Home /News /business /જરૂરી સમાચાર- આજથી વાહનો પર FASTag થયું અનિવાર્ય, નહીં હોય તો થશે દંડ, જાણો તેના વિશે બધું જ

જરૂરી સમાચાર- આજથી વાહનો પર FASTag થયું અનિવાર્ય, નહીં હોય તો થશે દંડ, જાણો તેના વિશે બધું જ

ક્યાંથી મળશે ફાસ્ટેગ, કેવી રીતે રિચાર્જ કરવું, શું હોય છે ફાસ્ટેગ? સંપૂર્ણ માહિતી જાણવા અહીં ક્લિક કરો

ક્યાંથી મળશે ફાસ્ટેગ, કેવી રીતે રિચાર્જ કરવું, શું હોય છે ફાસ્ટેગ? સંપૂર્ણ માહિતી જાણવા અહીં ક્લિક કરો

નવી દિલ્હી. સોમવાર (15 ફેબ્રુઆરી 2021)થી તમામ ટોલ પર ફાસ્ટેગ (FASTag) અનિવાર્ય થઈ ગયું છે. એટલે કે આજથી જો તમારા વાહનમાં ફાસ્ટેગ નહીં લાગેલું હોય તો આપને ટોલ પ્લાઝા પાર કરવા માટે બમણો ટોલ ટેક્સ (Toll Tax) કે દંડ (Penalty) આપવો પડશે. નોંધનીય છે કે આ નવી વ્યવસ્થા ટૂ-વ્હીલર્સ (Two-Whellers) માટે નથી. હાલમાં જ ફાસ્ટેગને રિચાર્જ ((FASTag Recharge) કરાવવામાં આવી રહેલી તકલીફોને પણ ભારતીય રાષ્રી. ય રાજમાર્ગ પ્રાધિકરણ (NHAI)એ દૂર કરી દીધી છે. જો કોઈ વાહનનું ફાસ્ટેગ એકાઉન્ટ રિચાર્જ નથી તો વાહન ચાલક ટોલ પર તેને રિચાર્જ કરાવી શકશે. રિચાર્જ ત્રણ મિનિટમાં થવાની વાત NHAI કરી રહ્યું છે. એવામાં આપે હજુ સુધી પોતાના વાહનમાં ફાસ્ટેગ નથી લગાવ્યું તો આ કામ વહેલી તકે કરાવી લો. આવો જાણીએ તેના વિશે બધું જ...

શું હોય છે FASTag?

FASTag એક સ્ટિકર છે જેને કારની આગળના ભાગમાં લગાવવામાં આવે છે. જ્યારે હાઈવે ઉપર ટોલ પ્લાઝા ઉપર લાગેલા સ્કેનર ગાડી ઉપર લાગેલા સ્ટીકરથી ડિવાઈસ રેડિયો ફ્રિક્વેન્સી આઈડેન્ટિફેકિશન (RFID) ટેક્નિક થકી સ્કેન કરી લે છે અને જગ્યાના હિસાબથી પૈસા આપ મેળે બેન્ક એકાઉન્ટમાંથી વસૂલ થઈ જાય છે. આ ખૂબ જ સુવિધાજનક છે. આ માધ્યમથી ગાડીને ટોલ પ્લાઝા ઉપર રોકવાની જરૂરત નથી પડતી. જો ફાસ્ટટેગ કોઈ પ્રીપેડ એકાઉન્ટ અથવા ડેબિટ કે ક્રેડિટ કાર્ડથી લિંક ન હોય તો તમારે આને રિચાર્જ કરવું પડે છે.

ક્યાંથી ખરીદી શકો છો FASTag?

તમે આને દેશભરમાંથી કોઈપણ ટોલ પ્લાઝા ઉપરથી ખરીદી શકો છો. આ માટે તમારે વ્હીકલના રજીસ્ટ્રેશન ડોક્યૂમેન્ટ આપવા પડશે. આ ઉપરાંત તમેરે FASTagને બેન્ક, એમેઝોન, પેટીએમ, એરટેલ પેમેન્ટ બેન્ક વગેરે ઉપરથી ખરીદી કરી શકશો. SBI, HDFC બેન્ક, ICICI, એક્સિસ બેન્ક અથવા કોટક બેન્ક પાસેથી FASTTag ખરીદી શકો છો.
કેટલા રૂપિયામાં મળે છે FASTag?
તમે કાર માટે પેટીએમથી FASTag 500 રૂપિયામાં ખરીદી શકો છો. જેમાં 250 રૂપિયા રિફંડેવલ સિક્યોરિટી ડિપોઝીટ અને 150 રૂપિયા મિનિમમ બેલેન્સ મળે છે. આ ઉપરાંત ફાસ્ટ ટેગને ICICI બેન્કમાંથી ઈશ્યૂ ફીના રૂપમાં 99.12 રૂપિયા અને 200 રૂપિયા ડિપોઝિટ એમાઉન્ટ આપવાનું રહેશે અને 200 રૂપિયાનું બેલેન્સ રાખવાનું રહેશે.

આ પણ વાંચો, ખૂબ જ દુર્લભ બીમારીથી પીડાય છે આ માસૂમ, જીવ બચાવવા માટે જરૂરી 16 કરોડનું ઇન્જેક્શન

FASTagને કેવી રીતે રિચાર્જ કરશો?

FASTag?ને રિચાર્જ કરવા માટે ત્રણ રીતો છે...
1- તમે જે બેન્કથી ફાસ્ટેગ લીધું છે ત્યાંથી તેમના દ્વારા ફાસ્ટટેગ વોલેટ પોતાના સ્માર્ટફોનમાં ડાઉનલોડ કરી લો અને ઈન્ટરનેટ બેકિંગ, ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડ દ્વારા રિચાર્જ કરી શકાય.
2- આ ઉપરાંત તમે ફાસ્ટટેગને પેટીએમ, પોન પે જેવી મોબાઈલ વોલેટથી પણ રિચાર્જ કરી શકો છો
3- આ ઉપરાંત એમેઝોન પે અને ગુગલ પેથી પણ રિચાર્જ કરી શકો છો.

આ પણ વાંચો, સાવધાન! જાણો Koo એપથી કેવી રીતે લીક થઈ રહ્યો છે યૂઝર્સનો ડેટા, ચીન કનેક્શનનું સત્ય આવ્યું સામે
" isDesktop="true" id="1072257" >

કેવી રીતે ચેક કરશો ફાસ્ટટેગનું બેલેન્સ?

આ માટે તમારે MyFASTag એપ ઉપર જવાનું રહેશે. અહીં કલર કોડના રૂપમાં FASTag વોલેટ બેલેન્સ સ્થિતિ જોવા મળશે. આમાં સફીશિએન્ટ બેલેન્સની સાથે એક્ટિવ ટેગ માટે લીલો રંગ, ઓછા બેલેન્સ માટે ઓરેન્જ અને બ્લેક લિસ્ટ કરવામાં આવેલા ટેગ માટે લાલ રંગ નક્કી છે. ઓરેન્જ કોડ આવ્યા બાદ યુઝર્સ મોબાઈલ એપ એપ અથવા પીઓએસ રિચાર્જ ફેસિલિટીનો ઉપયોગ કરીને તરત જ રિચાર્જ કરી શકે છે.
First published:

Tags: FASTag, NHAI, Penalty, Recharge, Road, Toll plaza, Toll tax

विज्ञापन