Home /News /business /

OMG! તરબૂચ અને લસણના બદલામાં 'ઘર' ખરીદવાની તક, રિયલ એસ્ટેટ કંપનીએ આપી ઓફર

OMG! તરબૂચ અને લસણના બદલામાં 'ઘર' ખરીદવાની તક, રિયલ એસ્ટેટ કંપનીએ આપી ઓફર

તરબૂચ અને લસણના બદલામાં 'ઘર'

ચીનમાં ઘરેલું દેવું પણ 10 ટ્રિલિયન યુએસ ડોલરને પાર કરી ગયું છે. ચીનની બેંકોના ડેટા અનુસાર બેંકો દ્વારા આપવામાં આવેલી 27% લોન સ્થાયી સંપત્તિ જેવી કે મકાનો વગેરે સાથે સંબંધિત છે. ચીનમાં રિયલ એસ્ટેટ બિઝનેસ સૌથી મોટા રોજગાર આપનાર અને નફો આપનાર તરીકે જાણીતો હતો, પરંતુ હવે વસ્તુઓ બદલાઈ ગઈ છે.

વધુ જુઓ ...
  પહેલાના સમયમાં જ્યારે ચલણી નોટ અને પૈસાનો વ્યવહાર ન હતો થતો તે સમયે સાટા પદ્ધતિથી (Barter System) લોકો સામાન ખરીદતા હતા. આ પરંપરા પ્રાચીન સમયથી ચાલી આવી છે. લોકો પોતાના દ્વારા બનાવેલી વસ્તુને બજારમાં આપી બદલામાં જરૂરી સામાન ખરીદતા હતા. પરંતુ જો અમે તમને જણાવીએ કે હાલના સમયમાં પણ એક દેશમાં આ પ્રથા ચાલી રહી છે તો તમે વિશ્વાસ કરશો?

  જીહાં, આ પ્રથા હાલમાં ચીનમાં જોવા મળી છે જ્યારે એક રિયલ એસ્ટેટ કંપનીએ ઓફર જાહેર કરી કે લોકો તરબૂચ અને લસણ આપીને બદલામાં ઘર ખરીદી શક્શે. પૂર્વીય શહેર નાનજિંગમાં એક રિયલ એસ્ટેટ ડેવલપરે જણાવ્યું હતું કે તે સ્થાનિક ખેડૂતો પાસેથી હોમ ડાઉન પેમેન્ટ તરીકે 100,000 યુઆન સુધીના તરબૂચ સ્વીકારશે!

  ચીનના એક અખબાર મુજબ, આ સિવાય હોમ બિલ્ડર સેન્ટ્રલ ચાઈના મેનેજમેન્ટે મેના અંતમાં સોશિયલ મીડિયા પર એક જાહેરાત જાહેર કરી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે "લસણની નવી સીઝનના અવસર પર, કંપની ખેડૂતો માટે ક્વિ કાઉન્ટીમાં ઘર ખરીદવા માટે એક શાનદાર ઓફર લઈને આવી છે. આ ઓફર હેઠળ ખેડૂતો ઘરની કિંમત જેટલું લસણ ચૂકવીને તેમની મિલકતો બુક કરી શકે છે.

  આ પણ વાંચો -ક્રૂ઼ડ ઓઇલની કિંમતમાં આજે વધારો, જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલનો ભાવ

  ગ્લોબલ ટાઈમ્સના એક સમાચાર અનુસાર, એક કિલો તરબૂચને 20 યુઆન બરાબર માનવામાં આવે છે. જેના ભારતીય રૂપિયા પ્રમાણે જો એક તરબૂચ 3 કિલોનું હોય તો તેની કિંમત 700 રૂપિયાની આસપાસ હશે. કંપનીએ તેના પ્રચાર અભિયાનમાં જણાવ્યું છે કે નવા મકાનો ખરીદવા માટે ખેડૂતોએ ડાઉન પેમેન્ટ તરીકે તરબૂચ, લસણ અને ઘઉંનો ઉપયોગ કરવો જોઈએ. જેથી ખેડૂતોને પણ લાભ મળી શકે.

  સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર, 8 જૂનથી 15 જુલાઈ સુધી શરૂ થનારી પ્રમોશનલ ઈવેન્ટ માટેના એક પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે, “ઘર ખરીદનારાઓને વધુમાં વધુ 5,000 કિલો તરબૂચની ચૂકવણી કરવાની છૂટ આપવામાં આવશે. જેની કિંમત 100,000 યુઆન છે. પ્રમોશનનો હેતુ સ્થાનિક તરબૂચના ખેડૂતોને ટેકો આપવાનો છે. જોકે, મીડિયા સામે આવ્યા બાદ કંપનીએ આ પ્રમોશનલ ઝુંબેશ બંધ કરી દીધી છે.

  આ પણ વાંચો -સ્ટિક પર પ્રતિબંધ આવતા જ Wooden Cutleryની માંગમાં જબરદસ્ત ઉછાળો

  કંપનીએ પ્રમોશન બંધ કરી દીધું છે


  કંપનીના એક અધિકારીના નિવેદન અનુસાર, “અમને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરના તમામ પ્રમોશનલ પોસ્ટરો હટાવવા માટે કહેવામાં આવ્યું છે. હવે અમને પ્રમોશન માટે અન્ય અભિયાનો બનાવવા માટે કહેવામાં આવ્યું છે.
  તમને જણાવી દઈએ કે ચીનમાં ઘરેલું દેવું પણ 10 ટ્રિલિયન યુએસ ડોલરને પાર કરી ગયું છે. ચીનની બેંકોના ડેટા અનુસાર બેંકો દ્વારા આપવામાં આવેલી 27% લોન સ્થાયી સંપત્તિ જેવી કે મકાનો વગેરે સાથે સંબંધિત છે. ચીનમાં રિયલ એસ્ટેટ બિઝનેસ સૌથી મોટા રોજગાર આપનાર અને નફો આપનાર તરીકે જાણીતો હતો, પરંતુ હવે વસ્તુઓ બદલાઈ ગઈ છે. હવે તે સૌથી હાનિકારક વ્યવસાય બની રહ્યો છે.
  Published by:Bhavyata Gadkari
  First published:

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन