Business Idea : ઓછા સમયમાં તમને કરોડપતિ બનાવી દેશે આ લાડકાની ખેતી, જાણો કઇ રીતે કરશો કમાણી
Business Idea : ઓછા સમયમાં તમને કરોડપતિ બનાવી દેશે આ લાડકાની ખેતી, જાણો કઇ રીતે કરશો કમાણી
માલાબાર લીમડાની ખેતી
Business Idea : માલાબાર લીમડાની (Malabar Tree Farming) ખેતી વિશે વાત કરી રહ્યા છીએ. તે ખૂબ જ ઝડપથી વિકસ પામતું વૃક્ષ છે અને તમે તેને તમારા ખેતરોમાં અન્ય પાકોની વચ્ચે પણ વાવી શકો છો
કરોડપતિ બનવાની કોને ઈચ્છા નથી હોતી? પરંતુ કરોડપતિ બનવા માટેનો કોઈ શોર્ટકટ નથી. પરંતુ આ સફરને ચોક્કસપણે ટૂંકુ કરી શકાય છે. આજે અમે તમારા માટે એક એવો બિઝનેસ આઈડિયા (Business Idea) લઈને આવ્યા છીએ, જે તમને થોડા જ વર્ષોમાં કરોડપતિ બનાવી શકે છે. આજના સમયમાં ઘણા લોકો સારા નફાની લાલસામાં ખેતી (Profit in Farming) તરફ વળ્યા છે. એટલા માટે અમે તમારા માટે કૃષિ સંબંધિત બિઝનેસ આઈડિયા લઈને આવ્યા છીએ.
અમે માલાબાર લીમડાની (Malabar Tree Farming) ખેતી વિશે વાત કરી રહ્યા છીએ. તે ખૂબ જ ઝડપથી વિકસ પામતું વૃક્ષ છે અને તમે તેને તમારા ખેતરોમાં અન્ય પાકોની વચ્ચે પણ વાવી શકો છો. આ સાથે તમારી ફળદ્રુપ જમીન પણ સુરક્ષિત રહેશે અને તમારું કરોડપતિ બનવાનું સપનું પણ પૂરું થશે. જો કે, તમે આ વૃક્ષો કેટલા મોટા ખેતરમાં ઉગાડી રહ્યા છો તેના પર નફો નિર્ભર રહેશે.
દક્ષિણ ભારતના ખેડૂતો કરે છે ખેતી
માલાબાર લીમડો ડબિયા વૃક્ષ તરીકે પણ ઓળખાય છે. આ વૃક્ષ મેલિયાસી વનસ્પતિના પ્રજાતિમાંથી આવે છે. દક્ષિણ ભારતમાં આંધ્રપ્રદેશ, કેરળ અને કર્ણાટકના ખેડૂતો તેને મોટા પાયે ઉગાડી રહ્યા છે.
કઇ રીતે કરવી તેની ખેતી?
આ વૃક્ષ સામાન્ય લીમડાના ઝાડથી થોડું અલગ છે. તે તમામ પ્રકારની જમીનમાં ઉગાડી શકાય છે અને તેને વધારે પાણી આપવાની જરૂર પણ નથી રહેતી. તેના છોડને માર્ચ-એપ્રિલમાં રોપવાં શ્રેષ્ઠ છે. તમે 4 એકરના ખેતરમાં 5000 માલાબાર લીમડાના વૃક્ષો વાવી શકો છો. તેમાંથી 2,000 રોપાઓ પર 3,000 વૃક્ષો મેદાનની અંદર બહારની પટ્ટી પર લગાવી શકાય છે. તમને જણાવી દઈએ કે આ વૃક્ષના લાકડાનો ઉપયોગ બાંધકામના કામમાં ઘણો થાય છે. ઉધઈ ન લાગવાના કારણે આ લાકડું પ્લાયવુડ ઉદ્યોગમાં સૌથી પ્રિય માનવામાં આવે છે. જો કે, આ ઝાડમાંથી નફો મેળવવા માટે તમારે વાવેતર પછી 8 વર્ષ સુધી રાહ જોવી પડશે. આ વૃક્ષને ઉગાડવામાં અને વેચવા લાયક બનવામાં લગભગ એટલો જ સમય લાગે છે.
આ ઝાડનું લાકડું 500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે વેચાય છે. એક વૃક્ષનું વજન લગભગ 1.5 ટન છે. એટલે કે એક ઝાડમાંથી તમે 6,000-7000 રૂપિયા સુધીની કમાણી કરી શકો છો. જો 4 એકરમાં 5,000 વૃક્ષો વાવવામાં આવ્યા હોય, તો તમે સરળતાથી 50 લાખ રૂપિયા સુધીની કમાણી કરી શકો છો. જો તમે ખેતરનું કદ વધારશો અને તેના પર બમણો પાક લગાવો તો વૃક્ષો વેચીને તમે કરોડપતિ બની શકો છો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર