Home /News /business /

શું નીચા બેંક એફડી દરોથી છો પરેશાન? આ કોર્પોરેટ FD ઓફર કરે છે 7.25% સુધી વ્યાજ

શું નીચા બેંક એફડી દરોથી છો પરેશાન? આ કોર્પોરેટ FD ઓફર કરે છે 7.25% સુધી વ્યાજ

FD with highest Interest Rate

નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ (NBFCs)/હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ (HFCs) દ્વારા જાહેર કરાયેલ કોર્પોરેટ ફિક્સ્ડ ડિપોઝિટ (Corporate fixed deposits), બેંક ફિક્સ્ડ ડિપોઝિટ (FDs) કરતાં વધુ વ્યાજ દર (Interest Rates) ઓફર કરે છે.

    નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ (NBFCs)/હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ (HFCs) દ્વારા જાહેર કરાયેલ કોર્પોરેટ ફિક્સ્ડ ડિપોઝિટ (Corporate fixed deposits), બેંક ફિક્સ્ડ ડિપોઝિટ (FDs) કરતાં વધુ વ્યાજ દર (Interest Rates) ઓફર કરે છે, ખાસ કરીને જાહેર ક્ષેત્રની બેંકો અને મુખ્ય ખાનગી ક્ષેત્રની બેંકો દ્વારા ઓફર કરવામાં આવતા વ્યાજ દરોની સરખામણીમાં. જો કે, બેંક એફડીથી વિપરીત ડીઆઈસીજીસી (DICGC) રૂ. 5 લાખની ડીપોઝીટ ઇન્શ્યોરન્સની સાથે કોર્પોરેટ એફડીને આવરી લેતું નથી.

    તો ચાલો CRISIL, ICRA, CARE જેવી રેટિંગ એજન્સીઓ દ્વારા અસાઇન કરવામાં આવેલ FDના ક્રેડિટ રેટિંગ (Credit Rating) પર એક નજર કરીએ. આ રેટિંગ કંપનીઓની સમયસર વ્યાજ ચૂકવવાની ક્ષમતા અને તમારા FD કાર્યકાળના અંતે પ્રિન્સિપલ પણ દર્શાવે છે. અહીં પૈસાબજાર દ્વારા ફીલ્ટર કરાયેલા શ્રેષ્ઠ વ્યાજ દરો ઓફર કરતી કોર્પોરેટ એફડી છે.

    શ્રી રામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સ કો. લિ.


    શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સ કંપની લિમિટેડ ત્રણ વર્ષના કાર્યકાળ માટે ખોલવામાં આવેલી એફડી પર 7.25 ટકા વ્યાજ દર ઓફર કરે છે. આમ, 3-વર્ષના કાર્યકાળ માટે ખોલવામાં આવેલી રૂ. 10,000ની એફડી મેચ્યોરિટી તારીખે રૂ. 12,420 જેટલી થશે. મેચ્યાર થાપણોના રીન્યૂ પર NBFC 0.25 ટકા વધારાનું વ્યાજ પણ ઓફર કરે છે. CRISILએ આ NBFCને FAAA/Stableનું ક્રેડિટ રેટિંગ આપ્યું છે. વધુમાં, ક્રેડિટ રેટિંગ એજન્સી ICRAએ આ NBFCને MAA+/Stableનું ક્રેડિટ રેટિંગ આપ્યું છે.

    શ્રીરામ સીટી યુનિયન ફાઇનાન્સ કો. લિ.


    શ્રીરામ સિટી યુનિયન ફાઇનાન્સ કંપની લિમિટેડ 3 વર્ષના સમય માટે ખોલવામાં આવેલી એફડી પર 7.25 ટકા વ્યાજ દર ઓફર કરે છે. આમ, 3 વર્ષ માટે ખોલવામાં આવેલી રૂ. 10,000ની એફડી મેચ્યોરિટી તારીખે રૂ. 12,420 જેટલી થશે. 0.25 ટકાનું વધારાનું વ્યાજ p.a. મેચ્યોર થાપણોના રીન્યૂવલ પર ડિપોઝીટર્સને ઓફર કરવામાં આવે છે. ક્રેડિટ રેટિંગ એજન્સી ICRAએ આ NBFCને MAA+/Stable નું ક્રેડિટ રેટિંગ આપ્યું છે.

    બજાજ ફાઇનાન્સ લિ.


    બજાજ ફાઇનાન્સ લિમિટેડ 3-વર્ષના સમયગાળા માટે ખોલવામાં આવેલી એફડી પર 7.00 ટકા વ્યાજ દર ઓફર કરે છે. NBFC દ્વારા નિર્ધારિત ન્યૂનતમ થાપણ રકમ રૂ. 15,000 છે. આમ, 3 વર્ષ માટે ખોલવામાં આવેલી રૂ.15,000ની એફડી મેચ્યોરિટી તારીખે રૂ. 18,376 જેટલી થશે. CRISILએ આ NBFCને FAAA/Stableનું ક્રેડિટ રેટિંગ આપ્યું છે.

    મુથૂટ કેપિટલ સર્વિસિઝ લિ.


    મુથૂટ કેપિટલ સર્વિસીસ લિમિટેડ 3-વર્ષ માટે ખોલવામાં આવેલી એફડી પર. 6.75 ટકા વ્યાજ દર ઓફર કરે છે. આમ, 3-વર્ષ માટે ખોલવામાં આવેલી રૂ. 10,000ની એફડી મેચ્યોરિટી તારીખે રૂ. 12,165 જેટલી થશે. ક્રેડિટ રેટિંગ એજન્સી ક્રિસિલે મુથૂટ કેપિટલ સર્વિસિસ લિમિટેડને FA+/Stableનું ક્રેડિટ રેટિંગ આપ્યું છે.

    PNB હાઉસિંગ ફાઇનાન્સ લિ.


    PNB હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ 3-વર્ષના કાર્યકાળ માટે ખોલવામાં આવેલી ક્યુમ્યુલેટિવ એફડી પર 6.60 ટકા વ્યાજ દર ઓફર કરે છે. આમ 3-વર્ષના કાર્યકાળ માટે ખોલવામાં આવેલી રૂ. 10,000ની એફડી મેચ્યોરિટી તારીખે રૂ. 12,114 જેટલી થશે. ક્રેડિટ રેટિંગ એજન્સી CRISILએ આ HFCને FAA+/નેગેટિવનું ક્રેડિટ રેટિંગ આપ્યું છે.

    ICICI હોમ ફાઇનાન્સ લિ.


    ICICI હોમ ફાઇનાન્સ લિમિટેડ 3-વર્ષ માટે ખોલવામાં આવેલી એફડી પર 6.20 ટકા વ્યાજ દર ઓફર કરે છે. આમ 3-વર્ષના સમયગાળા માટે ખોલવામાં આવેલી રૂ. 10,000ની એફડી પાકતી તારીખે રૂ. 11,978 જેટલી થશે. CRISILએ આ HFCને FAAA/Stable નું ક્રેડિટ રેટિંગ આપ્યું છે.

    HDFC લિમિટેડ


    એચડીએફસી લિમિટેડ 3-વર્ષના કાર્યકાળ માટે ખોલવામાં આવેલી ક્યુમ્યુલેટિવ એફડી પર 6.30 ટકા વ્યાજ દર ઓફર કરે છે. 3-વર્ષ માટે ખોલવામાં આવેલી રૂ. 10,000ની ક્યુમ્યુલેટિવ એફડી મેચ્યોરિટી તારીખે રૂ. 12,012 જેટલી થશે. આ HFC તેમની ઓનલાઈન ડિપોઝિટ સિસ્ટમ અને ઓટો-રીન્યૂ ડિપોઝીટ પર 0.05%ના વધારાના વ્યાજ દર ઓફર કરે છે. CRISILએ આ HFCને FAAA/Stable નું ક્રેડિટ રેટિંગ આપ્યું છે.

    આપને જણાવી દઇએ કે, FDs અને ક્રેડિટ રેટિંગનો ડેટા 11 મે, 2022 સુધીનો છે, જે NBFC/HFCs ની સંબંધિત વેબસાઇટ્સ પર આપવામાં આવ્યો છે. ફિક્સ્ડ ડિપોઝિટ વ્યાજ દરો નોન-સિનિયર સિટિઝન (60 વર્ષથી ઓછી ઉંમરના) માટે છે.
    Published by:Bhavyata Gadkari
    First published:

    Tags: FD, FD Rates

    આગામી સમાચાર