ખેડૂતો માટે આવી મોટી ખુશખબર, સરકારે કરી આ મોટી જાહેરાત

ખેડૂતો માટે આવી મોટી ખુશખબર, સરકારે કરી આ મોટી જાહેરાત
ખેડૂતો માટે મોટી ખુશખબર

ખેડૂતોને રાહત આપતા મોદી સરકારે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે (Government of India) શેરડી પકવતા ખેડૂતને એફઆરપી 10 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ સુધી વધારી દીધી

 • Share this:
  નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Prime Minister of India)ની અધ્યક્ષતામાં બુધવારે સવારે થયેલી કેબિનેટ બેઠકમાં શેરડી પકવતા ખેડૂતો માટે મોટો નિર્ણય લીધો છે. ખેડૂતોને રાહત આપતા મોદી સરકારે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે (Government of India) શેરડી પકવતા ખેડૂતને એફઆરપી 10 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ સુધી વધારી દીધી છે.

  તમને જણાવી દઈએ કે, શેરડીના ખરીદ મૂલ્યને Fair & Remunerative Price (FRP) તરીકે જાહેર કરવામાં આવે છે. ચીની (ખાંડ) વર્ષ (Sugar Year) દર વર્ષે 1 ઓક્ટોબરથી શરૂ થઈ આગામી વર્ષ 30 સપ્ટેમ્બર સુધી ચાલે છે. ગત વર્ષે ખરીદ મૂલ્યમાં વધારો નહીં કરવાનો ખેડૂતોએ વિરોધ કર્યો હતો. FRP એ મૂલ્ય હોય છે જેના પર ખાંડ મિલ ખેડૂતો પાસેથી શેરડી ખરીદે છે.  શેરડી પકવતા ખેડૂતોના લગભગ 20 હજાર કરોડ ચૂપિયા ખાંડ મિલો પાસે બાકી છે. એવામાં FRP વધવાથી કેટલો ફાયદો ખેડૂતોને મળશે, તે કહેવું વધારે મુશ્કેલ હશે.

  આ પણ વાંચોઅમદાવાદ: સોના-ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, જાણો આજનો નવો ભાવ, શું દિવાળી સુધી 60-65 હજારએ પહોંચશે?

  ખેડૂતો માટે આવી ખુશખબર - મોદી સરકારે આ નિર્ણય બાદ શેરડી ખરીદી મૂલ્ય 285 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ ગયું છે. આ પહેલા 2019-20માં 2018-19ની તુલનામાં ખરીદી મૂલ્યમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો.

  તમને જણાવી દઈએ કે, FRP સિવાય રાજ્ય સરકાર પણ પોતાની તરફથી ખેડૂતો માટે શેરડીના ભાવ નક્કી કરે છે. તેને એસએસપી (રાજ્ય પરામર્શિત મૂલ્ય) કહેવામાં આવે છે. ગત વર્ષ 2019-20 માટે ઉત્તર પ્રદેશ સરકારે શેરડીનું રાજ્ય પરામર્શિત મૂલ્ય (એસએસપી) 325 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી કર્યું હતું. (લક્ષ્મણ રોય, ઈકોનોમિક પોલીસી એડિટર - સીએનબીસી આવાજ)
  Published by:kiran mehta
  First published:August 19, 2020, 15:20 pm