Home /News /business /Farming business ideas: ભારતના આ ખેડૂત પાસે દુનિયાભરમાંથી લોકો શીખવા આવે છે ઓર્ગેનિક ખેતી

Farming business ideas: ભારતના આ ખેડૂત પાસે દુનિયાભરમાંથી લોકો શીખવા આવે છે ઓર્ગેનિક ખેતી

એમબીએ કર્યા પછી નોકરી કરી પણ જામ્યુ નહીં આજે ઓર્ગેનિક ખેતીને દુનિયાભરમાં પ્રખ્યાત બન્યા.

Agriculture business ideas: કોણ કહે છે કે ખેતી નફાનો વ્યવસાય નથી, ભારતના આ આધેડ વયના ખેડૂત પાસેથી ઓર્ગેનિક ખેતી (Organic Farming) શીખવા માટે 18 દેશના ખેડૂતો આવી ચૂક્યા છે. પોતાના 25 એકરના ખેતરમાંથી ખૂબ જ મોટી કમાણી કરે છે અને અન્ય ખેડૂતોને પણ ઓર્ગેનિક ખેતીની ટ્રેનિંગ આપે છે.

વધુ જુઓ ...
નવી દિલ્હીઃ યુપીના બુંદેલખંડમાં આવેલા બાંદાના યુવા ખેડૂત પ્રેમ સિંહ પોતાની ઓર્ગેનિક ખેતી માટે દેશમાં જ નહીં વિદેશોમાં પણ ચર્ચામાં છે. પ્રેમ સિંહ પાસે 18 દેશોના ખેડૂતો અને જાણકારો ઓર્ગેનિક કેતીની ટેકનિક સમજવા માટે આવી ચૂક્યા છે. બાંદાના પ્રેમ સિંહે પરંપરાગત ખેતીથી હટીને જે પ્રયોગ કર્યા છે તેનાથી આ વિસ્તારની તસવીર જ બદલાઈ ગઈ છે. 80ના દશકમાં અલ્હાબાદ વિશ્વવિદ્યાલયમાંથી એમબીએ કરવાવાળા પ્રેમ સિંહે શરુઆતમાં નોકરી કરી હતી, પરંતુ કેટલાક સમય બાદ નોકરીથી તેમનો મોહભંગ થઈ ગયો હતો અને તેઓ ત્યારથી જ 25 એકર જમીનમાં ખેતી કરી રહ્યા છે. પ્રેમ સિંહ ઓર્ગેનિક ખેતી કરતે છે અને આસપાસના સેંકડો ખેડૂતોને ઓર્ગેનિક ખેતી શીખવાડીને તે તરફ વાળી રહ્યા છે અને તેમને પોતાની પ્રોડક્ટ્સ પણ વેચે છે.

Business Idea: નોકરીનું ટેન્શન જ પૂરું કરી દેશે આ બિઝનેસ, મહિને લાખ રુપિયા તો આરામથી કમાઈ લેશો

30 વર્ષથી ઓર્ગેનિક ખેતી

બાંદા જિલ્લામાં બડોખર ખુર્દ ગામના રહેવાસી પ્રેમ સિંહ છેલ્લા 30 વર્ષથી ઓર્ગેનિક ખેતી કરે છે. તેઓ એ સમયથી આ પ્રકારની ખેતી કરી રહ્યા છે જ્યારે આ અંગે કોઈ ખાસ ચર્ચા પણ નહોતી થતી. પ્રેમ સિંહે કહ્યું કે આપણી પ્રાચીન ખેતી પદ્ધતી ઓર્ગેનિક જ હતી. આપણી પાસે પશુઓ સાથે ઝાડ-છોડ હતા અને તેનાથી ખાતર બનતું હતું. પ્રાણીઓના ગોબરથી બનેલું ખાતર જ ખેતરમાં પડતું હતું. તો ચુલાની રાખતી પાકના કીડાને ભગાવવામાં આવતા હતા. આપણે પશુઓ પાળવાના બંધ કર્યા અને બજારમાંથી ઝેરી ખાતર ખરીદવાના શરુ કર્યા. આ માટે જ તેમણે ખેતીની સાથે સાથે પોતાના ખેતરના એક ભાગમાં પશુપાલન પણ શરું કર્યું છે. તો એક ભાગમાં આ પશુઓ માટે ચારો ઉગાવ્યો અને ખેતરના ત્રીજા ભાગમાં ખેતી શરુ કરી.

નાના રોકાણકાર માટે રાકેશ ઝુનઝુનવાલાના અત્યંત મહત્વના ગુરુમંત્ર, આટલી વાતો ગાંઠે બાંધી લો કયારેય પસ્તાવાનો વારો નહીં આવે

અનેક દેશના ખેડૂતો આવ્યા

પ્રેમ સિંહની ખેતીનો પ્રકાર શોધવા માટે ઈઝરાયેલ, અમેરિકા અને આફ્રિકી દેશના ખેડૂતો આવી ચૂક્યા છે. 18થી વધુ ખેડૂતો તેમની સાથે રહીને રિસર્ચ કરી ચૂક્યા છે. પ્રેમ સિંહ કહે છે ઓર્ગેનિક ખેતીની સૌથી સારી બાબત એ છે કે તેમાં નુકસાનની શક્યતા ખૂબ જ ઓછી હોય છે. તેમણે કહ્યું કે હું ખેતીને પાંચ શબ્દોનું બેલેન્સ બનાવીને ચલાવી રહ્યો છું. જેમાં જળ સંતુલન, વાયુ સંતુલન, તાપ સંતુલન અને ઉર્વસા-ઊર્જા સંતુલન સામેલ છે. અમે જેટલું પાણી લઈએ છીએ તેના કરતા વધુ ગ્રાઉન્ડ વોટર રિચાર્જ કરીએ છીએ.

પ્રાણીઓના ગોબરથી ખાતર

પ્રેમ સિંહ કહે છે કે ગાય, ભેંસ, બકરી અને મરખી પાલનથી જે બાય પ્રોડક્ટ અમને ગોબર તરીકે મળે છે તેમાંથી અમારી મુખ્ય પ્રોડક્ટ ખાતર તૈયાર થાય છે. મરખીના ગોબરમાં કેલ્શિયમ અને ફોસ્પરસ ભરપૂર માત્રામાં હોય છે. બકરીના ખાતરમાં ખૂબ જ વધારે મિનરલ હોય છે. તે જ રીતે ગાય અને ભેસના ગોબરમાં કાર્બનની માત્રા વધુ હોય છે. આ બધુ એક નિશ્ચિત માત્રામાં ભેગુ કરીને ખાતર બનાવી તેને ખેતરમાં નાખીએ છીએ. ગરમી અને વાયુને પ્રમાણમાં રાખવા માટે બાગ બનાવ્યા છે. પ્રેમ સિંહ ફક્ત ખેતી જ નથી કરતા પોતાના આ કાર્યથી અનેક લોકોને રોજગાર પણ આપે છે.

છેલ્લી બાજી પણ જીતી ગયા Rakesh Jhunjhunwala, આ શેરે બે દિવસમાં આપ્યું 45 ટકા રિટર્ન

ખેતીની ઉપજ નહીં પ્રોડક્ટ વેચે છે

પ્રેમ સિંહ કોઈપણ ખેતીની ઉપજને સીધી માર્કેટમાં વેચતા નથી. તેઓ તેમાંથી પ્રોડક્ટ બનાવીને વેચે છે. જેમ કે ઘઉંમાંથી દલિયા અને લોટ, જે દિલ્હી સહિત અનેક શહેરોમાં ઉંચા ભાવે વેચાય છે. તેમની પાસે બીજા પણ ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતો આવે છે અને પોતાની ખેત પેદાશ વેચે છે. તેમણે આ બધી ખેત ઉપજમાંથી પ્રોડક્ટ બનાવવા માટે પ્રોસેસ પ્લાન્ટ સ્થાપ્યો છે અને આસપાસના ગામની મહિલાઓ દિવસે અહીં આવીને કામ કરે છે અને રોજગાર મેળવે છે. પ્રેમ સિંહ પોતાના ખેતરમાં કઠિયા જાતીના ઘઉંની ખેતી કરે છે જેમાંથી બનતી પ્રોડક્ટ ખૂબ જ ઉંચા ભાવે વેચાય છે.
First published:

Tags: Agricultural, Business Ideas, Organic farming

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો