Home /News /business /

ફેડરલ બેંકે લોંચ કર્યાં ત્રણ નવા ક્રેડિટ કાર્ડ વેરિએન્ટ, શું તમારે અરજી કરવી જોઈએ?

ફેડરલ બેંકે લોંચ કર્યાં ત્રણ નવા ક્રેડિટ કાર્ડ વેરિએન્ટ, શું તમારે અરજી કરવી જોઈએ?

ફેડરલ બેંક (ફાઇલ તસવીર)

Federal bank: કાર્ડના ત્રણ વેરિએન્ટ (Federal bank Credit card Variants)માં સેલેસ્ટા, ઇમ્પેરિયો અને સિગ્નેટનો સમાવેશ થાય છે.

મુંબઈ: ભારતમાં ડિજિટલ પેમેન્ટનો ટ્રેન્ડ (Digital payment trends) વધી રહ્યો છે અને કોરોના મહામારી (Corona pandemic)ના સમયમાં તે વધુ મહત્વપૂર્ણ બની ગયો છે. દેશના મોટા શહેરો તેમજ નાના શહેરોમાં ક્રેડિટ કાર્ડ (Credit card)માં વધારો થયો છે. આ દરમિયાન ક્રેડિટ કાર્ડ સેગમેન્ટમાં ફેડરલ બેંક (Federal bank) દ્વારા પણ વિકલ્પો આપવામાં આવી રહ્યા છે. ગત 5 સપ્ટેમ્બરના રોજ VISA સાથે સંકળાયેલા ત્રણ વેરિયન્ટને ફેડરલ બેંક દ્વારા જબરદસ્ત ઑફર સાથે લોન્ચ કરવામાં આવ્યા હતા.

કાર્ડના ત્રણ વેરિએન્ટ (Federal bank Credit card)માં સેલેસ્ટા, ઇમ્પેરિયો અને સિગ્નેટનો સમાવેશ થાય છે. આ ત્રણેય વેરિયન્ટ ગ્રાહકોની વિવિધ કેટેગરીની જરૂરિયાતોને પહોંચી વળવા માટે બનાવવામાં આવ્યા છે. બેંકે પરિવારલક્ષી ગ્રાહકો માટે ઈમ્પેરિયો અને ઉંચી આવક ધરાવતા વ્યક્તિઓ માટે સેલ્ટાસ અને યુવા વ્યાવસાયિકો માટે સિગ્નેટ કાર્ડનો વિકલ્પ આપ્યો છે. આ ક્રેડિટ કાર્ડ્સમાં ડાયનેમિક વાર્ષિક ટકાવારી દરો (APR) હોય છે. જે મહિને 0.49 ટકાથી (એટલે કે, વર્ષે 5.88 ટકા)થી શરૂ થાય છે. ત્યારે શું તમારે ક્રેડિટ કાર્ડ માટે અરજી કરવી જોઈએ કે નહીં? તે અંગે અહીં જાણકારી આપવામાં આવી છે.

કોને અને કેવી રીતે મળશે કાર્ડ?

આ કાર્ડ હાલમાં બેંકના હાલના ગ્રાહકોને ઑફર કરવામાં આવી રહ્યા છે. ભવિષ્યમાં ફેડરલ બેંકના ગ્રાહક ન હોય તે લોકો પણ ક્રેડિટ કાર્ડ મેળવી શકશે. ગ્રાહકો બેંકની મોબાઈલ એપ FedMobileના માધ્યમથી એપ્લાય કરી શકે છે. ત્યારબાદ વર્ચ્યુઅલ ક્રેડિટ કાર્ડ (Virtual credit card) એપ્લિકેશન પર તુરંત આપી દેવાશે. જ્યારે ફિઝિકલ કાર્ડ નોંધાયેલા સરનામે આવી જશે.

વ્યાજદર શું રહેશે?

આ ક્રેડિટ કાર્ડમાં વ્યાજદર 5.88 ટકાથી 41.88 ટકા (વાર્ષિક) રહેશે. ટકાવારી ગ્રાહકના સરેરાશ માસિક બેલેન્સ પર આધારિત રહેશે. ફેડરલ બેંકમાં ડિપોઝિટ, અનસિક્યોર્ડ, કાર્ડ્સ, વેલ્થ અને બેન્કએશ્યોરન્સ માટે કન્ટ્રી હેડ નિલોફર મુલ્લાન્ફિરોઝ કહે છે કે, જો કોઈ ગ્રાહક અમારી બેંક સાથે બચત ખાતામાં વધુ બેલેન્સ રાખે તો અમે ક્રેડિટ કાર્ડ પર ઓછા વાર્ષિક વ્યાજ દર વસૂલીશું. વ્યાજ કેસ-ટુ-કેસ ધોરણે અને ક્રેડિટ વર્તણૂક જેવા અન્ય પરિબળો પર બદલાશે. ફેડરલ બેંક સાથે ઓપરેટિવ એકાઉન્ટ જાળવતા ન હોય તેવા નવા ગ્રાહકો માટે વ્યાજદર 41.88 ટકા હશે.

ક્રેડિટ કાર્ડમાં રિવોર્ડ પોઇન્ટ મળશે?

સેલેસ્ટા (Celesta): મુસાફરી અને આંતરરાષ્ટ્રીય કેટેગરીમાં ખર્ચ બદલ ત્રણ ગણા (3X) રિવોર્ડ મળશે. જ્યારે ડાઇનિંગ કેટેગરી માટે બે ગણા (2X) રિવોર્ડ અને અન્ય કેટેગરીઓ માટે 1X રિવોર્ડ મેળશે.

ઈમ્પેરિયો (Imperio): હેલ્થ કેર અને કરિયાણાની કેટેગરીમાં ખર્ચ બદલ 3X રિવોર્ડ, વિજળી, મોબાઇલ, ગેસ વગેરે યુટિલિટી બિલ ચુકવણીમાં ખર્ચ બદલ 2X રિવોર્ડ અને અન્ય કેટેગરીઓ માટે 1X રિવોર્ડ આપવામાં આવશે. તેમજ અમુક ઓફરમાં એમેઝોન ગિફ્ટ વાઉચર્સ, 1 ટકા ફ્યુઅલ સરચાર્જ મુક્તિ, પાર્ટનર રેસ્ટોરન્ટ્સ સાથે ડાઇનિંગ ડિસ્કાઉન્ટ, એરપોર્ટ પર કોમ્પ્લિમેન્ટરી લાઉન્જ એક્સેસ વગેરે આપવામાં આવશે. આ બધા જ કાર્ડમાં વાર્ષિક ફી રૂ. 750થી રૂ. 3000 જેટલી રહેશે.

કોના માટે વધુ મહત્ત્વના?

ક્રેડિટ કાર્ડ પર ડાયનેમિક વાર્ષિક ટકાવારી HNI માટે ઉપયોગી છે. જોકે, આવા વ્યાજદર રૂ. 10 લાખનું ત્રિમાસિક બેલેન્સ જાળવવું જરૂરી છે. ફાઈનાન્શિયલ એજ્યુકેટર અને ફિનસેફ ઇન્ડિયાના સ્થાપક મરીન અગ્રવાલ કહે છે કે, મોટાભાગના ગ્રાહકો બચત ખાતામાં રૂ. 50,000થી રૂ. 3 લાખ વચ્ચેનું બેલેન્સ જાળવવાનું પસંદ કરે છે. તેમના માટે બેંક 30 ટકા વ્યાજ ચાર્જ કરે છે. જે અન્ય બેંકોના ચાર્જ જેટલું છે.

આ કાર્ડના ફીચર્સ કાગળ પર સારા દેખાય છે, પરંતુ ખૂબ ઓછા લોકોને કામના હોવાનો મત પણ વ્યક્ત થયો છે. નામ ન આપવાની શરતે રિટેઇલ બેંકરે કહ્યું કે, હરીફોની સરખામણીએ આ ક્રેડિટ કાર્ડસની ફી ખૂબ ઊંચી છે. દા.ત. મિડ-રેન્જ કાર્ડ ઇમ્પેરિયોની ફી વાર્ષિક રૂ. 1,500ની તુલનામાં અન્ય બેંકોના ક્રેડિટ કાર્ડ રૂ. 500થી રૂ. 700ની વાર્ષિક ફી સાથે આવે છે. સુવિધા પણ સમાન રહે છે. આ ઉપરાંત Amazon Pay ICICI Bank Credit Card જેવા કોબ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ લાઈફટાઈમ કોઈ ફી વગર આવે છે.

આ પણ વાંચો: ફાટેલી ચલણી નોટોનો શું કરવું? SBIએ આપી મહત્તવની જાણકારી

આ ઉપરાંત વાર્ષિક ફીમાં મુક્તિ મેળવવા ખર્ચની સીમા ઘણી વધારે છે. દા.ત. સેલેસ્ટા કાર્ડ પર તમારે એક વર્ષમાં 3 લાખ રૂપિયા ખર્ચ કરવાની જરૂર પડે છે. આવી જ રીતે ઈમ્પેરિયોમાં પછીના વર્ષની વાર્ષિક સભ્યપદ ફીમાં મુક્તિ મેળવવા રૂ. 1.50 લાખ અને સિગ્નેટ કાર્ડ માટે 75,000 રૂપિયા ખર્ચ કરવાની જરૂર પડે.

એપ્લાય કરવું જોઈએ?

સૌથી નીચા વ્યાજ 5.88 ટકાએ આ ક્રેડિટ કાર્ડ્સ મેળવવાની શરતો કડક છે. ફક્ત HNI ગ્રાહકો આ ક્રેડિટ કાર્ડમાં નીચા વ્યાજદર મેળવી શકે છે. બીજી બાજુ રીન્યુ માટેની ફી પણ હાઈ છે. આવી જ રીતે આ કાર્ડના લાભ અન્ય લાઈફટાઈમ ફી વગરના કાર્ડમાં પણ મળે છે. (HIRAL THANAWALA, moneycontrol)
First published:

Tags: Bank, ક્રેડિટ કાર્ડ

આગામી સમાચાર