કૃષિ બિલ આજે રાજ્યસભાથી પાસ કરાવી શકશે મોદી સરકાર? જાણો ગૃહનું અંકગણિત

રાજ્યસભામાં BJPને આ પાર્ટીઓનો સાથ મળવાની આશા, કૃષિ બિલનો વિરોધ કરશે આ પાર્ટીઓ

રાજ્યસભામાં BJPને આ પાર્ટીઓનો સાથ મળવાની આશા, કૃષિ બિલનો વિરોધ કરશે આ પાર્ટીઓ

 • Share this:
  નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા ત્રણ કૃષિ સુધારણા બિલને આજે રાજ્યસભા (Farm Bills in Rajya Sabha)માં રજૂ કરવામાં આવશે. સરકારે લોકસભામાં તેને પાસ કરાવી દીધા છે. જોકે, ગૃહમાં કેન્દ્રની પાસે બહુમત નથી અને કૉંગ્રેસ (Congress) સહિત અનેક વિપક્ષી પાર્ટીઓ આ બિલોનો પૂરી તાકાતથી વિરોધ કરી રહી છે. એવામાં UPAને જો અન્ય પાર્ટીઓનું સમર્થન મળી જશે તો મોદી સરકાર (Modi Government) માટે રાજ્યસભામાં આ બિલો પાસ કરાવવા મુશ્કેલ રહેશે. રાજ્યસભામાં કૃષિ સુધારણા બિલ રજૂ કરાતાં પહેલા બીજેપી (BJP Whip)એ પોતાના સાંસદનો વ્હિપ જાહેર કરી દીધો છે. બીજી તરફ બીજેપીની નજર એવી પાર્ટીઓ પર છે જે ન તો એનડીએમાં છે અને ન તો યૂપીએમાં.

  આ બિલનો અનેક ખેડૂત સંઘો ભારે વિરોધ કરી રહ્યા છે. ખાસ કરીને પંજાબ અને હરિયાણાના ખેડૂત સંગઠનો આ નવા બિલની વિરુદ્ધ અનેકવાર વિરોધ પ્રદર્શન કર્યા છે. આ દરમિયાન ભારતીય કિસાન યૂનિયન (BKU)ના હરિયાણા એકમે રાજ્યના તમામ મુખ્ય હાઈવેને રવિવાર બપોરે 12થી 3 વાગ્યા સુધી 3 કલાક સુધી જામ કરવાની જાહેરાત કરી છે. બીજી તરફ પંજાબમાં આ બિલોના વિરોધમાં 25 સપ્ટેમ્બરે બંધનું એલાન કરવામાં આવ્યું છે.

  BJPને આ પાર્ટીઓનો સાથ મળવાની આશા

  સંસદના ઉચ્ચ ગૃહ એટલે કે રાજ્યસભામાં બીજેપીની પાસે બહુમત નથી. એવામાં આ ત્રણ કૃષિ સુધારા બિલને પાસ કરાવવા માટે તેને વિપક્ષી પાર્ટીઓ પર આશ્રિત રહેવું પડશે. રાજ્યસભામાં સંખ્યાબળ પર જો ધ્યાન દઈએ તો 245 સભ્યોવાળી રાજ્યસભામાં હાલમાં 2 સીટો ખાલી છે. એવામાં રાજ્યસભામાં આ બિલોને પાસ કરાવવા માટે સરકારેન ઓછામાં ઓછી 122 સીટોની જરૂરિયાત રહેશે. અહીં બીજેપી 86 સાંસદો સાથે સૌથી મોટી પાર્ટી છે. એનડીએની સહયોગી અકાલી દળના વિરોધ છતાંય સરકારને વિશ્વાસ છે કે બીજૂ જનતા દળના 9, એઆઈએડીએમકેના 9, ટીઆરએસના 7 અને વાયએસઆર કૉંગ્રેસના 6. ટીડીપીના 1 તથા કેટલાક અપક્ષ સાંસદ પણ આ બિલનું સમર્થન કરી શકે છે. સરકારને વિશ્વાસ છે કે આ બિલના સમર્થનમાં ઓછામાં ઓછી 130થી વધુ વોટ પડશે.

  આ પણ વાંચો, Agri Bill 2020: મોદી સરકારના કૃષિ કાયદામાં એવું શું છે જેનો ખેડૂતો કરી રહ્યા છે વિરોધ

  રાજ્યસભામાં કૃષિ બિલનો વિરોધ કરશે આ પાર્ટીઓ

  બીજી તરફ. આ બિલનો વિરોધ કરી રહેલી પાર્ટીઓની વાત કરીએ તો કૉંગ્રેસ 40 સભ્યોની સાથે વિપક્ષની સૌથી મોટી પાર્ટી છે. આ ઉપરાંત શિરોમણિ અકાલી દળના ત્રણ રાજ્યસભા સભ્ય નિશ્ચિત પણે આ બિલના વિરોધમાં વોટિંગ કરશે. બીજી તરફ આમ આદમી પાર્ટીના ત્રણ સભ્ય, સમાજવાદી પાર્ટીના 8 સાંસદ, બીએસપીના 4 સાંસદ પણ બિલના વિરોધમાં વોટિંગ કરશે. બિલનો વિરોધ કરી રહેલી પાર્ટીઓની ગણતરી કરતાં રાજ્યસભામાં 100 સાંસદો કૃષિ બિલના વિરોધમા વોટિંગ કરવાનું અનુમાન છે.

  આ પણ વાંચો, COVID-19ના કારણે દુનિયાભરમાં ઘટી જશે લોકોની સરેરાશ ઉંમર, શોધમાં દાવો

  કેટલીક પાર્ટીઓનું સ્ટેન્ડ સ્પષ્ટ નથી : બીજી તરફ, કેટલીક નાની પાર્ટીઓએ આ બિલ પર પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ નથી કર્યું. આ પાર્ટીઓના રાજ્યસભામાં લગભગ ડઝનબંધ સાંસદ છે. અગત્યની વાત એ પણ છે કે 15 અન્ય સાંસદ પહેલાથી જ ગૃહની કાર્યવાહીમાં હિસ્સો નથી લઈ રહ્યા. તેમાંથી 10 સાંસદ કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે, જ્યારે 5 સાંસદ સ્વાસ્થ્ય કારણોથી આ સત્રમાં ભાગ નથી લઈ રહ્યા.
  Published by:Mrunal Bhojak
  First published: