1 જાન્યુઆરી 2021થી ટોલ પ્લાઝા પર FASTag અનિવાર્ય, જાણે કેવી રીતે મળશે ફાસ્ટેગ

ફાઇલ તસવીર.

આપના વાહન પર ફાસ્ટેગ નહીં લગાવ્યું હોય તો આપને હાઇવે પર અસુવિધા થઈ શકે છે

 • Share this:
  નવી દિલ્હીઃ ભારત સરકારના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે એક નોટિફિકેશન જાહેર કર્યું છે. જેમાં 1 જાન્યુઆરીથી તમામ ચાર પૈડાવાળા વાહનો માટે ફાસ્ટેગ (FASTag)ને અનિવાર્ય કરી દેવામાં આવ્યું છે. સમગ્ર દેશમાં સરકાર ફાસ્ટેગના માધ્યમથી ટોલ પ્લાઝા (Toll Plaza)થી 100 ટકા ચૂકવણી મેળવવા માંગે છે અને ટોલ પ્લાઝા પર રોકડ લેવડ-દેવડને સંપૂર્ણપણે બંધ કરવા માંગે છે. નોંધનીય છે કે હાલ દેશમાં 80 ટકા ટોલ પ્લાઝા પર ફાસ્ટેગની સુવિધા છે. જેને સરકાર ડિસેમ્બર અંત સુધીમાં 100 ટકા કરવા માંગે છે. એવામાં જો આપના વાહન પર ફાસ્ટેગ નહીં લગાવ્યું હોય તો આપને હાઇવે પર અસુવિધા થઈ શકે છે. આવો જાણીએ કેવી રીતે ફાસ્ટેગ કામ કરે છે અને તેને કેવી રીતે તમે પોતાના વાહન પર લગાવી શકો છો...

  FASTag કેવી રીતે કામ કરે છે? - નોંધનીય છે કે, ફાસ્ટેગ માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય અને NHAIની પહેલ છે. આ એક ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન ટેકનિક છે. એક રેડિયો ફ્રીકવન્સી ઓળખ ટેગ છે, જે ગાડીઓની આગળના કાચ પર લાગેલો હોય છે, જેથી ટોલ પ્લાઝાથી પસાર થતાં ત્યાં લાગેલા સેન્સર તેને રીડ કરી શકે. જ્યારે ફાસ્ટેગ લગાવેલા વાહન ટોલ પ્લાઝાથી પસાર થાય છે તો ટોલ ટેક્સ ફાસ્ટેગથી જોડાયેલા પ્રીપેડ કે બચત ખાતામાં જાતે જ કપાઈ જાય છે.

  FASTag કેવી રીતે મેળવી શકાય? - નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા અનુસાર ફાસ્ટેગ ઇ-કોમર્સ વેબસાઇટ અમેઝોન, ફ્લિપકાર્ટ, સ્નેપડીલ અને પેટીએમ પર ઉપલબ્ધ છે. આ ઉપરાંત આપ ફાસ્ટેગને બેંક અને પેટ્રોલ પંપ પરથી પણ ખરીદી શકો છો. બેંકથી ફાસ્ટેગ ખરીદતી વખતે તમારે ધ્યાન રાખવાનું છે કે જે બેંકમાં આપનું ખાતું છે તે જ બેંકથી તમે ફાસ્ટેગ ખરીદો.

  આ પણ વાંચો, તુર્કમેનિસ્તાનના રાષ્ટ્રપ્રમુખે પોતાના પસંદગીના કૂતરાની ‘સોનાની મૂર્તિ’ રસ્તા વચ્ચે સ્થાપી

  કેટલામાં મળશે FASTag? - નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા અનુસાર તમે ફાસ્ટેગને કોઈ પણ બેંકથી 200 રૂપિયામાં ખરીદી શકો છો. બીજી તરફ તમે ફાસ્ટેગને ઓછામાં ઓછા 100 રૂપિયાથી રિચાર્જ કરાવી શકો છો. સરકારે બેંક અને પેમેન્ટ વોલેટને રિચાર્જ પર પોતાના તરફથી કેટલાક વધારાના ચાર્જ લગાવવાની છૂટ આપી છે.

  આ પણ વાંચો, જો જો બંધ ન થઈ જાય આપનું GMail એકાઉન્ટ! જાણો સમગ્ર મામલો

  ફાસ્ટેગ માટે કયા દસ્તાવેજો જોઈએ? – ફાસ્ટેગ ખરીદવા માટે આપને ડ્રાઇવિંગ લાઇસન્સની ફોટો કોપી અને પોતાના વાહનનો રજિસ્ટ્રેશન નંબર જોઈશે. બીજી તરફ તમે ફોટો આઇડી તરીકે આધાર કાર્ડ અને પાસપોર્ટ કે પેન કાર્ડનો પણ ઉપયોગ કરી શકો છો.
  Published by:Mrunal Bhojak
  First published: