નવી દિલ્હી : પહેલી ડિસેમ્બરથી ટોલ પ્લાઝા પર ટોલ વસૂલવા માટે 'નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા'( National Highway Authority of India ) દ્વારા ભારતમાં એક 'ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન' (electronic toll collection) સિસ્ટમ લાગુ કરવામાં આવશે. ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમ અથવા ફાસ્ટેગ યોજના 2014માં ભારતમાં પ્રથમ રજૂ કરવામાં આવી હતી. જેનો ધીરે ધીરે દેશભરના ટોલ પ્લાઝા પર અમલ કરવામાં આવી રહ્યો છે. આ સિસ્ટમ લાગુ થવામાં થોડા જ દિવસો બાકી છે પરંતુ આ અંગે વાહનચાલકોનાં મનમાં ઘણાં જ પ્રશ્નો છે. તો તમારા બધા જ પ્રશ્નોના નિવારણ માટે અહીં જવાબ છે.
ક્યાંથી ખરીદશો ફાસ્ટેગ?
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા સંચાલિત ટોલ પ્લાઝા, SBI, HDFC, ICICI સહિત અન્ય બેંક, ઓનલાઈન, પ્લેટફોર્મ, પેટીએમ, એમેઝોન ડોટ કોમ. ઈન્ડિયન ઓયલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ, હિન્દુસ્તાન પેટ્રોલિયમના પેટ્રોલ પંપ, નેશનલ હાઈવે ઓથોરિટીની માઈ ફાસ્ટ એપ દ્વારા પણ ફાસ્ટેગ ખરીદી શકાય છે.
આ એક ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન ટેક્નિક (Electronic Toll Collection) છે. જે નેશનલ હાઇવેનાં ટોલ પ્લાઝા પર ઉપલબ્ધ રહેશે. તે એક રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન ટેગ છે જેને વાહનની વિન્ડશીલ્ડ પર લગાવવામાં આવે છે. જ્યારે કોઈ વાહન ટોલ પ્લાઝા પરથી પસાર થાય છે તો ત્યાં લગાવવામાં આવેલ ડિવાઈસ ટેક્સ વસૂલ કરે છે. જેનાથી ડ્રાઇવરોનો સમય બચે છે. NPCIના આંકડા પ્રમાણે, હાલમાં દેશમાં 528થી વધુ ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ દ્વારા ટોલ ટેક્સ વસૂલવામાં આવી રહ્યો છે. એકવાર લેવામાં આવેલું ફાસ્ટેગ 5 વર્ષ માટે એક્ટિવેટ રહે છે. તેને સમયસર રિચાર્જ કરાવવું પડે છે.
ક્યાંથી ફાસ્ટેગ ખરીદી શકો છો
ફાસ્ટેગ ખરીદવું ઘણું જ સરળ છે. નવી ગાડી ખરીદતી વખતે જ તમે ડીલર પાસેથી ફાસ્ટેગ ખરીદી શકો છો. જ્યારે જૂના વાહનો માટે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા સંચાલિત ટોલ પ્લાઝા પરથી ખરીદી શકો છો. આ ઉપરાંત તમે પ્રાઇવેટ સેક્ટરની બેંકોમાંથી પણ ખરીદી શકો છો. જેમાં SBI બેંક, HDFC બેંક, ICICI બેંક, Axis બેંક, IDFC બેંકમાંથી મેળવી શકો છો. આ સાથે ઓનલાઈન પ્લેટફોર્મ પેટીએમ, એમેઝોન ડોટ કોમ પરથી ખરીદી શકો છો. ઈન્ડિયન ઓયલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ, હિન્દુસ્તાન પેટ્રોલિયમનાં પેટ્રોલ પંપ, નેશનલ હાઈવે ઓથોરિટીની માઈ ફાસ્ટ એપ દ્વારા પણ ફાસ્ટેગ ખરીદી શકાય છે.
સૌથી પહેલા તો ફાસ્ટેગ માટે તમારે પ્લાસ્ટિક કવરિંગ ઉતારીને તેને વાહનનાં વિંડ સ્ક્રીન પર લગાવવાનું રહેશે. પહેલીવાર ઉપયોગ કરતા યૂઝર્સને તેને પોતાના ઓનલાઇન વૉલેટ સાથે લિંક કરવાનું રહેશે. તેના માટે તેમને બેંકની વેબસાઇટ પર જવાનું રહેશે. જે બાદ જણાવેલ સ્ટેપ ફોલો કરવાનાં રહેશે. આ વોલેટને ઓનલાઇન રિચાર્જ કરી શકો છો. ફાસ્ટેગ એકાઉન્ટમાંથી દરેક વખતે ઓનલાઇન પૈસા કપાયા બાદ તેનો એસએમએસ પણ આવશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર