ગલગોટાના ફૂલની ખેતી કરો અને વર્ષે રૂ. 15 લાખની કમાણી કરો, જાણો તેની સંપૂર્ણ વિગત

ફાઈલ તસવીર

Farming of marigold flower: આ ફૂલનો ડેકોરેશન કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. તેમાં ભરપૂર માત્રામાં વિટામીન સી રહેલું છે. જેનાથી રોગ પ્રતિકારક શક્તિમાં વૃદ્ધિ થાય છે. ત્વચાની સમસ્યાઓના ઈલાજમાં અને ગંભીર રોગની દવાઓ બનાવવા માટે પણ આ ફૂલનો ઉપયોગ કરવામાં આવે છે.

  • Share this:
કોરોનાને (coronavirus time) કારણે અનેક લોકો નોકરી છોડીને ગામડે જતા રહ્યા છે. જો તમે પણ નોકરી છોડી (Job Loss)ને ગામડે જતા રહ્યા છો અને તમારી પાસે ખેતીલાયક જમીન છે, તો તમે આ વિશેષ ફૂલની ખેતી કરીને લાખોની કમાણી કરી શકો છો. દવામાં ઉપયોગ કરવામાં આવતા ફૂલની ખેતી (Flower Farming) વિશે અહીં જણાવવામાં આવ્યું છે. આ ફૂલની ખેતી કરીને તમે વાર્ષિક રૂ. 15 લાખ સુધીની કમાણી કરી શકો છો. તે માટે તમારી પાસે 1 હેક્ટર જમીન હોવી જરૂરી છે.

લગ્ન તથા અનેક શુભ પ્રસંગોમાં ગલગોટાના ફૂલનો ઉપયોગ થાય છે. આ ફૂલનો ડેકોરેશન કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. તેમાં ભરપૂર માત્રામાં વિટામીન સી રહેલું છે. જેનાથી રોગ પ્રતિકારક શક્તિ (Immunity Booster)માં વૃદ્ધિ થાય છે. ત્વચાની સમસ્યાઓના ઈલાજમાં અને ગંભીર રોગની દવાઓ બનાવવા માટે પણ આ ફૂલનો ઉપયોગ કરવામાં આવે છે. ગલગોટાના ફૂલની ખેતી (Marigold Flower Farming) કરીને બિઝનેસ કરવાથી તમને ખૂબ જ લાભ થઈ શકે છે.

કેન્સર અને હ્રદય રોગમાં ગલગોટાના રસનો ઉપયોગ
હ્રદય રોગ, કેન્સર અને સ્ટ્રોકની સમસ્યામાં ગલગોટાના ફૂલના રસનો ઉપયોગ કરવાથી તે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ ફૂલથી અત્તર અને અગરબત્તી પણ બનાવી શકાય છે. જો તમારી પાસે ખેતીલાયક 1 એકર જમીન છે, તો તમે વાર્ષિક રૂ. 5-6 લાખની કમાણી કરી શકો છો. એક એકર ખેતરમાં દર અઠવાડિયે 3 ક્વિન્ટલ ફૂલને ઉગાડી શકાય છે. ખુલ્લા બજારમાં આ ફૂલની કિંમત (Marigold Flower Prices) પ્રતિ કિલોગ્રામ રૂ. 70 મળે છે. દર અઠવાડિયે રૂ. 20 હજારની કમાણી થઈ શકે છે. દર વર્ષે ત્રણ વાર ગલગોટાના ફૂલની ખેતી કરી શકાય છે. એક વાર આ ફૂલની ખેતી કર્યા બાદ બે વર્ષ સુધી ફૂલ ચૂંટી શકાય છે. 1 એકર જમીનમાં ખેતી કરવાથી આખા વર્ષ દરમિયાન રૂ. 1 લાખ સુધીનો ખર્ચ (Farming Cost) થાય છે.

આ પણ વાંચોઃ-LIC Saral Pension: વાર્ષિક દર ઓછા પણ વિશ્વાસને કારણે યોજના પર વિચારણા કરી શકાય

આ પણ વાંચોઃ-અડધાથી પણ ઓછી કિંમતમાં ખરીદો Toyota Innova, Ford Ecosport અને મહિન્દ્ર સ્કોર્પિયો, જાણો સમગ્ર ઓફર

એક હેક્ટર ખેતરમાં 1 કિલો બીજની જરૂરિયાત રહે છે
એક હેક્ટર ખેતરમાં ગલગોટાના ફૂલની ખેતી માટે 1 કિલો બીજની જરૂરિયાત રહે છે. ગલગોટાના ફૂલની નર્સરી તૈયાર કરવામાં આવે છે. તે બાદ ગલગોટાના છોડને 4 પાન આવ્યા બાદ તેને રોપવામાં આવે છે. 35-40 દિવસમાં ગલગોટાના ફૂલ પર કળીઓ આવવા લાગે છે. ફૂલના સારા ઉત્પાદન માટે પહેલી કળી આવ્યા બાદ તેને 2 ઈંચ નીચેથી તોડી દેવી જોઈએ. તેનાથી ગલગોટામાં એકસાથે અનેક કળીઓ આવવા લાગે છે. બાગાયત વિભાગ તમામ ઋતુમાં (All-Weather Farming) ખેડૂતોને ખેતી કરવામાં મદદ કરે છે.


ઠંડીમાં ફૂલોને પશુઓથી બચાવવા જોઈએ
પશુઓથી ગલગોટાના ફૂલને બચાવવા પડે છે. ગલગોટાના ફૂલ અલગ અલગ પ્રકારના હોય છે, જેમ કે બ્રાઉન, સ્કાઉટ, ગોલ્ડન, બટરસ્કોચ, સ્ટાર ઓફ ઈન્ડિયા, યેલો ક્રાઉન, રેડ હેટ, બટરવાલ અને ગોલ્ડન જેમ છે. કલકત્તામાં સરળતાથી ગલગોટાના બીજ મળે છે. અનેક ખેડૂતો વર્ષમાં ચાર ચાર વાર ગલગોટાની ખેતી કરી રહ્યા છે, એટલે કે વર્ષમાં ચાર વાર ખેતરમાં બીજ રોપી રહ્યા છે. 40 દિવસમાં ગલગોટાના ફૂલ ઉગવા લાગે છે. આ ફૂલ યોગ્ય રીતે વિકસિત થયા બાદ છોડ પરથી તોડવા જોઈએ. નિષ્ણાંતો અનુસાર સવારે અથવા સાંજે ફૂલને તોડવા જોઈએ.
First published: