આ તારીખે ખેડૂતોના ખાતામાં આવશે રૂપિયા 2,000, મોદી યોજનાનો પ્રારંભ કરાવશે

દિકરી જ્યારે 18 વર્ષની થશે ત્યારે તમે આ એકાઉન્ટમાંથી નાણાં ઉપાડી શકો છો. તે પહેલા તમે આ ખાતામાંથી નાણાં નથી ઉપાડી શકતા. વધુમાં આ ખાતામાં તમે રોકડ, ડિમાન્ડ ડ્રાફ્ટથી પૈસા જમા કરાવી શકો છો. ઇલેક્ટ્રોનિક ટ્રાંસફર મોડથી પણ તમે નાણાં જમા કરાવી શકો છો. વળી દેશભરમાં ક્યાંક પણ તમે આ ખાતું ટ્રાંસફર પણ કરાવી શકો છો. જેમાં ટ્રાંસફર માટે કોઇ ફી લેવામાં નથી આવતી. ત્યારે જો તમારી દિકરી 10 વર્ષથી નાની વયની છે તો આ સરકારી યોજનામાં રોકાણ કરવાથી તમને લાંબા સમયનો નાણાંકીય લાભ મળી શકે છે.

સીએનબીસી-આવાઝને મળેલી એક્સક્લૂઝિવ જાણકારી મુજબ, 25 ફેબ્રુઆરીએ મોદી જાતે ખેડૂતોના ખાતામાં પૈસા નાખવાની સ્કિમ શરૂ કરશે.

 • Share this:
  ન્યૂઝ 18 ગુજરાતી: મોદી સરકારે બજેટમાં આપેલી લોભામણી ખેડૂત સહાય યોજનાને હકિકતમાં શરૂ કરવા માટે કમર કસી છે. સીએનબીસી-આવાઝને મળેલી એક્સક્લૂઝિવ જાણકારી મુજબ, 25 ફેબ્રુઆરીએ પીએમ મોદી જાતે બટન દબાવીને ખેડૂતાના ખાતામાં પૈસા નાંખવાની શરૂઆત કરાવશે. જ્યારે માર્ચના બીજા અઠવાડીયામાં મોદી મજૂરોની પેન્શન સ્કિમની શરૂઆત કરાવે તેવી શક્યતા છે.

  25 ફેબ્રુઆરીએ આવશે પૈસા
  સરકારની ગણતરી છે કે આચાર સંહિતા લાગુ થાય તેના પહેલાં વચગાળાના બજેટમાં જાહેર કરવામાં આવેલા આ યોજના શરૂ કરી શકાય. વડા પ્રધાન ગોરખપુરથી આ યોજનાની શરૂઆત કરાવી શકે છે, જ્યાં તેઓ ખેડૂતોના એક કાર્યક્રમના સમાપન પ્રસંગે ઉપસ્થિત રહેવાના છે. વડા પ્રધાન આ કાર્યક્રમમાં બટન દબાવીને એક સાથે અનેક ખેડૂતોના ખાતામાં પૈસા જમા કરાવશે. આ યોજના અંતર્ગત ખેડૂતોના ખાતામાં રૂપિયા 2,000 આવશે.

  માર્ચના બીજા અઠવાડિયે પેન્શન યોજના
  મોદી સરકારની બીજી મહત્ત્તવપૂર્ણ યોજના મજૂરો માટે પેન્શનની સ્કિમ છે. આ યોજનાનો પ્રારંભ વડા પ્રધાન મોદી માર્ચના બીજા અઠવાડિયામાં શરૂ કરી શકે છે. જોકે, આ યોજનાનું નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે. 15 ફેબ્રુઆરીથી અન ઑર્ગેનાઇઝ્ડ સેક્ટરના 10 વર્ષથી 40 વર્ષના મજૂરો આ યોજનાનો લાભ લઈ શકશે. વડા પ્રધાન માર્ચના બીજા અઠવાડિયે વિશાળ કાર્યક્રમ યોજીને આ યોજના શરૂ કરી શકે છે.

  (લક્ષ્મણ રોય, ઈકોનોમિક પોલિસી એડિટર, CNBC આવાઝ)
  Published by:Jay Mishra
  First published: