Home /News /business /ગુજરાતના ખેડૂતોએ અનાજ વેચવા વધુ દૂર નહીં જવું પડે, FCI દેશમાં 249 સ્થળોએ સાઈલો બનાવશે
ગુજરાતના ખેડૂતોએ અનાજ વેચવા વધુ દૂર નહીં જવું પડે, FCI દેશમાં 249 સ્થળોએ સાઈલો બનાવશે
અમદાવાદઃ સામાન્ય રીતે ખેતી તરફથી લોકો નોકરીમાં એટલે જતાં હોય છે કે આપણે ત્યાં ખેતી કુદરત આધારીત થાય છે અને તેના કારણે ઘણીવાર આવકની અનિશ્ચિતતા સર્જાય છે. પરંતુ આજના સમયમાં ઘણાં ભણેલાગણેલા યુવાનો વ્હાઈટ કોલર જોબ છોડીને ખેતરમાં કપડાં ધૂળધોયા કરતાં જોવા મળી રહ્યા છે. તેનું કારણ આધુનિક ખેતી અને તેના જુદા જુદા પાકમાં થતી લાખો-કરોડોની આવક જ છે. પરંતુ આજે આપણે થોડી અલગ વાત કરવાના છીએ. અહીં કોઈ આધુનિક ખેતી કે નવા પાકની વાત નહીં પણ પરંપરાગત ખેતીમાંથી જ લાખોની કમાણી કંઈ રીતે કરી શકાય તે વિશે વાત કરીશું.
ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (FCI) દેશના 12 રાજ્યોમાં 249 સ્થળોએ 9236 કરોડ રૂપિયાના ખર્ચે આધુનિક સ્ટીલથી બનેલા સાઈલો (Modern Steel Silos) બનાવશે અને તેનું નિર્માણ પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપમાં હબ અને સ્પોક મોડલ હેઠળ કરવામાં આવશે. તેની કુલ સંગ્રહ ક્ષમતા 111.125 લાખ મેટ્રિક ટન હશે. ખેડૂતને અનાજ લાવવામાં તકલીફ ન પડે અને સમય પણ વેડફાય નહીં તે માટે ખેતરોની નજીક આ સાઈલો બનાવવામાં આવશે.
મુંબઈઃ ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (FCI) દેશના 12 રાજ્યોમાં 249 સ્થળોએ 9236 કરોડ રૂપિયાના ખર્ચે આધુનિક સ્ટીલથી બનેલા સાઈલો (Modern Steel Silos) બનાવશે અને તેનું નિર્માણ પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપમાં હબ અને સ્પોક મોડલ હેઠળ કરવામાં આવશે. તેની કુલ સંગ્રહ ક્ષમતા 111.125 લાખ મેટ્રિક ટન હશે. ખેડૂતને અનાજ લાવવામાં તકલીફ ન પડે અને સમય પણ વેડફાય નહીં તે માટે ખેતરોની નજીક આ સાઈલો બનાવવામાં આવશે.
ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયે આ બાબતે જાણકારી આપી છે. તેના મત મુજબ આગામી ત્રણ-ચાર વર્ષમાં ત્રણ તબક્કામાં આ સાઇલોનું નિર્માણ કરવામાં આવશે. હબ એન્ડ સ્પોક મોડલના પ્રથમ તબક્કામાં એફસીઆઈ દ્વારા 80 સ્થળોએ 34.875 એલએમટી ક્ષમતા ધરાવતા સાઇલોનું ઉત્પાદન કરવામાં આવશે. તેમાંથી 14 સ્થળો પર 10.125 એલએમટી સિલોઝનું નિર્માણ ડીબીએફઓટી (ડિઝાઇન, બિલ્ડ, ફંડ, ઓન એન્ડ ટ્રાન્સફર) મોડ હેઠળ કરવામાં આવશે. તેની સાથે જ ડીબીએફઓ (ડિઝાઇન, બિલ્ડ, ફંડ, ઓન અને ઓપરેટ) મોડ હેઠળ 24.75 એલએમટીની કુલ ક્ષમતા ધરાવતા 66 સાઈલોનું નિર્માણ કરવામાં આવશે.
પ્રથમ તબક્કામાં 80 સાઇલોનું નિર્માણ થશે
પ્રથમ તબક્કામાં દેશના 9 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશમાં 80 સ્થળોએ સાઈલોનું નિર્માણ કરવામાં આવશે. ગુજરાત, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, બિહાર, પશ્ચિમ બંગાળ અને જમ્મુ-કાશ્મીરમાં બનનારા આ સાઈલો પાછળ 2800 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવશે. તેનું નિર્માણ રાજ્ય સરકારો, નીતિ આયોગ, નાણાં મંત્રાલય, રેલવે મંત્રાલય, સ્ટીલ મંત્રાલય સાથે પરામર્શ કરીને કરવામાં આવી રહ્યું છે.
ખેડૂતોને ફાયદો થશે આ આધુનિક સાઈલોમાં બલ્ક હૅન્ડલિંગ સુવિધા હોય છે અને અનાજ સંગ્રહિત કરવાની વૈજ્ઞાનિક પદ્ધતિ પણ ધરાવે છે. તેનાથી અનાજની વધુ સારી જાળવણી થાય છે. ખેતરોની નજીક બાંધવામાં આવેલા આ આધુનિક સાઈલો ખરીદ કેન્દ્ર તરીકે કામ કરશે. ખેતરોની નજીક સ્થિત હોવાને કારણે ખેડૂતોને પોતાનો પાક સાઇલોમાં લાવવામાં ઓછો સમય લાગશે અને તેમના ખર્ચમાં પણ ઘટાડો થશે. નવા બનનાર આ સાઈલો ચોવીસ કલાક કામ કરી શકશે. એટલું જ નહીં અહીં ખેડૂતના પાકનું વજન કરવામાં પણ ઓછો સમય લાગશે.
અહીં ઉલ્લેખનિય છે કે, ડીબીએફઓઓ મોડ અંતર્ગત ટેન્ડર 31 ઓક્ટોબર, 2022ના રોજ ખુલવાનું છે. બીજી તરફ ડીબીએફઓટી મોડનું ટેન્ડર 10 ઓગસ્ટ, 2022ના રોજ ખોલવામાં આવ્યું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર