નવી દિલ્લી: જો તમે પણ પોસ્ટ ઓફિસ (Post office) દ્વારા મોટી કમાણી કરવાની ઈચ્છા ધરાવો છે તો તમે ફિક્સ ડિપોઝિટ (Fixed deposit) માં રોકાણ કરી શકો છો. પોસ્ટ ઓફિસમાં એફડી (Post office fixed deposite) કરાવવા પર તમને અનેક પ્રકારની ખાસ સુવિધાઓ પણ મળી શકે છે. અને આ સિવાય સરકારી ગેરંટી પણ મળે છે. પોસ્ટ ઓફિસમાં તમારા રૂપિયા સંપૂર્ણ સુરક્ષિત છે. અને આ સિવાય તમને વ્યાજમાં પણ ફાયદો મળે છે. અને ત્રિમાસિક વ્યાજની સુવિધા પણ મળે છે.
પોસ્ટ ઓફિસમાં એફડી કરવી એકદમ સહેલી છે. ઈન્ડિયા પોસ્ટ (India post)ની વેબસાઈટ અનુસાર, પોસ્ટની ઓફિસમાં તમે 1,2,3,5 વર્ષો માટે એફડી કરાવી શકો છો. પોસ્ટમાં એફડી કરવાથી કેવા પ્રકારના થાય છે ફાયદાઓ આવો જાણીએ
1. પોસ્ટ ઓફિસમાં એફડી કરવાથી ભારત સરકારની ગેરંટી મળે છે.
2. આ એક સરકારી યોજના છે તેમા રોકાણ કરેલા પૈસા સંપૂર્ણ સુરક્ષિત છે.
3. તમે પોસ્ટમાં એફડી ઓફલાઈન અને ઓન લાઈન એમ બંન્ને રીતે કરી શકો છો.
4. તમે પોસ્ટ ઓફિસમાં એક કરતા પણ વધારે એફડી કરી શકો છો. આ સિવાય એફડી એકાઉન્ટને જોઈન્ટ પણ કરી શકો છો.
5.જો તમે પોસ્ટમાં 5 વર્ષ માટે એફડી કરો છો તો તમને આઈટી રીટર્ન કરતા સમયે છૂટ આપવામાં આવશે.
6.એક પોસ્ટ ઓફિસમાંથી બીજી પોસ્ટ ઓફિસમાં તમારી એફડી તમે સહેલાઈથી ટ્રાન્સફર પણ કરી શકો છો.
એફડી કેવી રીતે ખોલવી
પોસ્ટ ઓફિસમાં એફડી માટે, તમે ચેક અથવા રોકડ ચૂકવીને ખાતું ખોલી શકો છો. ખાતું ખોલવા માટે લઘુતમ જરૂરિયાત 1000 રૂપિયા છે. આ ખાતામાં જમા કરાયેલી મહત્તમ રકમ પર કોઈ મર્યાદા નથી.
તમને FD પર કેટલું વ્યાજ મળે છે
FD પર મળતા વ્યાજની વાત કરીએ તો તે 7 દિવસથી એક વર્ષની FD પર 5.50 ટકા વ્યાજ આપે છે. 1 વર્ષ 1 દિવસથી 2 વર્ષની FD પર પણ સમાન વ્યાજ દર છે. 3 વર્ષ સુધીની FD પર 5.50 ટકાના દરે વ્યાજ પણ ઉપલબ્ધ છે. 6.70 ટકા વ્યાજ FD પર 3 વર્ષ એક દિવસથી 5 વર્ષ સુધી ઉપલબ્ધ છે.
આ સિવાય ગ્રાહકોને ખાતા ટ્રાન્સફર કરવાની સુવિધા પણ મળે છે. તમે FD ને તમારી નજીકની ઓફિસમાં ટ્રાન્સફર કરી શકો છો. આ સિવાય નોમિની ઉમેરવા કે બદલવાની સુવિધા પણ આપવામાં આવી છે. ખાતું ખોલ્યા પછી પણ તમે નોમિનીને ઉમેરી અથવા બદલી શકો છો.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર