Home /News /business /Business Idea: કાળા જામફળની ખેતીથી કરો અઢળક કમાણી, ઔષધીય ગુણથી ભરપૂર આ ફળની માંગ વધશે

Business Idea: કાળા જામફળની ખેતીથી કરો અઢળક કમાણી, ઔષધીય ગુણથી ભરપૂર આ ફળની માંગ વધશે

કાળા જામફળની ખેતીથી કરો અઢળક કમાણી, ઔષધીય ગુણથી ભરપૂર આ ફળની માંગ વધશે

Farming Business Idea: જો તમારી પાસે ખેતી કે બાગવાની લાયક જમીન છે અને તમે કોઈ એવો બિઝનેસ કરવા માગો છો કે જેનાથી તમને તગડી કમાણી થઈ શકે. તો કાળા જામફળની ખેતી ખૂબ જ કામની સાબિત થશે. આ ફળની પૌષ્ટિક્તાને કારણે માંગ પણ વધુ રહે છે.

ઘણા લોકો નોકરીની જગ્યાએ નવી બિઝનેસ કરવાનો વિચાર કરતા હોય છે. તેઓ અલગ અલગ વિકલ્પોની તપાસ કરે છે, પણ ક્યાંક રોકાણ, ક્યાંક અનુભવ તો ક્યાંક માલ વેચવાના માર્કેટ બાબતે થાપ ખાઈ જાય છે. જેથી આજે અમે બિઝનેસ કરવા ઇચ્છુક લોકો માટે બિઝનેસ આઈડિયા લઈને આવ્યા છે. ખાસ કરીને ખેતી સાથે જોડાયેલા લોકો માટે આ આઈડિયા વધુ અનુકૂળ રહેશે.

આ પણ વાંચોઃ હરણફાળ ભરી શકે છે ભારતીય શેરબજાર, જુલિયસ બેઅરના માર્ક મેથ્યુઝે કહી મોટી વાત

ખેતીમાં કેટલાક પાક રોકડીયા કહેવાય છે. જેના થકી પૈસાની સારી કમાણી થઈ શકે છે. તેવી જ રીતે, તમે ફળો ઉગાડીને તમારી આવક વધારી શકો છો. પૌષ્ટિક અને માંગમાં હોય તેવા ફળની ખેતી કરવામાં આવે તો તમે ચોક્કસ અઢળક નફો કમાઈ શકો છો. આવું જ એક ફળ છે કાળું જામફળ. તે દુર્લભ અને મોંઘું ફળ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં તેની ખેતીનો ટ્રેન્ડ નોંધપાત્ર રીતે વધ્યો છે

આ પણ વાંચોઃ આ રીતે કરો તમારા રુ.1 લાખથી રુ.10 લાખનું રોકાણ, પછી તગડી કમાણી

કાળા જામફળમાં છે અઢળક ઔષધીય ગુણો


કાળા જામફળમાં ઘણા ઔષધીય ગુણો હોય છે. તેમાં જરૂરી પોષક તત્વો અને એન્ટીઓકિસડન્ટો હોય છે જે શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. આ સિવાય કાળા જામફળ વૃદ્ધાવસ્થાના લક્ષણોને રોકવામાં પણ મદદ કરે છે. તેની ખેતીનો ખર્ચ પણ બહુ વધારે નથી અને સારી ડિમાન્ડના કારણે વધુ નફો મેળવી શકાય છે.

આ પણ વાંચોઃ રોકેટ થયો આ પરચુરણ શેર, એક વર્ષમાં રોકાણકારોને કરોડપતિ બનાવ્યા

બિહારમાં તૈયાર કરવામાં આવી કાળા જામફળની જાત


કાળા જામફળનો પાક બિહાર કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. પરંતુ હવે તેની ખેતી લગભગ આખા દેશમાં થાય છે. ઉત્તર પ્રદેશ અને બિહારના ઘણા જિલ્લાઓમાં કાળા જામફળની ખેતી કરવામાં આવી રહી છે. કાળા જામફળનું વજન લગભગ 100 ગ્રામ હોય છે. તેના પાન અને અંદરના ભાગ ઘાટો લાલ અથવા મરૂન રંગનો હોય છે. તેની ખેતીમાં વધારે ખર્ચ નથી થતો. આ પાકની ખેતી ઠંડીના સમયમાં કે ઠંડા પ્રદેશોમાં કરવામાં આવે છે અને જીવાણુઓ કે રોગ થવાની શક્યતા ઓછી રહે છે.

આ પણ વાંચોઃ ખુશખબર! ગેસ સિલિન્ડરના ભાવમાં આવી શકે છે મોટો ઘટાડો, સરકારે મેગા સબસિડીનો પ્લાન બનાવ્યો

કઈ રીતે થાય છે કમાણી?


અત્યારે દેશમાં સામાન્ય રીતે લોકો પીળા કે લીલા જામફળનું સેવન કરતા હોય છે, પરંતુ જેમ જેમ કાળા જામફળના પોષણ વિશે લોકોને જાણકારી મળી રહી છે તેમ તેમ લોકો આ તરફ વધવા લાગ્યા છે. આવી સ્થિતિમાં, તમે યોગ્ય સમયે કાળા જામફળની ખેતીમાં રોકાણ કરીને સારી કમાણી કરી શકો છો. આ ફળના ઝાડ 2-3 વર્ષ પછી ફળ આપવાનું શરૂ કરે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by:Mitesh Purohit
First published:

Tags: Business news, New business idea, Organic farming

विज्ञापन
विज्ञापन