Home /News /business /મોદી સરકાર ખેડૂતોને આપી રહી છે કમાણી કરવાની તક! સાથે અનેક સુવિધાઓ પણ..જાણો શું છે સ્કીમ

મોદી સરકાર ખેડૂતોને આપી રહી છે કમાણી કરવાની તક! સાથે અનેક સુવિધાઓ પણ..જાણો શું છે સ્કીમ

આવો જાણીએ શું છે પ્રધાનમંત્રી કુસુમ યોજના અને તેનાથી શું લાભ મળી રહ્યા છે

આવો જાણીએ શું છે પ્રધાનમંત્રી કુસુમ યોજના અને તેનાથી શું લાભ મળી રહ્યા છે

નવી દિલ્હી. કેન્દ્ર સરકાર (Modi Government)ની કુસુમ સ્કીમ (PM Kusum Scheme) ખેડૂતો માટે ફાયદાનો સોદો સાબિત થઈ રહ્યો છે. ખેતરમાં પાકની સિંચાઈ માટે વીજળી/ડીઝલના માધ્યમથી પંપ ચલાવનારા ખેડૂતોને કુસુમ યોજના (Kusum Scheme) હેઠળ સોલર પેનલ (Solar Panel) લગાવીને પાણીના પંપ ચલાવવાની સુવિધા આપવામાં આવે છે. આ સ્કીમના માધ્યમથી ખેડૂત પોતાના ખેતરમાં સોલર ઉપકરણ લગાવીને સિંચાઈ કરી શકે છે ઉપરાંત વધારાની વીજળી બનાવીને ગ્રીડને મોકલી શકે છે અને કમાણી પણ કરી શકે છે. તો આવો જાણીએ શું છે કુસુમ યોજના અને તેનાથી શું લાભ મળી રહ્યા છે...

શું છે પ્રધાનમંત્રી કુસુમ યોજના?

ન્યૂ એન્ડ રિન્યૂએબલ એનર્જી મિનિસ્ટ્રી (Ministry of New and Renewable Energy) દ્વારા પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુરક્ષા અને ઉત્થાન મહાભિયાન (પ્રધાનમંત્રી-કુસુમ) યોજનાને વર્ષ 2020માં જ શરૂ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારની આ યોજના દ્વારા ખેડૂત પોતાની જમીન પર સોલર પંપ લગાવીને ખેતરમાં સિંચાઈ કરી શકે છે. કેન્દ્ર સરકારનું લક્ય્ા છે કે આ યોજના હેઠળ દેશભરમાં તમામ વીજળી તથા ડીઝલથી ચાલનારા પંપને સોલર ઉર્જાથી ચલાવવામાં આવે.

આ પણ વાંચો, ઈઝરાયલી હુમલામાં માતાનું થયું મોત, બાથમાં ભીડેલા 5 મહિનાના માસૂમનો આબાદ બચાવ

ખેડૂતોને કુસુમ યોજનાથી થઈ રહ્યો છે ફાયદો

કેન્દ્ર સરકારની કુસુમ યોજનાથી ખેડૂતોને બે પ્રકારના ફાયદા થઈ રહ્યા છે. પહેલો ફાયદો એ છે કે ખેડૂત ખેતરોમાં સિંચાઈ માટે ફ્રી વીજળીનો ઉપયોગ કરી શકે છે. બીજો ફાયદો એ છે કે જો ખેડૂત વધારાની વીજળી ઉત્પન્ન કરીને ગ્રીડને મોકલે છે તો તેના બદલામાં તેમને આવક પણ થાય છે. એટલે કે આ યોજનાના માધ્યમથી ખેડૂતોની આવક પણ વધી રહી છે. આ ઉપરાંત પડતર જમીન ધરાવતા ખેડૂતો પણ સૌર ઉર્જા ઉત્પાદન માટે પોતાની જમીનનો ઉપયોગ કરી શકે છે. એટલે કે બિનઉપજાઉ જમીન પર ખેડૂતો માટે આવકનું સાધન બની રહી છે.

આ પણ વાંચો, 300થી વધુ કોરોના મૃતકોના કરાવ્યા અંતિમ સંસ્કાર, પોતે સંક્રમિત થતાં 3 કલાક સુધી ન મળ્યો બેડ, મોત



સરકાર 60 ટકા સબ્સિડી આપી રહી છે

આ યોજના હેઠળ કૃષિ પંપોને સોલરમાં ફેરવવા માટે સરકાર તરફથી 60 ટકા સુધીની સબ્સિડી આપવામાં આવે છે. આ યોજનાને રાજ્ય સરકારના વિભાગો દ્વારા કાર્યાન્વિત કરવામાં આવી રહી છે જેમાં ખેડૂતોને માત્ર માત્ર 40 ટકા જ વિભાગમાં જમા કરાવવાના હોય છે. આ વિભાગોની વિગતો MNREની વેબસાઇટ www.mnre.gov.in પર ઉપલબ્ધ છે.
First published:

Tags: Business news, Earn money, Kisan, PM-KISAN, ખેડૂતો, મોદી સરકાર, સોલર ઉર્જા

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો