Home /News /business /ક્રિપ્ટો રોકાણકારોને નિશાન બનાવવા માટે હવે ક્રિપ્ટો સ્કેમર્સ LinkedInનો કરે છે ઉપયોગ : FBI
ક્રિપ્ટો રોકાણકારોને નિશાન બનાવવા માટે હવે ક્રિપ્ટો સ્કેમર્સ LinkedInનો કરે છે ઉપયોગ : FBI
ક્રિપ્ટો રોકાણકારોને નિશાન બનાવવા LinkedInનો ઉપયોગ
17 જૂન, 2022ના રોજ CNBC સાથેની મુલાકાતમાં FBIના સ્પેશિયલ એજન્ટ સીન રાગને ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, નેટવર્કિંગ પ્લેટફોર્મ લિંક્ડઇન ગેરકાયદે પ્રવૃત્તિઓ માટેનું કેન્દ્ર બની ગયું છે. ક્રિપ્ટો સ્કેમ હવે લિંક્ડઇન અને તેના કોમ્યુનિટી મેમ્બર્સ માટે ખતરો બની ગયા છે.
ઓનલાઈન છેતરપિંડીનું પ્રમાણ આસમાને છે. લોકોના એકાઉન્ટમાંથી પૈસા પડાવવા માટે સ્કેમર્સ નવા નવા રસ્તાનો ઉપયોગ કરે છે. અત્યારે ખાસ કરીને ક્રિપ્ટો રોકાણકારો (crypto investors)ને ટાર્ગેટ કરતા ક્રિપ્ટો સ્કેમર્સ (crypto scammers)નો આતંક ચરમસીમાએ પહોંચી ગયો છે. હવે તો તેઓ લિંક્ડઇન (LinkedIn)ના માધ્યમથી છેતરપિંડી કરી રહ્યા છે.
આ બાબતે 17 જૂન, 2022ના રોજ CNBC સાથેની મુલાકાતમાં FBIના સ્પેશિયલ એજન્ટ સીન રાગને ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, નેટવર્કિંગ પ્લેટફોર્મ લિંક્ડઇન ગેરકાયદે પ્રવૃત્તિઓ માટેનું કેન્દ્ર બની ગયું છે. ક્રિપ્ટો સ્કેમ હવે લિંક્ડઇન અને તેના કોમ્યુનિટી મેમ્બર્સ માટે ખતરો બની ગયા છે.
કઈ રીતે થાય છે છેતરપિંડી?
સીન રાગને સમજાવ્યું હતું કે, સ્કેમર્સ ઇન-બિલ્ટ મેસેજિંગ ફીચર દ્વારા પ્રોફેશનલ દેખાતી બનાવટી પ્રોફાઇલ્સમાંથી અમુક યુઝર્સનો સંપર્ક કરી તેમની સાથે વાતચીત કરે છે. સ્કેમર્સ શરૂઆતમાં તેમનો વિશ્વાસ જીતવા માટે તેઓને કાયદેસરના ઇન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ પર લઈ જાય છે. તેઓ અમુક મહિનાઓ સુધી પીડિત સાથે સંબંધ રાખે છે અને પછી તેમને પૈસાને એક અલગ પ્લેટફોર્મ પર ખસેડવા માટે સમજાવે છે. આવા પ્લેટફોર્મ ગેરકાયદે હોય છે અને તેનું સંચાલન પણ સ્કેમર્સ દ્વારા થાય છે. જ્યાંથી નાણાંની છેતરપિંડી થાય છે.
તેઓએ વધુમાં સમજાવ્યું કે, આ પ્રકારની છેતરપિંડીની પ્રવૃત્તિ ખૂબ વધી છે અને ઘણા યુઝર્સ ટાર્ગેટ પર છે, જ્યારે અનેક યુઝર્સ તેનો શિકાર બની ચૂક્યા છે. સીએનબીસી સાથેની મુલાકાતના ભાગરૂપે આગળ આવેલા પીડિતોના ગ્રુપે $200,000 થી $1.6 મિલિયન સુધીની રકમની છેતરપિંડી થઈ હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો.
લિંક્ડઇન બિઝનેસ નેટવર્કિંગ માટેનું વિશ્વસનીય પ્લેટફોર્મ હોવાથી પીડિતો અજાણ્યા લોકોના મેસેજને પણ થોડી વધુ ગંભીરતાથી લે છે. આવી જ રીતે ડેટિંગ પોર્ટલો પર પણ લોકો ભોગ બની રહ્યા છે, તેમાં હનીટ્રેપ રોમાંસ કૌભાંડો થાય છે. પ્રેમને બદલે સ્કેમર્સ વ્યવસાય, નેટવર્કિંગ અને નોકરીની તકોની આડમાં યુઝર્સને છેતરે છે.
અહી ઉલ્લેખનિય છે કે, માઇક્રોસોફ્ટની લિંક્ડઇનમાં વૈશ્વિક સ્તરે 830 મિલિયનથી વધુ યુઝર્સ છે. આ પ્લેટફોર્મ 200થી વધુ દેશોમાં હાજરી ધરાવે છે. ફેડરલ ટ્રેડ કમિશન (એફટીસી) અનુસાર, જાન્યુઆરી 2021થી માર્ચ 2022ની વચ્ચે આવા રોકાણ સંબંધિત છેતરપિંડીમાં ગુમાવેલા નાણાંની રકમ 575 મિલિયન ડોલર હતી. લિંક્ડઇને પણ પોતાના નિવેદનમાં સ્વીકાર્યું હતું કે, આવી પ્રવૃત્તિ તેના પ્લેટફોર્મ પર વધુને વધુ પ્રચલિત બની રહી છે અને પ્લેટફોર્મ તેને ડામવા પ્રયાસ કરી રહ્યું છે.
લિંક્ડઇને એકાઉન્ટ સ્ક્રીનિંગ અને બ્લોકિંગમાં વધારો કર્યો છે. માત્ર 2021માં કંપનીએ 32 મિલિયન શંકાસ્પદ એકાઉન્ટ્સને બંધ કર્યા છે. એક અહેવાલમાં લિંક્ડઇને જણાવ્યું છે કે, તેની સાયબર સિક્યુરિટી સિસ્ટમ્સે જુલાઈ 2021થી ડિસેમ્બર 2021ની વચ્ચે આવા 96 ટકા બનાવટી એકાઉન્ટ્સને બંધ કરી દીધા છે. આ સિસ્ટમે રજિસ્ટ્રેશન દરમિયાન 11.9 મિલિયન ફેક એકાઉન્ટ્સને પણ રેડ-ફ્લેગ કર્યા હતા અને ઓપરેટિંગ દરમિયાન 4.4 મિલિયન જોખમી એકાઉન્ટ્સની ઓળખ કરી હતી. આ એકાઉન્ટ્સને બ્લોક કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત લિંક્ડઇન દ્વારા યુઝર્સને ફરિયાદ નોંધાવવા અને આવી ઘટનાઓની જાણ કરવા માટે પણ પ્રોત્સાહિત કરવામાં આવે છે.
લિંક્ડઇને સીએનબીસીને જણાવ્યું હતું કે, અમે અમારી પોલીસીનો અમલ કરીએ છીએ, જે ખૂબ જ સ્પષ્ટ છે. લિંક્ડઇન પર નાણાકીય કૌભાંડો સહિત છેતરપિંડીની પ્રવૃત્તિ ચલાવી લેવાતી નથી. અમે અમારા મેમ્બર્સને સુરક્ષિત રાખવા માટે દરરોજ કામ કરીએ છીએ.
કોઈ પણ કાયદેસર બિઝનેસ ક્રિપ્ટોકરન્સીનો આગ્રહ રાખશે નહીં: જો તમને માત્ર ક્રિપ્ટોકરન્સીમાં જ ચૂકવણી કરવાનું કહેવામાં આવે તો સમજી જાવ કે દાળમાં કઈક કાળું છે.
રોમાન્સ અને રોકાણ અલગ રાખો: જો ઇન્ટરનેટ પર તમારા પસંદગીની વ્યક્તિ તમારા ક્રિપ્ટોને કોઈ અલગ સ્થળે ખસેડવાની સલાહ આપે તો તેનાથી દૂર રહો. રોમાન્સ સ્કેમથી 2021થી અત્યાર સુધીમાં લોકો સાથે $185 મિલિયનની છેતરપિંડી થઈ છે. વર્તમાન સમયે ઇન્વેસ્ટમેન્ટ સ્કેમ પ્રથમ ક્રમે છે, ત્યારબાદ રોમાન્સના ઓઠા હેઠળ થતાં સ્કેમનો ક્રમ આવે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર