SBIનાં ગ્રાહકોને સ્પેશિયલ સર્વિસ! હવે ATMથી પણ ઉપાડી શકાશે FDનાં રૂપિયા

SBI મલ્ટી ઓપ્શન ડિપોઝિટ (MOD) નામથી એક FDની સુવિધા આપે છે. તેમાં આપ આપની જરૂરિયાત પ્રમાણે 1000 રૂપિયાનાં મલ્ટીપલ્સ એટલે કે ગુણામાં પૈસા કાઢી શખો છો. આ વિડ્રોઅલ ATM દ્વારા કરી શકાય છે

News18 Gujarati
Updated: September 12, 2018, 8:56 AM IST
SBIનાં ગ્રાહકોને સ્પેશિયલ સર્વિસ! હવે ATMથી પણ ઉપાડી શકાશે FDનાં રૂપિયા
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: September 12, 2018, 8:56 AM IST
બેંકમાં FD (ફિક્સ્ડ ડિપોઝિટ) કરાવવાનો સૌથી સેફ અને બેસ્ટ ઓપ્શન માનવામાં આવે છે. એટલે જ દેશણાં FD ખુબજ પ્રચલિત છે. પણ આજકાલની આ ફાસ્ટ લાઇફ સ્ટાઇલમાં બેંક જઇને FD કરાવવી અને પછી તેને તોડીને પૈસા કઢાવવા અઘરું કામ થઇ જાય છે. તેથી આ મુશ્કેલીઓનું સમાધાન દેશની સૌથી મોટી બેંક SBI લઇને આવી છે. SBI મલ્ટી ઓપ્શન ડિપોઝિટ (MOD) નામથી એક FDની સુવિધા આપે છે. તેમાં આપ આપની જરૂરિયાત પ્રમાણે 1000 રૂપિયાનાં મલ્ટીપલ્સ એટલે કે ગુણામાં પૈસા કાઢી શખો છો. આ વિડ્રોઅલ ATM દ્વારા કરી શકાય છે.

આપને જણાવી દઇએ કે MOD કરાવનારા ગ્રાહકો માટે તેને લિંક્ડ સેવિંગ્સ અકાઉન્ટમાં મિનિમમ મંથલી એવરેજ બેલેન્સ જરૂરી છે.

SBIએ બદલ્યો રોકડ જમા કરવાનો નિયમ, જાણી લો આ મહત્વની વાત

શું છે MOD : આ એક પ્રકારની ટર્મ ડિપોઝિટ છે. પણ આ માટે સૌથી ઉત્તમ છે ગ્રાહકનાં સેવિંગ કે કરંટ અકાઉન્ટનું તેની સાથે લિંક્ડ હોવું. એવામાં જો ડિપોઝિટર તે લિંક્ડ અકાઉન્ટમાંથી પૈસા કાઢવા ઇચ્છે છે તો તે અમાઉન્ટ અકાઉન્ટમાં હાજર નહીં હોય તો પૈસા MODથી કાઢી શકે છે. MOD પર પણ એટલું જ વ્યાજ મળે છે જેટલું SBIમાં એક સામાન્ય FD પર મળએ છે. વિડ્રોઅલ બાદ વ્યાજ MODમાં વધેલી રકમ પર મળવાનું શરૂ થાય છે.

SBIએ ગ્રાહકોને મોકલ્યા આ SMS! ઈગ્નોર કરશો તો નહી કરી શકો લેવડ-દેવડ

કેવી રીતે ખોલાય MOD- આ માટે મિનિમમ ડિપોઝિટ લિમિટ 10,000 રૂપિયા છે. બાદમાં તેને આપ 1000 રૂપિયાનાં મલ્ટીપલ્સ એટલે કે ગુણામાં પૈસા ડિપોઝઇટ કરી શકાય છે. તેમાં મેક્સિમમ અમાઉન્ટની કોઇ જ લિમિટ નથી.

Post Office Vs SBI : જાણો ક્યાં FD કરશો તો મળશે વધુ વળતર !
Loading...
તે એક વર્ષથી લઇને 5 વર્ષ સુધીનાં સમય માટે ખોલાવી શકાય છે. તેને પ્રીમેચ્યોર વિડ્રોઅલની પણ સુવિધા છે. જોકે તેનાં પર TDS (ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ) ચુકવવો પડે છે.

વિદ્યાર્થીઓ માટે SBIની ઝીરો બેલેન્સ ખાતા પર મળશે આ ફાયદા

શું છે ફાયદો-  તેનાં પર ગ્રાહકને લોન અને નોમિનેશનની સુવિધાનો ફાયદો મળે છે.
First published: September 12, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर