Home /News /business /China Corona : ચીનમાં કોરોનાના સબ-વેરિએન્ટનો ખૌફ! બજારમાં 9%નો કડાકો, લાગી શકે છે લોકડાઉન

China Corona : ચીનમાં કોરોનાના સબ-વેરિએન્ટનો ખૌફ! બજારમાં 9%નો કડાકો, લાગી શકે છે લોકડાઉન

ચીનમાં કોરોનાના નવા સબ-વેરિએન્ટનો ભય

ચીનના નાણાકીય બજારોમાં અર્થવ્યવસ્થામાં મંદીના સંકેત દેખાઈ રહ્યા છે. તો કોરોના સંક્રમણને અટકાવવા માટે લોકડાઉન લાગી શકે છે. જો લોકડાઉન થશે તો આર્થિક ગતિવિધિઓ પર બ્રેક લાગશે અને શેરબજાર વધુ નીચે આવી શકે છે.

    કોવિડનું (Covid19) નવું સબ-વેરિઅન્ટ ચીનમાં મોટા પાયે ફેલાઈ રહ્યું છે. પરિસ્થિતિ એવી છે કે ચીનમાં કદાચ ફરી એકવાર લોકડાઉન લાગી શકે છે. કથળી રહેલી સ્થિતિને જોતા ચીનના શેરબજારમાં પણ ભય વર્તાઈ રહયો છે. આ જ કારણથી Hang Seng China Enterprise Indexમાં 28 જૂનથી લગભગ 9 ટકાનો ઘટાડો નોંધાયો છે.

    મનીકંટ્રોલના એક સમાચાર મુજબ, ચીનના નાણાકીય બજારોમાં અર્થવ્યવસ્થામાં મંદીના સંકેત દેખાઈ રહ્યા છે. તો કોરોના સંક્રમણને અટકાવવા માટે લોકડાઉન લાગી શકે છે. જો લોકડાઉન થશે તો આર્થિક ગતિવિધિઓ પર બ્રેક લાગશે અને શેરબજાર વધુ નીચે આવી શકે છે.

    બધા કામકાજ અટકી જશે


    નિષ્ણાંતોનું કહેવું છે કે ચીનમાં કોરોનાના સબ-વેરિઅન્ટનો ભય પ્રવર્તે છે. જો આના કારણે લોકડાઉન થશે તો ફેક્ટરીઓમાં ઉત્પાદન અટકી જશે. લોકો ખર્ચ કરી શકશે નહીં. બાંધકામ સંબંધિત કામ અટકી જશે અને વાહનવ્યવહાર પણ ઠપ્પ થઈ જશે. નિષ્ણાંતોનું કહેવું છે કે તાજેતરમાં ક્રૂડ ઓઈલના ભાવમાં જે ઘટાડો થયો છે, તેનું કારણ ચીનમાં કેટલીક જગ્યાએ લોકડાઉન લાગવું છે.

    આ પણ વાંચો -શ્રીલંકા બાદ હવે પાકિસ્તાનમાં આર્થિક સંકટ, જાણો કેમ દેવાળીયો બની રહ્યો છે દેશ

    છેલ્લા કેટલાક દિવસોમાં ચીનની કરન્સી યુઆન પણ નબળી પડી રહી હોવાનું જોવા મળી રહ્યું છે. કમજોર કરન્સી માત્ર આયાતને અસર કરશે નહીં, પરંતુ દેવાનો બોજ પણ વધારશે. Iron oreના ભાવ સાત મહિનાના સૌથી નીચા સ્તરે આવી ગયા છે. Evergrande Group જે ચીનની એક મોટી રિયલ એસ્ટેટ કંપની, છે તે લોન ચૂકવણીમાં ડિફોલ્ટર થઇ શકે છે.

    બીજા ક્વાર્ટરમાં આર્થિક વૃદ્ધિ દર માત્ર 1.2% રહેશે?


    રિપોર્ટ અનુસાર શુક્રવારે સત્તાવાર માહિતીમાં ચીનનો આર્થિક વિકાસ બીજા ક્વાર્ટરમાં માત્ર 1.2 ટકા રહેવાની આશા છે. અર્થવ્યવસ્થા સાથે જોડાયેલા ઈન્ડિકેટર્સ દર્શાવે છે કે ઘટાડાની શરૂઆત થઇ શકે છે. બીજી બાજુ ચીનની સેન્ટ્રલ બેંકે લિક્વિડિટી વધારવાના પગલાં પાછા ખેંચવાનું શરૂ કરી દીધું છે. એવું માનવામાં આવે છે કે આનાથી આ વર્ષના બાકીના દિવસોમાં નાણાકીય સ્થિતિ પર દબાણ આવી શકે છે.

    સેક્સો બેન્કના ઇક્વિટી સ્ટ્રેટેજી હેડ પીટર ગાર્નરીએ જણાવ્યું હતું કે, “રોકાણકારોની સૌથી મોટી ચિંતા આર્થિક પ્રવૃત્તિઓ ફરીથી ઠપ્પ થવાનો છે. સ્થાનિક સરકારના બજેટ પર ટેસ્ટિંગ અને વેટ રિબેટની મોટા પાયે અસર પડી રહી છે. આનાથી અર્થતંત્રને ટેકો આપવાની તેમની ક્ષમતા ઘટી રહી છે."

    હવેના 6 મહિના માટે ચીન આશાસ્પદ!


    ચીન સરકારની આશાઓ હવે આ વર્ષના બીજા ભાગ પર છે. સરકારનું માનવું છે કે તેમાં 5.5 ટકા વૃદ્ધિનો લક્ષ્યાંક હાંસલ થશે. સરકારના નાણાકીય પગલાંમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચમાં વધારો, બિઝનેસ પર ટેક્સ ઘટાડવા જેવા પગલાંનો સમાવેશ થાય છે. આમ છતાં વિકાસનો લક્ષ્યાંક હાંસલ થતો દેખાઈ રહ્યો નથી. જેનું સૌથી મોટું કારણ કોરોનાને વધતો રોકવા માટે આર્થિક ગતિવિધિઓ પર ફરીથી પ્રતિબંધ લાગવાની આશંકા છે.

    આ અઠવાડિયે નવા વેરિઅન્ટના ચેપનો માત્ર એક કેસ નોંધાયા બાદ ચીનના સ્ટીલ હબ તરીકે જાણીતું એક શહેર 3 દિવસ માટે બંધ કરવામાં આવ્યું હતું. વિશ્વના જુગારનું સૌથી મોટું કેન્દ્ર મકાઉમાં મોટાભાગની પ્રવૃત્તિઓ પર એક અઠવાડિયા માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
    First published:

    Tags: Coronavirus, Lockdown