નવી દિલ્હીઃ મોદી સરકાર (Government of India)એ ખેતીની જેમ જ પશુપાલન ઉપર પણ ભાર મૂકવાનું શરૂ કરી દીધું છે. લૉકડાઉન (Lockdown)માં આ બંનેના કામ અન્ય ક્ષેત્રોથી સારા રહ્યા છે. એવામાં હવે સરકાર પશુપાલન અને દૂધ ઉદ્યોગ (Dairy Farmers) સાથે સંકળાયેલા ખેડૂતો માટે પણ 4 ટકાના વ્યાજ પર 3 લાખ રૂપિયા સુધીની લોન આપવાનો પ્લાન બનાવી રહી છે. સરકારનો પ્રયાસ છે કે ડેરી ઉદ્યોગ સાથે જોડાયેલા ખેડૂતો કોઈ શાહૂકારે બદલે સરકાર પાસેથી સસ્તા દરે લોન લઈને પોતાનું કામ આગળ વધારે. તેના માટે આગામી બે મહિનામાં ઓછામાં ઓછા 1.5 કરોડ ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ (KCC-kisan credit card) આપવા માંગે છે. તેના માટે અભિયાન 31 જુલાઈ સુધી ચાલશે.
હવે મળશે 3 લાખ રૂપિયાની લોન
ડેરી સહકારિતા અભિયાન હેઠળ, દેશના લગભગ 1.7 કરોડ ખેડૂત 230 મિલ્ક યૂનિયનો સાથે જોડાયેલા છે. પહેલા ડેરી સેક્ટરને કેસીસી પર 2 લાખ રૂપિયા મળતા રહ્યા છે, પરંતુ હવે એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે ખેડૂત પોતાની કેસીસી લોનની મર્યાદાને વધારી શકે છે. વ્યાજ છૂટ 3 લાખ રૂપિયા સુધી જ મળશે.
નોંધનીય છે કે બેંક 9 ટકાના દરે કૃષિ લોન આપે છે. જેમાં 2 ટકા સરકાર છૂટ આપે છે. જો સમયસર પૈસા ભરી દેવામાં આવે તો 3 ટકાની વધુ છૂટ મળે છે.
તેનાથી ખેડૂતોને કેટલો ફાયદો થશે?
ઇન્સ્ટીટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ આણંદ (IRMA) ગુજરાતમાં વર્ગીસ કુરિયન સેન્ટર ઓફ એક્સેલન્સના સલાહકાર સંદીપ દાસ કહે છે કે આ સારી વાત છે કે સરકાર ખેતીની સાથોસાથ હવે ડેરી સેક્ટર સાથે જોડાયેલા લોકોની જરૂરિયાતને પણ સમજવા લાગી છે.
આ પણ વાંચો, ભારતમાં મળી ખૂબ દુર્લભ ઝેરી માછલી, કાચંડાની જેમ બદલે છે રંગ
તેમને સસ્તી લોન મળવાથી આ સેક્ટરમાં રોકાણ અને રોજગાર વધશે. આ ક્ષેત્રથી લગભગ 7 કરોડ લોકોની આજીવિકા ચાલે છે, જેમાં મોટાભાગના ભૂમિહીન લોકો છે.
પશુપાલન અને ડેરી વિભાગે કેસીસી બનાવવાના અભિયાનને મિશન રૂપે લાગુ કરવા માટે નાણાકીય સેવા વિભાગની સાથે મળી તમામ સ્ટેટ મિલ્ક યૂનિયનોને પહેલા જ જાણકારી આપી દીધી છે.
આ પણ વાંચો, દેશના ટેલેન્ટ પર પૂરો ભરોસો, ટૂંક સમયમાં વિકાસને વેગવંતું કરીશું : PM મોદી
આ અભિયાનના પહેલા ચરણમાં તે તમામ ખેડૂતોને કવર કરવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે જે ડેરી સરકારી સમિતિઓના સભ્ય છે. વિભિન્ન દૂધ સંઘો સાથે જોડાયેલા છે અને જેમની પાસે કેસીસી નથી.
આ પણ વાંચો, 5 KM/સેકન્ડની ઝડપે ધરતી તરફ આવી રહ્યો છે ઉલ્કા પિંડ, NASAનું અલર્ટ