Home /News /business /સિનિયર સિટીઝન માટે FD Interest Rates, જાણો કઈ બેંક આપી રહી છે સૌથી વધુ દર
સિનિયર સિટીઝન માટે FD Interest Rates, જાણો કઈ બેંક આપી રહી છે સૌથી વધુ દર
ફિક્સ્ડ ડિપોઝિટનો વ્યાજદર વધશે
જોકે, આ ટર્મ ડિપોઝિટ્સ મર્યાદિત સમય માટે જ ઉપલબ્ધ છે અને આગામી કેટલાક મહિનાઓમાં તે પૂર્ણ થઇ જશે. આ વિશેષ એફડી યોજનાઓની અંતિમ તારીખ દરેક બેંકમાં અલગ અલગ હોય છે.
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI), એચડીએફસી બેંક (HDFC), આઈસીઆઈસીઆઈ બેંક (ICICI) અને બેંક ઓફ બરોડા (BOB) સહિત ઘણી બેંકોએ કોવિડ (Covid-19) અને ધીમી અર્થવ્યવસ્થાને (Economy) કારણે બેંક થાપણો પર ઘટતા વ્યાજ દરો અને ફિક્સ્ડ ડિપોઝિટમાં વરિષ્ઠ નાગરિકોના વિશ્વાસને સુરક્ષિત રાખવા માટે વરિષ્ઠ નાગરિકો માટે 2020માં વિશેષ ફિક્સ્ડ ડિપોઝિટ યોજનાઓ (FD Schemes for Senior Citizens) શરૂ કરી હતી. આ યોજના ખાસ કરીને વરિષ્ઠ વ્યક્તિઓ માટે બનાવવામાં આવી હતી. જેમને રૂ. 2 કરોડથી ઓછી થાપણો પર ઊંચું પ્રીમિયમ મળશે. જો કે, આ વ્યાજ દર મેળવવા માટે સમયગાળો 5થી 10 વર્ષની વચ્ચે હોવો જરૂરી છે.
લિમીટેડ પીરિયડ
જોકે, આ ટર્મ ડિપોઝિટ્સ મર્યાદિત સમય માટે જ ઉપલબ્ધ છે અને આગામી કેટલાક મહિનાઓમાં તે પૂર્ણ થઇ જશે. આ વિશેષ એફડી યોજનાઓની અંતિમ તારીખ દરેક બેંકમાં અલગ અલગ હોય છે.
18 મે 2020થી 30 સપ્ટેમ્બર, 2022 સુધી ચાલતી વિશેષ ડિપોઝીટ ઓફર દરમિયાન 5 વર્ષના સમયગાળા માટે 5 કરોડથી ઓછી ફિક્સ્ડ ડિપોઝિટ બુક કરાવનાર વરિષ્ઠ નાગરિકોને 0.50 ટકાના વર્તમાન પ્રીમિયમ ઉપરાંત 0.25 ટકાનું વધારાનું પ્રીમિયમ મળશે. આ વિશેષ ઓફર નિયત સમયગાળા દરમિયાન વરિષ્ઠ નાગરિકો દ્વારા નવી ફિક્સ્ડ ડિપોઝિટ તેમજ રિન્યૂઅલ માટે માન્ય છે. બિન-નિવાસી ભારતીયો આ ઓફર માટે પાત્ર નથી. જો ઉપરોક્ત ઓફરમાં બુક કરાયેલી ફિક્સ્ડ ડિપોઝિટ 5 વર્ષ કે તે પહેલાં અકાળે બંધ થઈ જાય, તો વ્યાજનો દર કોન્ટ્રાક્ટેડ રેટ અથવા ડિપોઝિટ બેન્ક પાસે હોય તે સમય માટે લાગુ પડતા બેઝ રેટ બેમાંથી જે ઓછું હોય તેના કરતાં 1.00 ટકા ઓછો રહેશે.
ICICI બેંક
સિનિયર સિટીઝન ICICI બેંકમાં ઉચ્ચ વ્યાજ દર મેળવવા માટે વરિષ્ઠ નાગરિક માટે ક્યુરેટ કરેલી આ વિશેષ એફડી યોજનાનો લાભ લઈ શકે છે. જોકે તે ફક્ત નિર્ધારિત સમયગાળા માટે જ છે. ગ્રાહકોને વાર્ષિક 0.50 ટકાના વર્તમાન વધારાના દરથી વધુ રકમ મળશે. રેસિડેન્ટ સિનિયર સિટીઝન ગ્રાહકોને ટૂંકાગાળા માટે વધારાના 0.25 ટકા વ્યાજ દર મળશે. આ યોજનાના સમયગાળા દરમિયાન વધુ દર નવી અને રીન્યૂ કરેલી એમ બંને ડિપોઝીટ પર આપવામાં આવશે. આ વિશેષ એફડી માટે પાત્ર સમયગાળો 5 વર્ષ 1 દિવસથી 10 વર્ષ સુધીનો છે અને તેની માન્યતા 7 ઓક્ટોબર, 2022 સુધી છે.
ભારતીય સ્ટેટ બેંક દ્વારા વરિષ્ઠ નાગરિકો માટે એક વિશેષ "SBI Wecare" ડિપોઝિટ રજૂ કરવામાં આવી છે, આ એલિમિટેડ પીરિયડ ઓફર છે જે 30 સપ્ટેમ્બર, 2022ના રોજ સમાપ્ત થશે. આ યોજના હેઠળ વરિષ્ઠ નાગરિકોને તેમના રિટેલ ટીડી પર 5 વર્ષ કે તેથી વધુના સમયગાળા માટે 30 બેસિસ પોઇન્ટનું વધારાનું પ્રીમિયમ ચૂકવવામાં આવશે. સૂચવેલા વ્યાજના દર નવી ડિપોઝીટ તેમજ મેચ્યોર થયેલી નવી ડિપોઝીટ પર લાગુ થશે. તમામ સિનિયર સિટીઝન અને એસબીઆઈના 60 વર્ષ કે તેથી વધુ વયના પેન્શનર્સને લાગુ પડતો દર તમામ સમયગાળા માટે નિવાસી ભારતીય વરિષ્ઠ નાગરિકોને લાગુ પડતા દર કરતા 0.50 ટકા વધુ રહેશે. એટલે કે એસબીઆઈના રેસિડેન્ટ ભારતીય સિનિયર સિટિઝન પેન્શનર્સને સ્ટાફ (1 ટકા) અને નિવાસી ભારતીય વરિષ્ઠ નાગરિકોના લાભ (0.50 ટકા) એમ બંને મળશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર