ઉપલબ્ધતા પર આધારિત છે. જેથી સિક્યોરિટીઝ, ચુકવણીની મુદત, પ્રોસેસિંગ ફી, પ્રિપેયમેન્ટ ચાર્જને ધ્યાનમાં રાખવો જોઈએ.
First published: