Home /News /business /

Multibagger Stocks: આ મલ્ટીબેગર સ્મોલ કેપ સ્ટોક્સે 6 મહિનામાં આપ્યું 100 ટકાથી વધુ રિટર્ન, જુઓ લીસ્ટ

Multibagger Stocks: આ મલ્ટીબેગર સ્મોલ કેપ સ્ટોક્સે 6 મહિનામાં આપ્યું 100 ટકાથી વધુ રિટર્ન, જુઓ લીસ્ટ

મલ્ટીબેગર રિટર્ન

Multibagger Stocks: ટાઇન એગ્રો- આ સ્ટોકે છેલ્લા 6 મહીનામાં 113 ટકા રિટર્ન આપ્યું છે. તે એક જ મ્યૂચ્યુઅલ ફંડ સ્કીમમાં સામેલ છે, જેનું નામ Baroda BNP Paribas Multi Cap Fund છે.

નવી દિલ્હી: છેલ્લા 6 મહિનાથી શેર બજાર (Share Market)માં અનેક ઉતાર ચઢાવ જોવા મળ્યા છે. અમેરિકામાં વધતી મોંઘવારી અને મંદીના ડરથી બજાર પર ગંભીર અસરો જોવા મળી રહી છે. જોકે, અમુક સ્મોલ કેપ શેર છે, જે બજારના આ ઉતાર ચઢાવમાં પણ રોકાણકારોને દમદાર રિટર્ન (Return) આપી રહ્યા છે. અહીં અમે એવા સ્મોલ કેપ શેર્સ વિશે જણાવવા જઇ રહ્યા છીએ, જેને મ્યૂચ્યુઅલ ફંડ હાઉસ (Mutual Fund House) ખૂબ પસંદ કરી રહ્યા છે.

ટાઇન એગ્રો : આ સ્ટોકે છેલ્લા 6 મહીનામાં 113 ટકા રિટર્ન આપ્યું છે. તે એક જ મ્યૂચ્યુઅલ ફંડ સ્કીમમાં સામેલ છે, જેનું નામ Baroda BNP Paribas Multi Cap Fund છે.

મેંગાલોર રીફાઇનરી એન્ડ પેટ્રોકેમિકલ્સ : આ સ્ટોકે છેલ્લા 6 મહીનામાં 110 ટકા રિટર્ન આપ્યું છે. આ સ્ટોક 8 મ્યૂચ્યુઅલ ફંડ સ્કીમ્સમાં સામેલ છે.

શારદા ક્રોપકેમ : આ સ્ટોકે છેલ્લા 6 મહીનામાં 79 ટકા રિટર્ન આપ્યું છે. આ સ્ટોક 7 મ્યૂચ્યુઅલ ફંડ સ્કીમ્સમાં સામેલ છે. જેમાં DSP Small Cap, HDFC Hybrid Equity જેવા નામ સામેલ છે.

જે-કુમાર ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ : આ સ્ટોકે છેલ્લા 6 મહીનામાં 76 ટકા રિટર્ન આપ્યું છે. આ સ્ટોક 3 મ્યૂચ્યુઅલ ફંડ સ્કીમ્સમાં સામેલ છે. જેમાં HDFC Balanced Advantage, HDFC Infrastructure, UTI Infrastructure Fund સામેલ છે.

ભારત ડાયનામિક્સ : આ સ્ટોકે છેલ્લા 6 મહીનામાં 74 ટકા રિટર્ન આપ્યું છે. આ સ્ટોક 20 મ્યૂચ્યુઅલ ફંડ સ્કીમ્સમાં સામેલ છે. જેમાં DSP India, T.I.G.E.R., HDFC Balanced Advantage વગેરે સામેલ છે.

Wendt (India) : આ સ્ટોકે છેલ્લા 6 મહીનામાં 66 ટકા રિટર્ન આપ્યું છે. આ સ્ટોક 3 મ્યૂચ્યુઅલ ફંડ સ્કીમ્સમાં સામેલ છે. જેમાં SBI Contra, SBI Infrastructure વગેરે નામ સામેલ છે.

નવ ભારત વેન્ચર્સ : આ સ્ટોકે છેલ્લા 6 મહીનામાં 61 ટકા રિટર્ન આપ્યું છે. આ સ્ટોક 1 મ્યૂચ્યુઅલ ફંડ સ્કીમ્સમાં સામેલ છે. જેનું નામ Aditya Birla Infrastructure Fund છે.

આ પણ વાંચો: અદાણી જૂથનો આ મલ્ટીબેગર શેર સતત છઠ્ઠા દિવસે 52 વીક હાઈ પર

દીપક ફર્ટીલાઇઝર્સ : આ સ્ટોકે છેલ્લા 6 મહીનામાં 59 ટકા રિટર્ન આપ્યું છે. આ સ્ટોક 2 મ્યૂચ્યુઅલ ફંડ સ્કીમ્સમાં સામેલ છે. જેમાં Axis Small Cap, Mahindra Manulife Multi Cap Badhat Yojanaના નામ સામેલ છે.

શ્રી રેણુકા સુગર્સ : આ સ્ટોકે છેલ્લા 6 મહીનામાં 54 ટકા રિટર્ન આપ્યું છે. આ સ્ટોક એક મ્યૂચ્યુઅલ ફંડ સ્કીમ્સમાં સામેલ છે. જેનું નામ ક્વાન્ટ સ્મોલ કેપ ફંડ છે.

તમિલનાડુ ન્યૂઝપ્રિન્ટ એન્ડ પેપર્સ : આ સ્ટોકે છેલ્લા 6 મહીનામાં 51 ટકા રિટર્ન આપ્યું છે. આ સ્ટોક 9 મ્યૂચ્યુઅલ ફંડ સ્કીમ્સમાં સામેલ છે. જેમાં Aditya Birla SL Pure Value, HDFC Retirement Savings Fund-Hybrid-Uquity જેવા નામ સામેલ છે.

આ પણ વાંચો: દારૂના હપ્તાનું 'સેટિંગ' કરવાનો ઓડિયો વાયરલ થયા બાદ ASI સસ્પેન્ડ 

GHCL : આ સ્ટોકે છેલ્લા 6 મહીનામાં 50 ટકા રિટર્ન આપ્યું છે. આ સ્ટોક 10 મ્યૂચ્યુઅલ ફંડ સ્કીમ્સમાં સામેલ છે. જેમાં Aditya Birla SL Dividend Yield, DSP Small Cap જેવા નામ સામેલ છે.

શોપર્સ સ્ટોપ : આ સ્ટોકે છેલ્લા 6 મહીનામાં 50 ટકા રિટર્ન આપ્યું છે. આ સ્ટોક 12 મ્યૂચ્યુઅલ ફંડ સ્કીમ્સમાં સામેલ છે. જેમાં DSP Small Cap and Small Cap Fund જેવા નામ સામેલ છે.
First published:

Tags: Investment, Share market, Stock market, Stock tips

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन