Agri Bill: કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં કંપનીની સાથે વિવાદ થતાં કોર્ટ નહીં જઈ શકે ખેડૂત

News18 Gujarati
Updated: September 18, 2020, 7:43 AM IST
Agri Bill: કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં કંપનીની સાથે વિવાદ થતાં કોર્ટ નહીં જઈ શકે ખેડૂત
ખેડૂતોના તમામ વિરોધ છતાંય મોદી સરકારે કૃષિ સંબંધી બે બિલ ગુરુવારે લોકસભામાં પાસ કરાવી લીધા છે

ખેડૂતોના તમામ વિરોધ છતાંય મોદી સરકારે કૃષિ સંબંધી બે બિલ ગુરુવારે લોકસભામાં પાસ કરાવી લીધા છે

  • Share this:
ઓમ પ્રકાશ, નવી દિલ્હીઃ ખેડૂતોના તમામ વિરોધ છતાંય મોદી સરકાર (Modi Government)એ કૃષિ સંબંધી બે બિલ (Agri Bill 2020) ગુરુવારે લોકસભામાં પાસ કરાવી લીધા છે. એનડીએની સહયોગી શિરોમણિ અકાલી દળથી આવનારી કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર બાદલે તેના વિરોધમાં રાજીનામું આપી દીધું. ખેડૂત નેતાઓમાં પણ સરકારની વિરુદ્ધ ખૂબ ગુસ્સો છે. તેમનું કહેવું છે કે બિલ એ અન્નદાતાઓની મુશ્કેલીઓ વધારશે જેઓએ અર્થવ્યવસ્થાને સંભાળી રાખી છે. કોન્ટ્રાક્ટ ફાર્મિંગ (Contract Farming)માં કોઈ પણ વિવાદ થતાં તેનો નિર્ણય સમાધાન બોર્ડમાં થશે. જેના સૌથી વધુ પાવરફુલ અધિકારી એસડીએમને બનાવવામાં આવ્યા છે. તેની અપીલ માત્ર ડીએમ એટલે કે જિલ્લા કલેક્ટરને ત્યાં થશે.

રાષ્ટ્રીય કિસાન મહાસંઘના સંસ્થાપક સભ્ય બિનોદ આનંદ મુજબ, તેમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગ સાથે જોડાયેલા મૂલ્ય આશ્વાસન પર ખેડૂત (બંદોબસ્ત અને સુરક્ષા) સમજૂતી અને કૃષિ સેવા બિલની એક જોગવાઈ ખૂબ ખતરનાક છે. જેમાં કહેવામાં આવ્યું છે કે અનુબંધ ખેતીના મામલામાં કંપની અને ખેડૂતની વચ્ચે વિવાદ થવાની સ્થિતિમાં કોઈ સિવિલ કોર્ટ નહીં જઈ જશે. આ મામલામાં તમામ અધિકાર એસડીએમ (SDM)ના હાથમાં આપી દેવામાં આવ્યા છે.
સમાધાન બોર્ડ (Conciliation board)એટલે કે એસડીએમ દ્વારા પાસ આદેશ એવો હશે જેવો સિવિલ કોર્ટનો હોય છે. એસડીએમની વિરુદ્ધ કોઈ પણ પક્ષ અપીલ ઓથોરિટીને અપીલ કરી શકશે. અપીલ અધિકારી કલેક્ટર કે કલેક્ટર દ્વારા નિયત એડિશનલ કલેક્ટર હશે. અપીલ આદેશના 30 દિવસની અંદર કરી શકાશે.

બિલ વિરુદ્ધ ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. (File Photo-Twitter/rssurjewala)


આ પણ વાંચો, મોતના એક દિવસ પહેલા સુધી સુશાંતની જિંદગીમાં બધું ઠીક હતું? બેન્ક ડિટેલ્સથી ઊભા થયા સવાલ

એસડીએમ, ડીએક નહીં, કોર્ટ પર છે વિશ્વાસઆનંદનું કહેવું છે કે એસડીએમ ખૂબ નાના અધિકારી હોય છે. તેઓ ન તો સરકારની વિરુદ્ધ જશે અને ન કંપનીની વિરુદ્ધ. તેથી વિવાદનો ઉકેલ કોર્ટમાં થવો જોઈએ. એસડીએમ અને ડીએમ સરકારની કઠપૂતલી હોય છે. તેઓ સરકાર કે કંપનીનું નહીં માને તો પૈસાવાળી શક્તિઓ મળી બદલી કરાવી દેશે. એવામાં નુકસાન ખેડૂતોનું થશે. વિવાદ સાથે જોડાયેલા ચુકાદા કોર્ટમાં થવા જોઈએ. આનંદનું કહેવું છે કે આ જોગવાઈ ખેડૂતોને બરબાદ કરી શકે છે. આ જોગવાઈને ખતમ કર્યા વગર આ યોજના કદાચ જ સફળ થશે.

કૃષિ બિલના વિરોધમાં પ્રદર્શન કરતાં પંજાબના ખેડૂતો (Photo: ANI)


આ પણ વાંચો, Fact Check: સુધા મૂર્તિ વર્ષમાં એકવાર મંદિરની બહાર વેચે છે શાકભાજી? જાણો હકીકત

જોકે, એક સારી જોગવાઈ એ છે કે કોઈ રકમની વસૂલી માટે કોઈ પક્ષ ખેડૂતોની કૃષિ ભૂમિની વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહીં કરી શકે.

સરકાર શું કહે છે?

ખેડૂતોના દાવાઓની વિપરિત મોદી સરકારના અધિકારીઓનું કહેવું છે કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી ખેતી સાથે જોડાયેલા જોખમ ઓછા થશે. ખેડૂતોની આવકમાં સુધાર થશે. ખેડૂતોની આધુનિક ટેકનીક અને સારા ઇનપુટ્સ સુધી પહોંચી સુનિશ્ચિત થશે. જેમાં મોટી-મોટી કંપનીઓ કોઈ ખાસ ઉત્પાદ માટે ખેડૂતો સાથે કોન્ટ્રાક્ટ કરશે. તેનો ભાવ પહેલાથી નિયત થઈ જશે. તેથી સારા ભાવ ન મળવાની સમસ્યા ખતમ થઈ જશે.
Published by: Mrunal Bhojak
First published: September 18, 2020, 7:43 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading